
જૂનાગઢ38 મિનિટ પેહલા
- કૉપી લિંક
- વાતાવરણમાં ભેજનું પ્રમાણ 60 ટકા, પવનની ઝડપ 2.5
જૂનાગઢ શહેરમાં ધીમે- ધીમે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. જેમાં વહેલી સવારે ધુમ્મસ સાથે ગુલાબી ઠંડક રહી હતી. જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં ધીમે- ધીમે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે રવિવારે લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી સાથે વાતાવરણ ઠંડુગાર થયું હતું. ઉપરાંત સવારે મહત્તમ તાપમાન 25.3 નોંધાયું હતું.
ભેજનું પ્રમાણ 60 ટકા રહેતા વહેલી સવારે ધુમ્મસ છવાય હતી.