
સુરતએક મિનિટ પેહલા
- કૉપી લિંક
- ઝઘડામાં થયેલા પાસાની અદાવત રાખી હુમલો કરાયો હતો
સુરત: લિંબાયત મીઠીખાડી પાસે બેઠી કોલોનીમાં રહેતો હબીબ રફીક સૈયદ ટેમ્પો ડ્રાઇવિંગ કરેે છે. ગતરોજ તે ઘર પાસે બેઠો હતો ત્યારે સુલતાન શેખે તેની પાસે આવી કહ્યું હતું કે તેરા ભાઇ કા ઝગડા હુઆ થા, ઉસમે મેરે કો પાસા હુઆ થા. ઉસમે મેરે વકીલ કા બહુત ખર્ચા હો ગયા હૈ, વો પૈસે મેરે કો ચાહીઍ?. હબીબે આ ખર્ચો તેના ભાઇ જાવેદે આપ્યો હોવાનું કહેતા જ સુલતાન ઉશ્કેરાયો હતો . સુલતાને ચપ્પુ કાઢીને હબીબને ડાબી આંખના ભાગે મારી દીધો હતો. સામે પક્ષે હબીબ અને તેના મિત્રોએ પણ સુલતાન અને તેના મિત્રોને ગાળો આપી માર માર્યો હતો. જાવીદે પણ સળીયો લઇને બન્ને પગે બે- ત્રણ ઘા મારી દીધા હતા. આ ઘટના અંગે લિંબાયત પોલીસે સામસામી ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.