Tuesday, January 3, 2023

સુલતાનપૂરી કાંઝાવાલા રોડ અકસ્માત કેસ, યુવતીની સાથે બીજી યુવતી પણ હતી, નવો ખુલાસો

Delhi SultanPuri Kanjhawala Case: દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન રવિવારે એક કાર સ્કૂટી પર સવાર એક મહિલાને ટક્કર માર્યા બાદ તેને ખેંચી જવાના કેસમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે યુવતીની મિત્ર પણ સ્કૂટી પર હાજર હતી. પોલીસે મૃતક સાથે સ્કૂટી પર સવાર અન્ય મહિલાની પણ ઓળખ કરી લીધી છે.

દિલ્હી પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, કાંઝાવાલા વિસ્તારમાં બનેલી ઘટનામાં યુવતીને કારમાં લગભગ 12 કિલોમીટર સુધી ઘસડીને લઈ જવામાં આવી હતી અને આ કેસમાં પીડિતાના પોસ્ટમોર્ટમ માટે મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે. કાંઝાવાલામાં એક કારે 20 વર્ષની યુવતીની સ્કૂટીને ટક્કર મારી અને યુવતીને સુલતાનપુરીથી કાંઝાવાલા તરફ ખેંચી ગઈ. રવિવારે અકસ્માતમાં યુવતીનું મોત થયું હતું. પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે.

મૃતક છોકરીના મિત્રને સામાન્ય ઈજાઓ થઈ હતી અને કથિત રીતે ડરના કારણે તે સ્થળ પરથી ભાગી ગઈ હતી, જ્યારે છોકરી કારની એક્સેલમાં ફસાઈ જતા તેનો એક પગ અથડાયા બાદ કારની સામે પડી ગઈ હતી એવુ એક અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, રવિવારે બહારી દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં સ્કૂટી પર સવાર એક 20 વર્ષીય મહિલાને કાર લગભગ 12 કિલોમીટર સુધી ખેંચી ગઈ હતી, જેના કારણે તેણીનું દર્દનાક મોત થઈ ગયું હતું.

અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વિશેષ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સાગર પ્રીત હુડ્ડાએ કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આ કેસમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ સામે નવી કલમો ઉમેરી શકાય છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પર મૃત્યુની રકમ નહીં, બેદરકારી અને ગુનાહિત કાવતરું દ્વારા મૃત્યુનું કારણ બને તે માટે દોષિત માનવહત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, તપાસ સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે તેઓએ અન્ય એક મહિલાનો સંપર્ક કર્યો છે, જે આ ઘટના વિશે મહત્વપૂર્ણ માહિતી આપી શકે છે. જો કે, તેણે તપાસની ગુપ્તતાને ટાંકીને તેની ઓળખ શેર કરી ન હતી. ઉપરાંત, પોલીસનો દાવો છે કે બાળકીની સાથે હાજર મહિલાએ પણ પુષ્ટિ કરી છે કે તે અકસ્માતનો કેસ હતો.

બીજી તરફ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ દીપેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે મેન્યુઅલ અને ઈલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે જાણવા મળ્યું હતું કે અકસ્માતની થોડી મિનિટો પહેલા પીડિતા સાથે અન્ય એક યુવતી પણ હતી. તેણે કહ્યું, ‘પોલીસે તેની ઓળખ કરી લીધી છે અને તપાસ અધિકારી આ સંબંધમાં તેની પૂછપરછ કરી રહ્યા છે.’

Published by:Mayur Solanki

First published:

Tags: Crime news, Delhi Crime, ક્રાઇમ

મોરબીમાં ટીચર્સ ટ્રેનીંગ યોજાઈ, 60 જેટલા મોડેલ શીખવવા માટે તાલીમ અપાઈ | Teachers training was held in Morbi, about 60 models were trained to teach

મોરબી34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિવૃત શિક્ષણ મળી રહે, વિદ્યાર્થીઓ પોતાની જાતે મોડેલ બનાવે, પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરેલ તેમજ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે બાળક સાંભળેલું ભૂલી જાય છે, જોયેલું થોડું થોડું યાદ રહે છે પણ જાતે કરેલું સમજાઈ જાય છે. એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી મોરબી તાલુકાની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા, કપોરીવાડી, વજેપરવાડી, લખધીરનગર,ઘુનડા(સ) નાની વાવડી કન્યા શાળા, ભરતનગર, ગોર ખોજડિયા, લીલાપર વગેરે શાળાઓના 2-2 શિક્ષકોને ગુજરાત ગેસ કંપની પરસ્કૃત ઝીલ એજ્યુકેશન દ્વારા ટર્નીગ પોઈન્ટ ટ્રેનિંગ પાંચ દિવસ સુધી આપવામાંનું ચાલુ છે.

જેમાં અભ્યાસક્રમમાં આવતા વિવિધ પ્રયોગો મોડેલ શિક્ષકોને બનાવતા શીખવવામાં આવે છે, સમજાવવામાં આવે છે. જેથી શિક્ષકો આ તાલીમ વર્ગખંડમાં પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી વિદ્યાર્થીઓ પણ આ મોડેલ બનાવે, વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એ નવી શિક્ષણનીતિની અને સાંપ્રત સમયની જરૂરિયાત અને માંગ છે. ત્યારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો.સીતારામ અને સંધ્યાબેન બંને તજજ્ઞો વિસ શિક્ષકોને જુદા જુદા 60 મોડેલ બનાવતા શીખવે છે. આ મોડેલ્સ બનાવવા માટેનું મટીરીયલ સાધન-સામગ્રીના પાંચ બોક્સ શાળા દીઠ અર્પણ કરવામાં આવશે.

ટ્રેનિંગ વર્ગમાં હાજર રહેવા માટે દિનેશ ગરચર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી દ્વારા ઝીલ એજ્યુકેશનને શાળા અને શિક્ષકોની યાદી આપી છે. તેમજ પરિપત્ર દ્વારા શાળાને જાણ કરવામાં આવી છે. તાલીમને સફળ બનાવવા તેમજ શિક્ષકો માટે રિફ્રેશમેન્ટ ભોજન માટેની વ્યવસ્થા, કીટ વિતરણ માટેની વ્યવસ્થા વગેરે માટે તુષાર બોપલીયા અને દિનેશ વડસોલા આચાર્ય માધાપરવાડી કુમાર અને કન્યા શાળા તેમજ એસ.એમ.સી.અધ્યક્ષ કાળુભાઈ વી.પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

brother killed sister lover in Ahmedabad

અમદાવાદઃ શહેરના ચાણક્યપુરી રેલવે ફાટક પાસેથી મળી આવેલ યુવકના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે, પ્રેમ સંબંધમાં યુવકને માર મારવા માટે સોપારી આપવામાં આવી હતી.

શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલ્વે ટ્રેક પર લોહીથી લથપથ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી. જોકે, તપાસ દરમિયાન જ્યાં મૃતદેહ મળી આવ્યો હતો. તેની નજીકમાં યુવકનું જેકેટ અને લોહીના નિશાનો મળી આવ્યા હતાં. જેથી પરિવારજનોએ આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. એવામાં પોલીસને એક સીસીટીવી ફુટેજ પણ હાથ લાગ્યા હતાં.

મૃતકની તસવીર

જેમાં ત્રણ યુવાનો મૃતક રાજેન્દ્ર નવલને ચાણક્યપુરી સેક્ટર 3 ફેશન કીંગ નામની દુકાન પાસે માર મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આ ત્રણેય યુવાનોની પૂછપરછ કરતાં સમગ્ર  હત્યાનો મામલો મામલો બહાર આવ્યો  હોવાનું ઝોન 1 ડીસીપી લવિના સિન્હાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: જાણો બે દિવસ કેવું હવામાન રહેવાની છે આગાહી

જે હત્યાના ગુનામાં સોલા પોલીસે સીસીટીવી ફુટેજ આધારે વિજય ભરવાડ, અનમોલ યાદવ અને પ્રવિણ પુરબીયા નામના આરોપીની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે, પ્રેમ સંબંધમાં આ ત્રણેય આરોપીઓને મૃતક રાજેન્દ્ર નવલને માર મારવાની સોપારી આપવામાં આવી હતી. જેના બદલામાં તેઓને રૂપિયા 50 હજાર મળવાના હતાં. જેથી તેઓએ રાજેન્દ્રને ચાણક્યપુરી ખાતે માર માર્યો હતો. બાદમાં તેને સાયન્સ સિટિથી હેબતપુર તરફ જતાં બ્રિજ પાસે લઇ ગયાં હતાં. જ્યાં તેને માર મારતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતાં આરોપીઓએ મૃતદેહ રેલ્વે ટ્રેક પણ ફેંકીને ફરાર થઇ ગયાં હતાં. જોકે, સીસીટીવી ફુટેજે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકને જે યુવતી સાથે પ્રેમસંબંધ હતો તેના ભાઇએ આ સોપારી આપી હતી. આરોપીઓએ રાજેન્દ્રને માર મારવાનો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછ શરૂ કરીને આ સિવાય આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે, યુવતીના ભાઇનો સંપર્ક આરોપીઓ સાથે કોણે કરાવ્યો હતો અને હકીકતમાં કોઇ રૂપિયાની લેવડ દેવડ થઇ છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Kaushal Pancholi

First published:

Tags: અમદાવાદ, ક્રાઇમ સમાચાર, ગુજરાત

સ્મીમેરમાં જન્મતા 100 બાળકે 31 કુપોષિત, ચાર ટકા નવજાતનાં મોત, જનની યોજના પાછળ કરોડોનો ખર્ચ થવા છતાં સ્થિતિ વિકટ | 31 malnourished out of 100 children born in Smeer, 4 percent of newborn deaths, despite spending crores on Jan Yojana, the situation is dire.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 31 Malnourished Out Of 100 Children Born In Smeer, 4 Percent Of Newborn Deaths, Despite Spending Crores On Jan Yojana, The Situation Is Dire.

સુરત31 મિનિટ પહેલાલેખક: મોઇન શેખ

  • કૉપી લિંક
  • 1 ઓક્ટોબર, 2021થી 30 સપ્ટેમ્બર, 2022 વચ્ચે 7,236માંથી 2,284 બાળક કુપોષિત જન્મ્યાંસગર્ભા મહિલાઓને દર મહિને ચણા, તુવેર દાળ સિંગતેલ, ગોળ, મગ વગેરે આપવામાં આવે છે

સગર્ભા બહેનો માટે સરકારની જનની યોજના પર કરોડોનો ખર્ચ થવા છતાં સ્મીમેરમાં કુપોષિત બાળકોનો રેશિયો 31.56 ટકા છે. 1 ઓક્ટોબર, 2021થી 30 સપ્ટેમ્બર, 2022 વચ્ચે અહીં જન્મેલા 7,236 પૈકી 2,284 બાળકો કુપોષત હતા. ચોંકાવનારી બાબત તો એ છે કે 4 ટકા નવજાત મૃત્યુ પામ્યા હતા.

સગર્ભા બીજા કે ત્રીજા મહિને તપાસ માટે આવે ત્યારે પોષણક્ષમ આહાર માટે ચાર્ટ બનાવી મહિને 2 કિલો ગોળ, 2 કિલો મગ અને 2 કિલો ચણા અપાય છે. તબક્કાવાર 5 હજારની સહાય ઉપરાંત જનની સુરક્ષા યોજના અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ દર મહિને નજીકની આંગણવાડી પરથી 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લિટર સિંગતેલ પણ મળે છે. આ વર્ષે સરકારે 811 કરોડની અને 5 વર્ષ માટે 4 હજાર કરોડના ખર્ચની જોગવાઇ છે. સગર્ભાને પોષણક્ષમ બનાવવા સરકારના અથાગ પ્રયાસો વચ્ચે પણ સુરતમાં સ્થિતિ વિપરિત છે.

જન જાગૃતિમાં નિષ્ફળતા : સરકાર સગર્ભાઓના પોષણ માટે વર્ષે 800 કરોડથી વધુની જોગવાઈ કરે છે
કુપોષણથી રક્ષણ માટે શું કરવું?
– સગર્ભા બહેનોએ પુરતો પોષણક્ષમ આહાર, ઊંઘ લઈ દિવસમાં પણ આરામ કરવો
– નાની ઉંમરમાં પ્રેગનન્સી ન રાખવી
– બે ડિલિવરી વચ્ચે 3થી 5 વર્ષનો ગેપ જરૂરી
– ઇન્કમ-એજ્યુકેશન વધશે તો કુપોષણ ઘટશે.

જન્મ લેતા જ 165ના, ટૂંકી સારવાર બાદ 128નાં મૃત્યુ : સ્મીમેરના 1 વર્ષના આંકડા પ્રમાણે 165 બાળકો જન્મ લેતાં જ મૃત્યુ પામ્યા, 128 બાળકોના ટૂંકી સારવાર બાદ મોત.

કસૂવાવડ કરવી પડે તો કુપોષિત જ જન્મે છે
હૃદય રોગ-બ્લડ પ્રેશરમાં ખાનગી હોસ્પિટલો ડિલિવરીની ના પાડે તો કેસ સ્મીમેરમાં આવે છે. માતાનો જીવ બચાવવા પ્રિ-મેચ્યોર ડિલિવરી કરવી પડે છે, જેથી બાળક કુપોષિત જન્મે છે. લો બર્થ વેટના આંકડામાં નવજાત કુપોષિત જ છે તેવું કહેવું મુશ્કેલ છે. જોકે અઢી કિલોથી ઓછાં વજનના શીશુને કુપોષિત કહેવાય છે. > ડો. અશ્વિન વછાણી, HOD OG, સ્મીમેર હોસ્પિટલ

સ્મીમેરના કિચનમાં વાંદા અને જીવાત
પાલિકાની હોસ્પિટલ સમિતિના સભ્ય રચના હીરપરા અને કોર્પોરેટર મહેશ અણઘણે સ્મીમેરમાં કિચનની મુલાકાત લીધી તો કેટલી વાનગીમાં જીવાત હતી. શાકભાજી પર વાંદા હતા.

અન્ય સમાચારો પણ છે…

ગુજરાતમાં પવન સાથે ઠંડીનું જોર વધ્યું, જાણો બે દિવસ કેવું હવામાન રહેવાની છે આગાહી

Gujarat Weather update: સોમવારનાં તાપમાનની વાત કરીએ તો, નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન હતુ. આ સાથે આઠ શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

ગુજરાતમાં ક્યાં તૈયાર થઈ રહ્યું છે ઓલિમ્પિક 'વિલેજ'? ગેનીબેને તો કોંગ્રેસના નેતાઓની જ ઝાટકણી કાઢી, અમદાવાદમાં ઓનર કિલિંગ! | Where is the Olympic 'Village' being prepared in Gujarat? Ganiben attacked the leaders of the Congress, honor killing in Ahmedabad!

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Where Is The Olympic ‘Village’ Being Prepared In Gujarat? Ganiben Attacked The Leaders Of The Congress, Honor Killing In Ahmedabad!

40 મિનિટ પહેલા

ગેનીબેન ઠાકોરે કૉંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કાંકરેજ બેઠક પર કૉંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની જીત થયા બાદ આજે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાવના કૉંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી કૉંગ્રેસના નેતાઓની હાજરીમાં જ કેટલીક કડવી લાગે તેવી વાતો કરી હતી. કૉંગ્રેસના કાર્યક્રમમાં ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કર્યા હતા અને નામ લીધા વિના કૉંગ્રેસમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહેલાઓને આડેહાથ લીધા હતા.

અમદાવાદમાં યોજાશે ઓલિમ્પિક રમતો!
ભારત 2036માં ઓલિમ્પિકની યજમાની માટે બિડ કરશે અને ગુજરાતનું અમદાવાદ તેના વિશ્વ કક્ષાના રમતગમતના માળખાને કારણે યજમાન શહેર બનશે. જેને લઇને અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઓલિમ્પિક સર્કિટ બનશે. સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ઓલિમ્પિક સ્લોટ 2032 સુધી બુક છે, પરંતુ તે 2036થી બિડિંગ માટે ખુલ્લા મુકાશે. તેથી સરકાર આગામી ઉપલબ્ધ સ્લોટ માટે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની બિડને સમર્થન આપશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તાજેતરની ચૂંટણીઓ માટેના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં 2036માં રાજ્યમાં ઓલિમ્પિકનું આયોજન કરવાની ઝૂંબેશનું પણ વચન અપાયું હતું. ત્યારે ગુજરાત સરકારે “ઓલિમ્પિક વિલેજ”ની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકાર “સ્ટેચ્યુ ઑફ યુનિટી” ખાતે દસથી પંદર ઓલિમ્પિક રમત યોજવાનું વિચારી રહી છે. ઉપરાંત 2036 પહેલાં અમદાવાદથી સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે બુલેટ ટ્રેનથી સડસડાટ પહોંચી જવાય તેવી યોજના પણ તૈયાર થઈ રહી છે.

31 માર્ચ પહેલા ટાર્ગેટ પૂરો કરવા સૂચના
સરકારી શાળામાં ભણતાં બાળકો માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરે છે. સરકારે સ્કુલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. આ તમામ યોજનાનો હેતુ એ છે કે, બાળકોને સરકારી શાળામાં યોગ્ય સુવિધા સાથે સારું શિક્ષણ પ્રાપ્ત થઈ શકે. ગુજરાતમાં નવી સરકારે શાસનની શરૂઆત કરવાની સાથે જ આગામી 100 દિવસના લક્ષ્યાંક પણ નક્કી કરી તેને સાર્થક કરવા માટે આયોજન ઘડી નાખ્યા છે. ક્લાયમેટ ચેન્જ વિભાગ દ્વારા આ અંતર્ગત કેટલાંક મુદ્દાઓ નક્કી કર્યા છે જેમાં મહત્વનો મુદ્દો સરકારી શાળામાં એલઈડી લાઈટને અજવાળે વિદ્યાર્થીઓને ભણાવવાનો મુદ્દા પર વધારે ફોકસ કરવા જણાવાયું છે.

જૈનબંધુઓમાં રોષ ભભૂક્યો
રાજ્યના જૈનબંધુઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. સમોવારે રાજકોટ અને વડોદરામાં શેત્રુંજય મહાતીર્થને બચાવવા માટે જૈન સમાજની મહારેલીનું યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા અને મંદિરમાં તોડફોડ મુદ્દે રેલીમાં રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પાલિતાણામાં પર્વત પર ગેરકાયદે ખનન અટકાવવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.

જનેતાએ જ દીકરીની હત્યા કરી
પેટલાદની પરિણીતાએ બે મહિના પહેલાં જ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે જન્મ બાદ દીકરી સતત બીમાર રહેતી હતી. તેની નડિયાદ અને વડોદરા સારવાર કરાવી હતી. બાળકીને કોઈ ફરક ન પડતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલાં 1,200 બેડમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન પિતાએ સવારે ઊઠીને જોયું તો વોર્ડ નંબર 3માં તેમની બે માસની દીકરી ન હતી. જેથી તેમણે હોસ્પિટલના CCTVની તપાસ કરાવતાં તેની પત્નીએ જ બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇ હત્યા કર્યાનું સામે આવ્યું હતું. આ મામલે પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દબાણની બબાલ, LIVE દ્રશ્યો
વડોદરામાં મહાનગરપાલિકાની જગ્યા ઉપર ગેરકાયદે દબાણ કરી વિકાસનાં કામોમાં અવરોધરૂપ દબાણો દૂર કરવા માટે સોમવારે મેયર અને સ્થાયી સમિતિના ચેરમેને મોરચો સંભાળ્યો હતો. મેયરે સ્થળ પર હાજર રહીને વડોદરાના વાઘોડિયા રોડ ઉપર કલાદર્શન ચાર રસ્તા પાસે ગેરકાયદે બનાવી દેવામાં આવેલું વૈભવી મકાન દૂર કરાવ્યું હતું. તો સ્થાયી સમિતિના ચેરમેને વારસિયા વિસ્તારમાં આવેલા તળાવના વિકાસમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસેનાં દબાણ દૂર કરવાની કામગીરી સમયે મકાન માલિક અને તંત્ર વચ્ચે ઘર્ષણ થયું હતું. પરિવારે મીડિયા સાથે પણ ઉદ્ધાતાઇભર્યું વર્તન કર્યું હતું.

પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા
ગુજરાતની બહાર અનેક ઓનર કિલિંગના મામલા સામે આવતા હોય છે. આવોજ એક મામલો અમદાવાદ શહેરમાં સામે આવે છે. જેમાં 31 ડિસેમ્બરની રાતે એક યુવકને કેટલાક યુવકોએ ભેગામળીને ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV વીડિયો સામે આવતા પોલીસે તપાસ હાથ ધરતા એક પછી એક રાજ ખુંલવા માંડ્યા હતા. જેમાં યુવતીના પિતરાઈ ભાઈને તેના પ્રેમ પ્રકરણની જાણ થતા પ્રેમીને સબક શીખવાડવા માર મારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 50 હજારમાં પ્રેમી યુવકને માર મારવાની સોપારી આપવામાં આવી હતી. જેમાં યુવકને એટલો માર મારવામાં આવ્યો કે તે મોતને ઘાટ ઉતરી ગયો. આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી બે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

ગુજરાત કેબિનેટના 16 મંત્રીઓના અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂંક

Gandhinagar news: સંસદીય બાબતોના સચિવ તરીકે સીજે ગોઠી અને કેએમ લાલાની કરાર આધારિત નિમણૂકમાં એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે.

'તમારા બધા ધંધા બંધ કરી દો, પૂછ્યા વગર ગામમાં ગાડી આવી તો પાછી નહીં નિકળે', ચૈતરે વીજ અધિકારીનો વારો કાઢ્યો | 'Close all your businesses, if a car comes to the village without asking, it will not come back', Chaitar took the turn of the electricity official.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • ‘Close All Your Businesses, If A Car Comes To The Village Without Asking, It Will Not Come Back’, Chaitar Took The Turn Of The Electricity Official.

39 મિનિટ પહેલા

નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક્શન મોડમાં જોવા મળ્યા. પોતાના મત વિસ્તારમાં વીજળીની સમસ્યા મુદ્દે ચૈતર વસાવા વીજ કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં સેંકડો લોકોની હાજરીમાં ધારાસભ્યનો ‘પાવર’ બતાવ્યો હતો. ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તાર માટે મળતી ગ્રાન્ટથી લઈને વીજ કર્મચારીઓની કામ અંગે ઢીલી નીતિ મુદ્દે સવાલો કર્યા હતા. તેમણે ધમકીના સ્વરમાં કહ્યું, ‘વિજિલન્સવાળા ગામમાં પાંચથી છ વાગ્યે ચેકિંગ માટે ઘૂસે છે. જો પૂછ્યા વગર ગામમાં ઘૂસ્યા તો ગાડી પાછી નહીં નિકળવા દઈએ. તમારી પાસે ચેકિંગ માટે ગાડીઓ છે, સ્ટાફ છે. પરંતુ વીજ કનેક્શન આપવાની વાત આવે તો કહો છો સ્ટાફ જ નથી’. માત્ર 20 ફૂટ સર્વિસ વાયર માટે ધક્કા ખાતા એક વૃદ્ધની સમસ્યા સાંભળીને પણ ચૈતર વસાવા રોષે ભરાયા હતા. આજની DB REELSમાં જુઓ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો ફિલ્મ નાયક જેવો અંદાજ.

અન્ય સમાચારો પણ છે…

દુર્ગમ પહાડી અને હાઇવે આજુબાજુ વૃક્ષોનાં 100 કરોડથી વધુ બીજ નાખનારા મહેસાણાના 2 યુવાનોનું નામ વર્લ્ડ રેકોર્ડસમાં | 2 Mehsana youths named in world records for planting more than 100 crore tree seeds across inaccessible hills and highways

મહેસાણા31 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વિક્રમ પરમાર અને રાહુલ સોલંકીનું નામ બ્રાવો આં.રા. બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં

વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. જંગલોનો નાશ થવાથી વરસાદનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. વનસ્પતિ અને તેના પર નભતાં પ્રાણીઓ, પક્ષીઓ લુપ્ત થવાના આરે આવીને ઊભા છે. આવી પર્યાવરણીય આફતથી પ્રાણી, વનસ્પતિ તથા પક્ષીઓને બચાવવાનો વિચાર સ્ફૂરતાં મહેસાણાના રાહુલ સોલંકી અને વિક્રમ પરમાર નામના બે યુવાનોની જોડીએ પર્યાવરણ બચાવ અભિયાન અંતર્ગત “હરિયાળું મહેસાણા હરિયાળું ગુજરાત’ બીજનું વિકિરણ (વૃક્ષના બીજ નાખવા)નું શરૂ કર્યું અને વર્ષ 2022માં ચોમાસાના 4 મહિનામાં જ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં 100 કરોડથી વધુ વૃક્ષના બીજ નાખતાં બ્રાવો ઈન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, શારજાહ, યુએઈ દ્વારા “Asian Sub-Continental Edition 2023”માં સમાવેશ કરી બંનેને એવોર્ડથી સન્માનિત કરાયા છે.

મહેસાણામાં વિસનગર લીંક રોડ પર જશોદાનગરમાં રહેતા ઊંઝાની નવાપુર પ્રા.શાળાના શિક્ષક વિક્રમ લક્ષ્મણભાઈ પરમાર અને સોમનાથ રોડ ગજાનંદ ટેનામેન્ટમાં રહેતા કલેક્ટર કચેરીના ક્લાર્ક રાહુલ હરગોવિંદભાઈ સોલંકી સ્વખર્ચે રજાના દિવસોમાં બીજ વિકિરણની પ્રવૃત્તિ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, વૃક્ષારોપણ વિશે વિચારતા હતા પણ મગજમાં એક નવો વિચાર આવ્યો કે જો શક્ય બને તો અલગ અલગ વનસ્પતિના અને ત્યાંના વાતાવરણને અનુકૂળ આવે તેવાં બીજ કેમ ના નાખીએ? બહોળા પ્રમાણમાં બીજ નાખીએ તો વધુ પ્રમાણમાં બીજ ઊગી નીકળવાની શક્યતા વધી જાય. જેથી ભવિષ્યમાં વધુ સંખ્યામાં વૃક્ષો ઊગે. આથી દુર્ગમ, પહાડી તથા હાઇવે અને જ્યાં વૃક્ષો જોવા નથી મળતાં ત્યાં વૃક્ષો ઉગી નીકળે તેવા હેતુથી લીમડો, દેશી બાવળ, ઊમરો, વડ, પીંપળ, બહેડો, જાંબુ, હિના મહેંદી, કણજી, કરંજ, ગુંદા વગેરે વનસ્પતિના બીજ નાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

2 સંતાનની માતા સાથે પ્રેમી લગ્ન ન કરતાં આત્મહત્યા કરવા પ્રેરાઈ, સમજૂતી બાદ હવે એક વર્ષ સુધી રાહ જોશે | Lover with mother of 2 pushed to commit suicide by not marrying, will now wait for a year after agreement

પાટણ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પત્ની-પતિ વચ્ચે કોર્ટમાં કેસ ચાલુ હોય છૂટાછેડા બાદ લગ્ન કરવા તૈયાર થતાં મહિલા માની
  • મહિલા પાટણ આવી 181 અભયમની મદદ માગતા ટીમે સ્થળ પર પહોંચી સમાધાન કરાવ્યું

અમદાવાદની બે સંતાન ની માતા ત્રણ મહિના પહેલા જ પાટણના યુવક સાથે પ્રેમમાં પડતા લગ્ન માટે અધીરી બની પાટણ આવી પહોંચતા મહિલાના છૂટા છેડા થયેલા ના હોય પ્રેમી લગ્ન માટે તૈયાર ના થતા લાંબા સમયથી ચાલતાં ઝગડાથી કંટાળી મહિલા આત્મહત્યા કરવા પ્રેરાઇ રહી હોય મદદ માટે 181 અભયમનો સંપર્ક કરતા તાત્કાલિક ટીમ સ્થળ ઉપર પહોંચી મહિલા અને યુવક બંનેને મળી અંતે પ્રેમી એક વર્ષમાં છૂટાછેડા થયા બાદ તેની સાથે લગ્ન કરવા માટે સંમત થતાં મહિલા માની પરત ઘરે ગઈ હતી.

અમદાવાદમાં રહેતી બે સંતાનોની માતાને પતિ સાથે પણ મનમેળ ના હોય છૂટાછેડા માટે કોર્ટમાં કેસ ચાલી છે. આ સમય દરમિયાન ત્રણ માસ પૂર્વે એક સંબંધીના લગ્નમાં પાટણના યુવક સાથે મુલાકાત થતા બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો. થોડા સમયથી મહિલા પ્રેમીને લગ્ન કરવા માટે દબાણ કરતા બંને વચ્ચે ઝઘડાઓ શરૂ મહિલા અને પ્રેમી યુવક બંને એકબીજાને આત્મહત્યા કરવા માટેની ધમકીઓ આપતા અંતે મહિલા કંટાળી લગ્ન માટે પ્રેમીને મળવા પાટણ આવી પહોંચી હતી. પ્રેમી લગ્ન માટે તૈયાર ના થતા આત્મહત્યાના વિચાર તરફ પ્રેરાઈ રહી આ પગલું ના ભરાય માટે 181 અભયમ પાટણની ટીમને સંપર્ક કરતા ટીમ તાત્કાલિક મહિલા પાસે પહોંચી ગઈ હતી. ટીમે મહિલા તેમજ પ્રેમી યુવકને બોલાવી બંને સાથે કાઉન્સિલિંગ કરી અંતે પ્રેમીને લગ્ન કરવા માટે એક વર્ષ બાદ રાજી થતા મહિલા માનીને પરત ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ હતી.

181 અભયમના સૂત્રોએ જણાવ્યુ હતુ કે મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થયા ના હોય પ્રેમી લગ્ન કરવા માંગતો ન હતો. પરંતુ મહિલાની ધમકીઓથી ગભરાઈ તે પણ હવે આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગ્યો હતો.જેથી બંને પગલું ભરે એના પહેલા 181 ને જાણ થઈ જતા અમે સ્થળ ઉપર પહોંચી બંનેને સુખી જીવન જીવવા માટે સમજાવ્યા હતા.મહિલાને પતિ સાથે છૂટાછેડા લીધા બાદ જ લગ્ન કરવા માટે સમજાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

ફાયનાન્સ કંપનીઓમાં નાની-નાની રકમની લોન લેનાર લોકોના જામીન થનારની આર્થિક આબરૂ લૂંટાઈ ગઈ ! | The financial security of people who took loans of small amounts in finance companies was robbed!

જૂનાગઢ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કેટલાક જામીનદારો અને લોનધારકોએ સી-બિલમાંથી નામ કઢાવવા માટે લોન ભરપાઈ કરી દીધી

છેલ્લા બે દિવસથી દિવ્ય ભાસ્કર દ્વારા ફાઈનાન્સ કંપનીઓ દ્વારા થતી ઉઘાડી લૂંટ ઉપર ફરિયાદીની ફરિયાદને વાચા આપવામાં આવી રહી છે. આ સમાચાર વાંચ્યા પછી એક પછી એક અનેક અલગ-અલગ ફાઈનાન્સ કંપનીઓ તથા બેંકોની ક્ષતિ બહાર આવી રહી છે અને વાચકો પોતાની વ્યથા દિવ્યભાસ્કર સમક્ષ ઠાલવી રહ્યા છે.આવા કેટલાક કિસ્સા માસ ફાઈનાન્સનાં બહાર આવેલ છે અને અનેક લોકોનાં નામ માસ ફાઈનાન્સ દ્વારા સિબિલમાં ચડાવી દેતા, તેમાંથી નામ કઢાવવા માટે અનેક લોકોએ માસ ફાઈનાન્સમાં લોન ભરેલ હતી.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ તમામ ફાઈનાન્સ કંપનીઓ અને બેંકોએ ડેટા દર માસે ક્રેડિટ કંપનીઓને મોકલવાનો હોય છે. આ ક્રેડિટ કંપનીઓ બધી પ્રાઇવેટ કંપનીઓ છે, જેમાં દેશમાં ક્રેડિટ રેટિંગનું કામ કરતી કંપનીઓમાં CIBIL, Experian, Equifax અને CRIFનો સમાવેશ થાય છે.

આ બધામાં CIBIL સૌથી વધુ વિખ્યાત કંપની છે. CIBILના રેટિંગની રેન્જ 300થી 900 સુધીની છે. CIBILના માપદંડ મુજબ, 800થી વધારેનો સ્કોર ધરાવતા લોકોને સારો લાભ મળે છે.જ્યારે કોઈ ફાઇનાન્સ કંપનીમાંથી માણસ લોન લે , અને જો તેમાં ફાઇનાન્સ કંપની કે બેન્ક સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ સર્જાય અને લોન ભરપાઈ કરવામાં વિલંબ કરે તો ફાઇનાન્સ કંપની કે બેંક દ્વારા લોન નહીં ભરનાર વ્યક્તિનો તમામ ડેટા ક્રેડિટ રેટિંગ કંપનીને મોકલે છે.

પરિણામે રિઝર્વ બેંકના નિયમ મુજબ જો કોઈ વ્યક્તિને લોન માટે અરજી કરે તો બેન્ક કે ફાઈનાન્સમાંથી લોનમાં ડિફોલ્ટ કરેલો હોય તો અન્ય કોઈપણ બેન્કે ફાઈનાન્સ કંપનીમાં લોન મળી શકે નહીં. અને માસ ફાઈનાન્સ દ્વારા આવા અનેક લોકોનાં સિબિલમાં નામ નાખી અને તેનો લાભ લઇ અને માસ ફાઇનાન્સ જેવી કંપનીઓ દ્વારા અનેક લોકોને ડિફોલ્ટર જાહેર કરે છે.

જેમાં સુધી ફાઇનાન્સ કંપની કે ડિફોલ્ટરનું નામ તેમના લેણદાર તરીકે કાઢે ત્યાં સુધી ક્રેડિટ કંપની પાસે આવા કોઈ નામ કાઢવાની જોગવાઈ નહિ હોવાથી આવી કંપનીનો ભોગ બનનાર અન્ય કોઈ કોઈપણ જગ્યાએ લોન લઈ શકતા નથી અને તેમને નાછુટકે આવી માસ ફાઇનાન્સ જેવી કંપનીઓ સાથે સમાધાન કરવું પડે છે. કેટલાક કિસ્સામાં માસ ફાઈનાન્સ લોન લેનારો દ્વારા જામીનનાં નામ પણ સિબિલ માં નાખવામાં આવેલ હતા અને જામીન પાસેથી પણ રકમ વસુલ કરેલ હોય તેવા પણ કિસ્સા બહાર આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

અમદાવાદમાં પિતરાઈ ભાઈએ બહેનના પ્રેમીને મારવા સોપારી આપી, ઢોર માર મારતા યુવકનું મોત | Cousin gives betel nut to kill sister's lover in Ahmedabad, youth dies while beating cattle

અમદાવાદ17 મિનિટ પહેલા

ગુજરાતની બહાર અનેક ઓનર કિલિંગના મામલા સામે આવતા હોય છે. આવોજ એક મામલો અમદાવાદ શહેરમાં સામે આવે છે. જેમાં 31 ડિસેમ્બરની રાતે એક યુવકને કેટલાક યુવકોએ ભેગામળીને ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV વીડિયો સામે આવતા પોલીસે તપાસ હાથ ધરતા એક પછી એક રાજ ખુંલવા માંડ્યા હતા. જેમાં યુવતીના પિતરાઈ ભાઈને તેના પ્રેમ પ્રકરણની જાણ થતા પ્રેમીને સબક શીખવાડવા માર મારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 50 હજારમાં પ્રેમી યુવકને માર મારવાની સોપારી આપવામાં આવી હતી. જેમાં યુવકને એટલો માર મારવામાં આવ્યો કે તે મોતને ઘાટ ઉતરી ગયો. આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

મૃતકની ફાઈલ તસવીર

મૃતકની ફાઈલ તસવીર

ત્રણ શખ્સોએ યુવકને ઢોરમાર માર્યો
ચાણક્યપુરીમાં રહેતા પ્રકાશભાઈનો નાનો ભાઈ રાજેન્દ્ર નવલ પંદરેક દિવસ પહેલા તેના વતનથી અમદાવાદ આવ્યો હતો. રવિવારે સાયન્સ સીટીથી હેબતપુર રોડ તરફ જતા બ્રિજ પાસે જઈ તપાસ કરતા રેલ્વે પાટાથી નજીક પથ્થર પાસે રાજેન્દ્રનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે, અજાણ્યા ત્રણ શખ્સોએ રાજેન્દ્રને મારમારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે અંગેના 1.52 મિનિટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં વિજય ઉર્ફે બંટી ભરવાડ, અનમોલ યાદવ અને પ્રવિણ ઉર્ફે અક્કલ પુરબીયા માર મારી રહ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતદેહ મળી આવેલી જગ્યા

મૃતદેહ મળી આવેલી જગ્યા

પૂછપરછમાં પ્રેમ પ્રકરણનો ઘટસ્ફોટ
આ મામલે મૃતકના મોટા ભાઈ પ્રકાશે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું હતું કે, પ્રેમ પ્રકરણમાં વિજય ભરવાડને માર મારવાની સોપારી આપવામાં આવી હતી. જેમાં યુવકને વધુ માર માર્યો હોવાથી તેનુ મોત નીપજ્યું હતું.

યુવકને માર મારતા CCTV

યુવકને માર મારતા CCTV

પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
મારામારીના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ આ સોપારી ખાલી માર મારવા માટેની હતી, પરંતુ વધુ પડતો યુવકને માર મારતા તેનું મોત નીપજ્યું હતું. જે બાદ સમગ્ર મામલો હત્યામાં ફેરવાઈ ગયો છે. જેથી પોલીસે તમામની સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીની ધરપકડ કરાઈ

આરોપીની ધરપકડ કરાઈ

સીસીટીવી ફૂટેજમાં શું દેખાય છે?
1.52 મિનિટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાઈક પર એક યુવકને લાવવામાં આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ તેને પકડી રાખે છે. જ્યારે અન્ય યુવક તેને લાકડીથી ફટકારી રહ્યો છે. આ ઘટનાક્રમ સીસીટીવીમાં રેકોર્ડ થયો છે. લાકડીથી યુવકને બરહેમીથી ફટકારવામાં આવ્યો હતો.

નવા વર્ષની શરૂઆતે લાશ મળતા પોલીસ દોડતી થઈ
1 જાન્યુઆરીની સવારે સોલા પોલીસને જાણ થઈ હતી કે, થલતેજ વિસ્તારમાં હેબતપુર ફાટક પાસે રેલવે ટ્રેક નજીક પેલી ઝાડીઓમાં એક યુવકની લાશ મળી છે. જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતકનું નામ રાજેન્દ્ર કાનારમ નવલ (ઉં.વ.25 ) છે. ચાણકયપુરી વિસ્તારમાં ડમરુ સર્કલ સેક્ટર 3 વિસ્તારમાં રહે છે. મૃતક યુવક છોટા હાથી ચલાવતો હતો.

અન્ય સમાચારો પણ છે…

Monday, January 2, 2023

અમદાવાદના સોલામાં થયેલી હત્યા મામલે મોટો ખુલાસો, સીસીટીવી ફૂટેજે ભેદ ઉકેલ્યો

અમદાવાદઃ શહેરના સોલા વિસ્તારમાં રેલવે ફાટક પાસેથી મળી આવેલા યુવકના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે, ‘પ્રેમ સંબંધમાં યુવકને માર મારવા માટે સોપારી આપવામાં આવી હતી.’

પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી

શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલ્વે ટ્રેક પરથી મળી આવેલી લોહીથી લથબથ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી. જો કે, તપાસ દરમિયાન જ્યાં મૃતદેહ મળી આવ્યો હતો. તેની નજીકમાં યુવકનું જેકેટ અને લોહીના નિશાનો મળી આવ્યા હતાં. જેથી પરિવારજનોએ આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. એવામાં પોલીસને એક સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા હતાં. જેમાં ત્રણ યુવાનો મૃતક રાજેન્દ્ર નવલને ચાણક્યપુરી સેક્ટર 3 ફેશન કિંગ નામની દુકાન પાસે માર મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આ ત્રણેય યુવાનોની પૂછપરછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.આ પણ વાંચોઃ રાજકોટમાં ભાજપના આગેવાનને ધમકી આપનારની ધરપકડ

સીસીટીવી ફૂટેજે ભેદ ઉકેલ્યો

પોલીસે વિજય ભરવાડ, અનમોલ યાદવ અને પ્રવીણ પુરબીયા નામના આરોપીની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે, પ્રેમ સંબંધમાં આ ત્રણેય આરોપીઓને મૃતક રાજેન્દ્ર નવલને માર મારવાની સોપારી આપવામાં આવી હતી. જેના બદલામાં તેઓને રૂપિયા 50 હજાર મળવાના હતાં. જેથી તેમણે રાજેન્દ્રને ચાણક્યપુરી ખાતે માર માર્યો હતો. બાદમાં તેને સાયન્સ સિટીથી હેબતપુર તરફ જતાં બ્રિજ પાસે લઇ ગયાં હતાં. ત્યાં તેને માર મારતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતાં આરોપીઓએ મૃતદેહ રેલ્વે ટ્રેક પર ફેંકીને ફરાર થઇ ગયાં હતાં. જો કે, સીસીટીવી ફૂટેજે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

પ્રેમિકાના ભાઈએ જ સોપારી આપી હતી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકને જે યુવતી સાથે પ્રેમસંબંધ હતો તેના ભાઇએ આ સોપારી આપી હતી અને આરોપીઓએ રાજેન્દ્રને માર મારવાનો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછ શરૂ કરીને આ સિવાય ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે. યુવતીના ભાઇનો સંપર્ક આરોપીઓ સાથે કોણે કરાવ્યો હતો. તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad Murder, Ahmedabad Murder news, Ahmedabad news