
ભાવનગર7 મિનિટ પેહલા
- કૉપી લિંક
“સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં રાજ્યના નાગરિકો હર્ષભેર જોડાઇ રહ્યાં છે આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.15 ઓક્ટોબરથી 16 ડિસેમ્બર સુધી “સ્વચ્છતા હી સેવા“ અંતર્ગત વિવિધ સ્થળોની સફાઇ કરવામાં આવશે. તા. 6 થી 11નવેમ્બર ફ્લાયઓવર, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સફાઇ, ગ્રામ્ય વિસ્તારોમાં ગાંડા બાવળનું પૃનિંગ તેમજ ચારકોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે. ફ્લાયઓવર, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનની સફાઈની સાથે તા. 12 નવેમ્બરના પોલીસ સ્ટેશનો, પોલીસ લાઇન, કોર્ટ સંકૂલ અને સરકારી રહેણાંકની વસાહતો વગેરેની સાફ-સફાઈ કરવામાં આવશે.