Monday, November 13, 2023

70-year-old man from Ambawadi issues legal notice to children playing cricket in society, claims Rs 5 lakh | આંબાવાડીના 70 વર્ષના વૃદ્ધે સોસાયટીમાં ક્રિકેટ રમતાં બાળકોને કાનૂની નોટિસ આપી, 5 લાખનો દાવો કર્યો

અમદાવાદ6 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • કાનૂની નોટિસમાં બાળકોના નામનો ઉલ્લેખ કરાતાં તેમનાં માતા-પિતાએ સામે નોટિસ આપી

આંબાવાડીમાં રહેતા 70 વર્ષના વકીલ વૃદ્ધ દંપતીએ સોસાયટીના કોમન પ્લોટમાં ક્રિકેટ રમતા બાળકો સામે નારાજ થઇને લીગલ નોટિસ જાહેરમાં નાના બાળકોના નામ મોકલતા બાળકોના વાલીઓએ વૃદ્ધ દંપતી સામે ફરિયાદ નોંધાવી છે. બાજુની સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતીએ નાના બાળકોના ક્રિકેટ રમવાની બાબતમાં 5 થી 7 નાના બાળકોના નામ સાથે લીગલ નોટિસ ફટકારી હતી. અને બાળકો પાસેથી 5 લાખની રકમ માગી હતી. જેની સામે બાળકોના વાલીઓએ નારાજગી વ્યકત કરતા એવો જવાબ આપ્યો હતો કે, દાદા-દાદીની ઉંમરના વૃદ્ધો નાના બાળકોને રમવા જેવી બાબતમાં આવા પગલા ભરે તે અયોગ્ય છે. સગીર વય સુધી પણ નહીં પહોંચી શકેલા બાળકોના નામ લીગલ નોટિસમાં આપીને સાવ ખોટા આક્ષેપ કર્યા છે તે પાછી ખેંચી લેવી પડશે નહીંતર તેમની સામે બાળકોની ઓળખ છતી કરવા બદલ કેસ કરવામાં આવશે.

13 વર્ષના બાળકની માતા વતી એડવોકેટ સોનલ જોષીએ એવી રજૂઆત કરી