Sunday, November 12, 2023

Fishermen jailed in Pakistan released | દીવમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ મીની ક્રૂઝ ખુલ્લું મુકાયું, MPના ઈલેક્શનમાં વડોદરાના જવાનો ખડેપગે, ચોપડા પૂજનનું અનોખું આયોજન

12 મિનિટ પેહલા

  • કૉપી લિંક

દિવાળીના પાવન તહેવારે ચોપડા પૂજનનું અનોખું આયોજન
આજે દિવાળીનો મહાપર્વ છે. આજના દિવસે ચોપડા પૂજનની પરંપરા છે અને ઠેર ઠેર દિવાળી નિમિત્તે ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટના કાલાવડ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ચોપડા પૂજનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2500 કરતા વધુ વેપારીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચોપડાની સાથે લેપટોપ-ટેબ્લેટની પૂજા કરી હતી. હાલ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વેપારીઓ પોતાના હિસાબ લેપટોપ અને ટેબ્લેટમાં લખતા હોય છે. જેને લઈને મોટાભાગના ધંધાર્થીઓએ ચોપડા સાથે સાથે લેપટોપ અને ટેબ્લેટની પણ પૂજા કરી હતી. જેમાં સંતો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે વેપારીઓને સભા ગૃહમાં જ ચોપડા પૂજન કરાવવામાં આવ્યું હતું.

પાકિસ્તાનની જેલમાં બંધ 80 જેટલા માછીમારોને પાકિસ્તાને મુક્ત