Monday, November 6, 2023

Bar Council of Gujarat suspends Dharmesh Gurjar, prosecuted for professional misconduct and interference in administrative affairs | બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ધર્મેશ ગુર્જર સસ્પેન્ડ કર્યા, વ્યવસાયિક ગેરવર્તણુંક અને વહીવટી બાબતમાં દખલગીરીને લઇ કાર્યવાહી કરાઈ

અમદાવાદ3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગુજરાત હાઇકોર્ટ સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન (quashing) નં-996/2020માં તા.26/10/23 તથા તા.1/11/23ના રોજના હુકમથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને એડવોકેટ ધર્મેશ જીવણલાલ ગુર્જર વિરૂદ્ધ પગલા લેવા માટે જાણ કરવામા આવી હતી. આ મામલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા Virtual અસાધારણ સભા તા.5/11/23ના રોજ તાત્કાલિક બોલાવવામા આવી હતી. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન નલિન ડી.પટેલ તથા એક્ઝીક્યુટીવ કમિટીના ચેરમેન જીતેન્દ્ર બી. ગોળવાલાના અધ્યક્ષપદ હૈઠળ આ Virtual મિટિંગમાં ગુજરાત હાઇકોર્ટે આપેલા હુકમને આધારે એડવોકેટ ગુર્જર દ્વારા કરવામાં આવેલા વ્યવસાયિક ગેરવર્તણુંક તથા વહીવટી બાબતમાં દખલ કરવાના ગંભીર આક્ષેપો બાબતે લંબાણપુર્વક ચર્ચા-વિચારણા કરવામા આવી હતી.

સ્પેશિયલ ડીસીપ્લીનરી કમિટીમાં કેસ મોકલવામાં આવ્યો ગુજરાત