રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદ સગપરીયાને ત્રણ મહિલાઓએ બદનક્ષી અંગે નોટિસ ફટકારી, ચૂંટણી સમયે કરેલા નિવેદનોને લઈ વિવાદ સર્જાયો | Rajkot businessman Govind Sagapariya gets defamation notice from three women, controversy over statements made during elections | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Businessman Govind Sagapariya Gets Defamation Notice From Three Women, Controversy Over Statements Made During Elections

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

મૂળ રીબડાના અને હાલ રાજકોટ રહેતા ઉદ્યોગપતિ ગોવિંદ સગપરીયા સામે ત્રણ મહિલાઓએ બદનક્ષી અંગે નોટિસ ફટકારી છે. ગત વિધાનસભાની ચૂંટણી સમયે રીબડા ખાતે એક જાહેર સભા થયેલી જેમાં ગોવિંદભાઈએ કરેલા નિવેદનોને લઈ આ વિવાદ સર્જાયો છે.

ગોવિંદ સગપરિયાને બદનક્ષી અંગે નોટિસ ફટકારી
મૂળ રીબડા અને હાલ રાજકોટ રહેતા હંસાબેન મણીરામ દેવમુરારી, તેમના બહેનો નિર્મળાબેન અને ભાવનાબેને એડવોકેટ દિનેશભાઈ પાતર મારફત ગોવિંદ સગપરિયાને બદનક્ષી અંગે નોટિસ ફટકારી છે. એડવોકેટ દિનેશભાઈ પાતરે નોટિસ મારફત ઉદ્યોગપતિ ગોવિંદ સગપરીયાને જણાવ્યું છે કે, ગત તા.21.12.2022ના રોજ રીબડા ખાતે પુર્વ ધારાસભ્ય તથા ભાજપ દ્વારા જાહેર સભા રખાઇ હતી. જેમાં આપે વક્તવ્યમાં જણાવેલ કે, રીબડાના અનિરુધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ અમારા અસીલ ત્રણે બહેનો સાથે અજુગતુ વર્તન તથા બળજબરી કરાઈ હતી.

રાજકીય રાગદ્વેષ સહાનભુતિ મેળવવા નિમ્ન પ્રયત્ન
આ અંગે આપના પિતાએ અનિરુધ્ધસિંહના પિતા રીબડાના સરપંચ મહિપતસિંહને ઠપકો આપ્યાનું આપે વક્તવ્યમાં જણાવ્યું હતુ. વધુમાં આપે એવું પણ જણાવેલ કે બાદમાં ત્રણેય બહેનોને રાજકોટ પોતાના ઘરે લઈ ગયેલ અને ત્રણેય બહેનોના લગ્ન કરાવી આપ્યા હતા. આમ, તદન પાયાવિહોણી તથા જુઠી વાત આપના વકતવ્યમાં કરી રાજકીય રાગદ્વેષ સહાનભુતિ મેળવવા નિમ્ન પ્રયત્ન કર્યા છે.

અપમાનજનક અને અસભ્ય શબ્દ પ્રયોગ કર્યો
જાહેર સભામાં આપે ત્રણેય બહેનોના ચારિત્ર્ય અંગે ખોટી વાત કરી પોતાના પરિવાર, સગા સબંધિઓ તથા સમાજમાં નીચું જોવા જેવુ લાંછનરુપ જીવન જીવવા ફરજ પાડેલ છે. વધુમાં ચારિત્ર્ય લક્ષી આક્ષેપો સાથે અનિરુધ્ધસિંહ વિરુદ્ધ અપમાનજનક અને અસભ્ય શબ્દ પ્રયોગ કર્યો છે. નોટિસ મળ્યે દિવસ સાતમાં નુકશાની પેટે ત્રણેય બહેનોને પચાસ લાખ લેખે દોઢ કરોડ વળતર ચુકવવા તથા બિનશરતી માફી માંગવા નોટિસમાં જણાવાયું છે. જેને લઈ વધુ એક વખત રીબડાની જાહેરસભા ચર્ચામાં આવી ગઈ છે.

Previous Post Next Post