
જૂનાગઢ34 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડુંગરપુર ગામમાં તસ્કરોએ તરખાટ મચાવી દુકાનનું શટર તોડી રૂપિયા 45000ની તમાકુની ચોરી કરી ગયા હોવાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જુનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા અને ઘરની આગળ કરિયાણાની દુકાન ધરાવતા જતીનભાઈ ભરતભાઈ અઢિયાની દુકાનનું રાત્રિનાં સમયે શટર તોડી દુકાનમાંથી રૂપિયા 45000ની કિંમતના બાગબાન તમાકુના 18 બોક્ષ ચોરી ગયા હોવાની ફરિયાદ વેપારીએ નોંધાવતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.