- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- Under The Theme We Need Food, No Tobacco, An Awareness Campaign Was Held About The Side Effects Of Tobacco Consumption On Health.
નવસારી7 કલાક પહેલા
- કૉપી લિંક

લોક જાગૃત્તિના ભાગરૂપે બ્રહ્માકુમારી સંસ્થાના સહયોગ દ્વારા નશામુક્તિ અને વ્યસન છોડો વિષય ઉપર કાર્યક્રમ યોજી વ્યસનના ભોગથી લોક જીવનનેબચાવવના સંદેશા ફેલાવવામાં આવ્યા હતો.નવસારી તાલુકાના ઉનખાતે ITI ના અંદાજીત 100 થી વધુ તાલીમાર્થીઓ તથા એગ્રીકલ્ચર યુનિ વેટરનીટી કોલેજ, નવસારી ના સ્ટુડન્ટ સાથે પણ તમાકુ તથા નશીલા પદાર્થોથી થતા ગેરફાયદા વિશે કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત નવસારી હસ્તકના અનેક પ્રા.આ..કૈ દ્વારા પણ પોતાના વિસ્તારોમાં ” વિશ્વ તમાકુ નિષેધ દિવસ” ઉજવણીના ભાગરૂપે લોકજાગૃત્તિના કાર્યક્રમો જેવાકે, રેલી, સેમીનાર, કોમ્યુનીટી મીટીગ યોજવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં નવસારી જિલ્લાના એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.ભાવેશ પટેલ દ્વારા તમાકુની પ્રોડક્ટથી તંદુરસ્તી પર નુકસાન અંતર્ગત કેન્સર, હદયરોગ, લકવો, ટી.બી. નપુંસકતા જેવા ઘાતકરોગો વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી. તેઓએ તમાકુના અધિનિયમ COTPA-2003 ના અમલીકરણ વિશે પણ વિસ્તૃત માહિતી આપી. ઉન ખાતેના કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો.અલ્પેશ પટેલ તથા તેમની ટીમ દ્વારા પણ માહિતી આપવામાં આવી. એગ્રીકલ્ચર યુનિ. વેટરનીટી કોલેજ, નવસારી ખાતેના કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપલડૉ.વી.બી.ખરાદી અને ડો. લલિત મોદી, ડો.અજય રાવલ સાહેબે ઉમગથી સહકાર આપ્યો હતો.