વડોદરામાં વુડા કચેરી ખાતે આવેલી નગર પાલિકાની પ્રાદેશીક કચેરીના કમિશનરને આવેદન પત્ર આપ્યું | Submitted the application to the Commissioner of Regional Office of Nagar Palika at Vuda Office in Vadodara. | Times Of Ahmedabad

વડોદરા4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સાત દિવસમાં પ્રશ્નો ઉકેલવામાં નહિં આવે તો વાલ્મીકી સમાજે ઉગ્ર આંદોલનની ચિમકી આપી - Divya Bhaskar

સાત દિવસમાં પ્રશ્નો ઉકેલવામાં નહિં આવે તો વાલ્મીકી સમાજે ઉગ્ર આંદોલનની ચિમકી આપી

મધ્ય ગુજરાત ઝોનમાં આવતી 30 જેટલી નગર પાલિકામાં કામ કરતા સમસ્ત વાલ્મીકી સમાજના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા વાલ્મીકી સમાજના કર્મચારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા આગામી 7 દિવસમાં પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે વડોદરા વુડા કચેરી ખાતે આવેલી નગર પાલિકાઓની પ્રાદેશીક કચેરીના કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં 7 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહિં આવે કમિશનર કચેરીનો ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

વુડા કચેરી ખાતે સુત્રોચ્ચાર
વડોદરા શહેરની વુડા કચેરી ખાતે મધ્ય ઝોનની 30 નગર પાલિકાઓના વાલ્મીકી સમાજના મહિલાઓ સહિત કર્મચારીઓ મોરચો લઇને આવી પહોંચ્યા હતા અને પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓએ વુડા કચેરી ખાતે જય ભીમના પણ નારા લગાવ્યા હતા અને પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે લાવવા માટે માંગ કરી હતી.

3થી 4 માસે પગાર મળે છે
સમસ્ત ગુજરાત વાલ્મીકી સમાજના અગ્રણીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજ્યની નગરપાલિકા પાસે યોગ્ય રીતે સંચાલન કરી શકે તેટલું પણ ફંડ નથી. કર્મચારીઓનો પગાર પણ સમયસર થતો નથી. ખાસ કરીને ચોથાવર્ગના કર્મચારીઓ અને સફાઈ કામદારોને ત્રણ-ચાર મહીને એકવાર પગાર મળે છે. ઉપરાંત સરકારના 1 એપ્રિલ 2023ના પગાર ધોરણના પરિપત્ર પ્રમાણે પગાર ચુકવવામાં આવતો નથી.

નગરપાલિકાઓની પ્રાદેશીક કચેરીના કમિશનરને આવેદન આપ્યું

નગરપાલિકાઓની પ્રાદેશીક કચેરીના કમિશનરને આવેદન આપ્યું

કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો
સમસ્ત ગુજરાત વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ બારૈયાએ જણાવ્યું હતું કે, આજે પગાર સહીત, કાયમી ભરતી, કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુદ કરવાની માંગ સાથે વુડા કચેરી ખાતે આવેલી નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આગામી 7 દિવસમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહિં આવે તો કમિશનરની કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. તે સાથે સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વ્યાપક ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે
વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 162 નગર પાલિકાઓમાં વાલ્મીકી સમાજનું શોષણ થઇ રહ્યું છે. આ શોષણ બંધ થવું જોઇએ અને નગર પાલિકાઓમાં કાયમી ભરતી કરવામાં આવે. કોન્ટ્રાક્ટ પ્રથા સંપૂર્ણ બંધ કરવામાં આવે. 1-4-023નો પરીપત્ર હોવા છતાં, પૂરતું વેતન ચૂકવવામાં આવતું નથી. રોસ્ટર પ્રથા દ્વારા ભરતી કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.

Previous Post Next Post