વડોદરા3 કલાક પેહલા
- કૉપી લિંક

- મધ્યપ્રદેશમાં 17મીએ મતદાન થશે, જે માટે બંદોબસ્તમાં તહેનાત કરાશે
- શહેર-જિલ્લાના હોમગાર્ડ જવાનો અલીરાજપુર ખાતે ખડેપગે રહેશે
મધ્યપ્રદેશમાં 17મીએ વધુ એક તબક્કાનું મતદાન યોજાવાનું છે ત્યારે શહેર-જિલ્લાના 950 સહિત રાજ્યના 5 હજાર હોમગાર્ડ જવાનો મધ્યપ્રદેશ રવાના કરાયા છે. મધ્યપ્રદેશમાં વિવિધ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે શહેર-જિલ્લાના 950 હોમગાર્ડ જવાનોને અલીરાજપુરમાં બંદોબસ્ત માટે રવાના કરાયા છે. ચૂંટણી માટે એમપીની બોર્ડરો સીલ રહે તે માટે અલીરાજપુરમાં હોમગાર્ડ જવાનોને બંદોબસ્તમાં મૂકાશે.17મીએ ચૂંટણી છે અને તે પછી 18મી સુધી જવાનો બંદોબસ્તમાં રહેશે. શહેર પોલીસ હેડ ક્વાર્ટરના એસીપી અને શહેરના હોમગાર્ડ કમાન્ડન્ટ ઇન્ચાર્જ કમલેશ વસાવાએ કહ્યું કે, શહેરમાંથી 500 હોમગાર્ડ જવાનો અને 5 અધિકારીને મોકલાયા છે. જિલ્લાના 450 હોમગાર્ડ જવાનો અને 4 અધિકારી મોકલાયા છે.