વાપીના સલવાવ હાઈવે પર પિકઅપના ચાલકે બેફઇકરાઈ પૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જયો | A pick-up driver caused an accident on Salwav highway in Vapi by reckless driving. | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપીના સલવાવ હાઇવે ઉપર અમદાવાદ તરફ પુરપાટ અને ગફલત ભરી રીતે પિકઅપ ચાલકે હાઇવે ઉપર રસ્તો ક્રોસ કરી રહેલા પિતા પુત્રને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો, અકસ્માતમાં રાહદારી પિતા પુત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં તાત્કાલિક ઘટના સ્થળે સ્થાનિક લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા. અકસ્માતની લઈને વાપી વલસાડ હાઇવે ઉપર વાહનોની ગતિ પ્રભાવિત થઈ હતી. ઘટનાને લઈને વાપી પોલીસની ટીમને જાણ થતાં વાપી પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક સામાન્ય કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

વલસાડ જિલ્લાના વાપીના સલવાવ હાઇવે ઉપર અમદાવાદ તરફ જતો પિકઅપ ન. GJ-15-AV-3976નો ચાલક વાપી તરફથી પિકઅપમાં ડ્રમ ભરીને પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે પોતાની પિકઅપ હંકારી જઈ રહ્યો હતો. જે દરમ્યાન સલવાવ હાઇવે ઉપર રસ્તો ક્રોસ કરતા રાહદારી પિતા પુત્રને પિકઅપ ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતની ઘટના બનતા ઇજાગ્રસ્ત પિતા પુત્રની મદદે સ્થાનિક લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત પિતા પુત્રને થયેલી ગંભીર ઇજાઓને લઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 અને વાપી પોલીસને ઘટનાની જાણ કરી હતી. 108 અને વાપી પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. 108ની ટીમે રાહદારી પિતાપુત્રને ચેક કરતા તેમને થયેલી ગંભીર ઇજાઓને લઈને રાહદારી પિતાપુત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાને લઈને વાપી વલસાડ હાઇવે ઉપર વાહનોની રફતાર ધીમી થઈ હતી. વાપી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને નડતર રૂપ વાહનો દૂર કરી વાપી વલસાડ ટ્રેક ઉપર વાહન વ્યવહાર સામાન્ય કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વાપી પોલીસે અકસ્માતમાં મૃતક પિતા પુત્રની લાશનો કબ્જો મેળવી લાશનું PM કરવી આગળની તપાસ હાથ ધરી છે.

Previous Post Next Post