એક અસ્થિર મગજના બાળકનું ગણતરીના કલાકોમાં પરિવાર સાથે મિલન કરાવ્યું; ફક્ત ડાંગી ભાષા જાણતો હોવાથી તપાસ હાથ ધરી હતી | Reunited a mentally unstable child with his family in a matter of hours; As he knew only the Dangi language, the investigation was carried out | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Reunited A Mentally Unstable Child With His Family In A Matter Of Hours; As He Knew Only The Dangi Language, The Investigation Was Carried Out

ડાંગ (આહવા)6 કલાક પહેલા

  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના બાજગામે 30/05/2023ના રોજ રાત્રીના બસ સ્ટેશન ઉપરથી વઘઇ પો.સ્ટેના ‘પો.સબ.ઇન્સ. પી.બી.ચૌધરી, સહિતનાઓએ એક 13થી 14 વર્ષનો (અસ્થિર મગજનો) ગુમ થયેલો બાળક મળી આવ્યો હતો.

બાળક અસ્થિર મગજનો હોવાથી નામઠામ જણાવતો ન હતો. ફક્ત ડાંગી ભાષા જાણતો હોવાથી વઘઇ પો.સ્ટેના પો.સબ.ઇન્સ. પી.બી.ચૌધરીએ તેઓના સ્ટાફ સાથે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તેમજ ડાંગ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલની સુચનાથી બાળકના વાલી વારસાની તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં અસ્થિર મગજના બાળકના વાલી વારસાને શોધી કાઢી બાળકને તેના વાલી વારસાને સુપ્રત કરી પ્રશંસનિય કામગીરી કરી હતી.

વઘઇ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પો.સ.ઇ. પી.બી.ચૌધરી, અ.હે.કો. રમેશ બાળુભાઇ, સતીષ દિવાનજીભાઇ (પી.એસ.ઓ), અ.હે.કો. સોમા રામુભાઇ (પી.એસ.ઓ.), પો.કો.વિજય યશવંતભાઇ, પો.કો.મનહર ગંગારામભાઇ દ્વારા આ પ્રશંસનિય કામગીરી કરવામા આવી હતી.

Previous Post Next Post