સભ્ય બનવા કાઉન્સિલરોની દોડધામ, VMCની 6 જૂને મળનારી સામાન્ય સભામાં સ્થાયી સમિતિની ખાલી જગ્યા અંગે નિર્ણય લેવાશે | Councilors rush to become members, VMC's June 6 general meeting to decide on standing committee vacancy | Times Of Ahmedabad

વડોદરા7 કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar

ફાઇલ તસવીર

વડોદરા મહાનગર સેવા સદનના મેયર તરીકે નિલેશ રાઠોડની પસંદગી થતાં તેઓએ તા.10-3-023ના રોજ સ્થાયી સમિતિના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે ખાલી પડેલી સ્થાયી સમિતીના સભ્ય પદની જગ્યા ભરવા માટે તા.6 જુનના રોજ મળનારી સમગ્ર સભામાં નિર્ણય લેવામાં આવશે. ત્યારે તે અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

નવા સભ્ય બનવા કવાયત
માજી મેયર કેયુર રોકડીયાએ ધારાસભ્ય બન્યા બાદ મેયર પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. જેથી સ્થાયી સમિતિના સભ્ય નિલેશ રાઠોડની તા.10-3-023 ના રોજ મેયર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જેથી મેયર નિલેશભાઇ રાઠોડે તા.10-3-023 ના રોજ સ્થાયી સમિતિના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. સ્થાયી સમિતીના સભ્ય પદ ખાલી પડતા કેટલાંક કાઉન્સિલરો દ્વારા સ્થાયી સમિતીના સભ્ય બનવા માટે કવાયત શરૂ કરી છે.

રાજીનામું મંજૂર કરાશે
સ્થાયી સમિતિના સભ્ય પદેથી રાજીનામું આપનાર નિલેશ રાઠોડનું રાજીનામું મંજૂર કરવા માટે અને નવા સભ્યની નિમણૂંક કરવા માટેની એક દરખાસ્ત સામાન્ય સભામાં આવી છે ત્યારે આગામી તા.6 જૂનના રોજ મળનારી સામાન્ય સભામાં નિલેષ રાઠોડનું સ્થાયી સમિતીના સભ્યપદ તરીકે રાજીનામું મંજૂર કરવામાં આવશે, તે સાથે સ્થાયી સમિતીના નવા સભ્યની નિમણૂંકને મંજૂરી આપવામાં આવશે.

કોણ મેદાન મારશે
અત્રે નોંધનીય છે કે, વડોદરા મહાનગર સેવા સદનમાં સ્થાયી સમિતી મલાઇદાર સમિતી કહેવામાં આવે છે ત્યારે સ્થાયી સમિતીમાં નવા સભ્ય કોણ આવશે? તે કાઉન્સિલરોમાં ચર્ચાનો વિષય છે. કેટલાંક કાઉન્સિલરો દ્વારા સભ્ય બનવા માટે પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કયા કાઉન્સિલર મેદાન મારે છે તે જોવું રહ્યું.

Previous Post Next Post