- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- અમદાવાદ
- ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ પણ દિવાળી પહેલા રસ્તાના કામો પૂર્ણ થયા ન હતા, વિરોધ પક્ષે આક્ષેપ કર્યો હતો કે 40 ટકા રસ્તાના કામ બાકી છે.
અમદાવાદ2 મિનિટ પેહલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરમાં રોડ રસ્તાની પરિસ્થિતિને લઈ ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને ફટકાર લગાવવામાં આવે છે તેમ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગની કામગીરી ધીમી ચાલી રહી છે. ચોમાસા બાદ અને દિવાળી પહેલાના સમય દરમિયાન શહેરમાં 117 જેટલા રોડ બનાવવાના હતા. જેમાંથી 93 જેટલા રોડ બની ચૂક્યા છે. જ્યારે 13 જેટલા રોડની કામગીરી ચાલી રહી હોવાનો દાવો મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ અને બિલ્ડીંગ કમિટીના ભાજપના ચેરમેન મહાદેવ દેસાઈએ કર્યો છે. જ્યારે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, દિવાળી પહેલા 11 જેટલા રોડ બનાવવાના હતા. જેમાંથી 40 ટકા જેટલા હજી સુધી રોડ બન્યા નથી.
રોડ અને રસ્તાની કામગીરી ચાલી રહી છે રોડ એન્ડ બિલ્ડીંગ