
બોટાદ2 કલાક પેહલા
- કૉપી લિંક
બોટાદના ઝવેરનગરમાં રહેતા અને ખેતીની જંતુનાશક દવાની દુકાન ધરાવતા શાંતિભાઇ દેવજીભાઇ ગોહિલ નામના વેપારી યુવાને જીગો બોરીચા અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સ સામે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વેપારી યુવાનની ફરિયાદ મુજબ, સુરત રહેતો મિત્ર સંજય બદ્રકિયા બોટાદ આવ્યો હોય બંને શનિવારે સાંજે રાજકોટના આજી ડેમ ચોકડી પાસે મુકેશ પાર્કમાં ગંગા જમના કોમ્પ્લેક્સમાં રહેતા મિત્ર નીતિન કૈલાને મળવા માટે તેના ઘરે ગયા હતા. રાત્રીના મિત્રના ફ્લેટમાં બેઠા હતા. ત્યારે કોઇએ દરવાજો ખટખટાવતા મિત્રની પત્ની પીનલે દરવાજો ખોલ્યો હતો.
દરવાજો ખોલતા જ બે શખ્સ ઘરમાં અંદર આવી મિત્ર નીતિન અને તેની