ઊંઝા પોલીસે એક અઠવાડિયા સુધી મહાદેવના મંદિરે બેસી વોચ ગોઠવી આરોપીને દબોચ્યો, ચાર દિવસના રિમાન્ડ મંજૂર | Unjha Police nabbed the accused by setting up a sit-in watch at the Mahadev temple for a week, granted a four-day remand. | Times Of Ahmedabad

મહેસાણા8 કલાક પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના ઊંઝાના મકતુંપુર ગામ નજીક બાતમી આધારે અફીણના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો.ઊંઝા પોલીસને ખાનગી રાહે બાતમી મળતા ટીમે વોચ ગોઠવી મહેસાણા એસઓજી સાથે સંયુક્ત રેડ મારી અફીણના જથ્થા સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

ઊંઝા પોલીસને બાતમી મળતા વોચ ગોઠવી
ઊંઝા તાલુકા પોલીસ સ્ટાફના પો.કો મહેન્દ્રસિંહ ભીખાજી તેમજ પો.કો વિજય કુમાર ને ખાનગી રાહે બાતમી મળી હતી કે મકતુંપુર ગામ પાસે રોડેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલા સી.કે.પ્રીમિયમ સોર્ટીગ એલ.એલ.પી ફેકટરીના કંપઉન્ડમાં આવેલ ઓરડીઓમાં ચૌધરી ગોરખારામ મેગારામ થતા કાકડ ગોમાંરામ પુનામારામ ગેરકાયદેસર અફીણ રાખી વ્યાપાર કરે છે

સતત એક અઠવાડિયું ઊંઝા પોલીસે મહાદેવ મંદિર પાસે બેસી વોચ ગોઠવી
સમગ્ર કેસમાં અફીણ નો વેપલો કરતા આરોપીઓને ઝડપવા ઊંઝા પોલીસ મથકનો સ્ટાફ સતર્ક થઈ ગયો હતો.જ્યાં આરોપી ઓરડીઓ માં રહી અફીણ વેચતો હતો તેની આગળ મહાદેવનું મંદિર આવેલ છે.ત્યાં આગળ સળગ સાત દિવસ ઊંઝા પોલીસ સ્તફના માણસો ઓરડીમાં આવતા જતા માણસો ની હિલ ચાલ પર નજર રાખી રહ્યા હતા.જ્યાં આરોપી પાસે અફીણ લેવા આવતા ઇસમોને આરોપી પ્લાસ્ટિકની નાની કોથળીમાં કોઈ વસ્તુ આપતો જોવા મળતા ઊંઝા પોલીસને અફીણ વેચાતું હોવાની માહિતી સચોટ સાબિત થતા મોકો જોઈ દરોડો પાડી દીધો હતો

મહેસાણા એસઓજી ટીમને જાણ કરતા તેઓ પણ મદદ માટે આવી પહોંચ્યા
સમગ્ર કેસમાં મહેસાણા એસઓજી સ્ટાફને જાણ કરતા ટિમ ઊંઝા ખાતે તપાસમાં દોડી આવી હતી અને ઊંઝા પોલીસ અને મહેસાણા એસઓજીના સંયુક્ત ઓપરેશન થી અફીણ વેચનાર આરોપી ઝડપાઇ ગયો હતો.પોલીસે તપાસ દરમિયાન 1 કિલો 133 ગ્રામ અફીણ નો જથ્થો કબ્જે કર્યો તેમજ અન્ય વસ્તુઓ મળી કુલ 2 લાખ 07 હજાર 100 નો મુદ્દામાલ કબ્જે કરી કાકડ ગોમાંરામ પુનમારામ ને ઝડપી લીધો હતો તેમજ ચૌધરી ગોરખારામ ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

સમગ્ર કેસમાં ઝડપાયેલા આરોપીને ઊંઝા કોર્ટમાં રજૂ કરતા પોલીસે રિમાન્ડની માંગ કરતા કોર્ટ ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.રિમાન્ડ બાદ જાણી શકસે કે આરોપી કેટલા સમયથી ઊંઝામાં અફીણ નો વ્યાપર કરતો અને કોને કોને અફીણ સપ્લાય કરતો અને અન્ય કેટલા ઈસમો આ વ્યાપર માં સંડોવાયેલા છે તમામ વિગતો રિમાન્ડ પૂર્ણ થયા બાદ સામે આવશે.

Previous Post Next Post