ઉત્તરાખંડઃ જોશીમઠમાં આવેલ 603 ઘરોમાં પડી તિરાડો, અનેક ઘર ઘરાશાઈ થવાની તૈયારીમાં
Sunday, January 8, 2023
પોલીસે ત્રણ વ્યાજખોરોની કરી ધરપકડ
વ્યાજખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
આ બાબતે જણાવવામાં આવે તો પ્રથમ કેસમાં ખંભાળિયાના અશોક કછાટિયા નામના વ્યક્તિને ધંધાર્થે પૈસાની જરૂર પડતાં તેમના દ્વારા ખંભાળિયા વિસ્તારના વિનાયક સોસાયટીમાં રહેતા હમીર જોધા ચાવડા તેમજ તેમના પુત્ર અર્જુન હમીર ચાવડા પાસેથી 2008ની સાલમાં રૂપિયા 7,50,000 રૂપિયા લીધેલ હોય તે રકમના બદલામાં આ કામના આરોપી હમીર જોધા ચાવડા તેમજ અર્જુન હમીર ચાવડાએ ફરિયાદી અશોક કછટીયાને જાનથી મારી નાખવાની ધમકી આપી દબાવી રૂપિયા 7,50,000 મૂળ રકમના બદલામાં કટકે કટકે એક કરોડ ₹ 1,15,25,000 જેટલી મતદાર રકમ વસૂલી તેમ છતાં પણ આ વ્યાજખોરોનો આંતક ઓછો થયેલ ના હતો.આ પણ વાંચો: લંપટ શિક્ષકે 13 વર્ષની સગીરા સાથે કર્યા શારીરિક અડપલા
વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ
ઉલ્લેખનીય છે કે, આ કામના ફરિયાદીયાના બોકસાઈટ પ્લાન્ટમાં પોતાનો હિસ્સો લખાવી લીધેલ ત્યારબાદ પણ આ વ્યાજખોર હમીર જોધા અને અર્જુન હમીર બનેએ આ કામના ફરિયાદી અશોક કછટીયાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમના ખાતાના 11 ચેક જેમાં કોઈપણ જાતની રકમ લખ્યા વગર સહી કરાવી લીધા હતા. ત્યારબાદ અન્ય બે ચેકોમાં પાંચ પાંચ લાખ રૂપિયાની રકમ લખાવી સહી કરાવીને લઈ લીધા હતા. અને ધમકીઓ પણ આપી હતી. આખરે અશોક કછટીયાએ દ્વારકા જિલ્લા પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવતા ખંભાળિયાના પીઆઈ ડી.બી. ઝાલાએ ખૂબ જ સુંદર કામગીરી કરી ગણતરી કલાકમાં જ આ વ્યાજખોર બંને બાપ દીકરાને પકડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.
આ પણ વાંચો: ડીઝલના ભાવ વધતા માછીમારો બોટ વેચવા માટે મજબુર
પોલીસે આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલ્યા
આ સાથે સાથે આવી જ અન્ય બીજી ઘટનાની વાત જણાવીએ તો બીજી ઘટનામાં ખંભાળિયાની મહિલા નામે રેશમાં સુંભનીયા પોતાની પાસે કોઈ પણ જાતનું વ્યાજના ધીરવાનું કોઈ લાયસન્સ ન હોય તેમ છતાં પણ ગરીબ વ્યક્તિને 1,75,000 મોટા વ્યાજે આપી તેમની પાસેથી અલગ અલગ રીતે 1,20,000 વસૂલ્યા બાદ તેમની માલિકીનું મકાન ધમકી આપી બળજબરીથી પોતાના નામે કરાવી લીધું હતું. ગરીબ માણસને રોડ ઉપર ભટકવા મજબૂર કરતા સમગ્ર મામલો ખંભાળિયા પોલીસ સ્ટેશનના પી.આઇ.ઝાલા પાસે પહોંચતા પીઆઇ ડી.બી. ઝાલાની ટીમ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી આરોપી પઠાણી વ્યાજ ઉઘરાવનાર મહિલા રેશ્માબેન સલેમામાદ સુંભાનીયાની અટક કરી જેલમાં ધકેલી દેવામાં આવી હતી.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Crime news, ગુજરાત
Tapi: તાપીમાં અગમ્ય કારણોસર યુવકે ટ્રેન નીચે પડતું મૂકી કરી આત્મહત્યા
તાપી: વ્યારાના કણઝા ફાટક નજીક યુવાને માલગાડી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો છે. વ્યારાના માલીવાડ વિસ્તારમાં રહેતા યુવકે માલગાડી ટ્રેન નીચે આવી જઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકનું નામ ફિરોઝ મન્સૂરી હોવાનું બહાર આવ્યું છે. અગમ્ય કારણસર આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
ધોળકા ખાતે ડમ્પર રિવર્સ લેતા સમયે સર્જાયો અકસ્માત
અમદાવાદના ધોળકા ખાતે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ધોળકાના કરિયાણા ગામે ડમ્પરે રિવર્સ લેતા તેની નીચે બાઇક અડફેટે આવી ગઈ હતી. જે બાદ બાઈક પર સવાર ૩ લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં પિતા-પુત્ર અને પુત્રીના એક સાથે મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
સુરતમાં 16 જેટલા વ્યાજખોરની ધરપકડ
સુરત: શહેર પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી અને હવે આ મોડલ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી તમામ સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોકદરબારનું આયોજન કરશે અને તેમાં લોકોની સમસ્યા સાંભળી હલ કરશે. તેમજ ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે.
સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી
સુરત પોલીસ કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે કેટલાક વ્યાજખોરો ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરે છે અને લોકોને પરેશાન કરે છે. કેટલાક કિસ્સાઓમાં લોકો આવા વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરવા સુધીનું પગલું ભરી લે છે આવી અનેક ફરિયાદો બાદ સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી હતી અને પોલીસની આ કામગીરીની પ્રસંશા થઇ હતી અને સુરત પોલીસનું આ મોડલ હવે ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે. અને હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે. સુરતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવતી કાલથી આગામી એક સપ્તાહ સુધી ગુજરાતભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે અને લોકોની ફરિયાદ સાંભળી વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે.
આણંદમાં ખેતરમાં કામ કરતા યુવક પર વીજ તાર પડતા માથું થયું ધડથી અલગ
ખંભાતના લુણેજ ગામેના સીમ વિસ્તારમાં વીજળીનો હેવી તાર યુવક પર પડતા યુવકનું માથું ધડથી અલગ થઈ ગયું છે. જીઈબીની ચાલુ લાઈનનો તાર પડતા યુવકનું મોત થયું છે. ખેતરમાંથી પસાર થતી ચાલુ લાઇનનો કેબલ યુવકના ગળાના ભાગે પડતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય સહિત ઘણા આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ સમયસર તંત્ર ના પહોંચી શકતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મોડેથી ઘટના સ્થળે આવવા પર જીઈબીના અધિકારીનો ધારાસભ્યએ ઉધડો લીધો હતો.
IND vs SL T20: ભારત-શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન મેદાનમાં ઘુસી આવેલા યુવક સામે કાર્યવાહી, પોલીસે કરી અટકાયત
IND vs SL T20: રાજકોટમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી20 મેચમાં સૂર્ય કુમારની વિસ્ફોટક બેટિંગની મદદથી ભારતે મેચ જીતી લીધી હતી. તો બીજી તરફ આ મેચમાં એક યુવક ગ્રાઉન્ડમાં ઘૂસી આવ્યો હતો. જેને લઈને થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. આ યુવકને બહાર કાઢવા બાઉન્સરોની મદદ લેવાઈ હતી. હવે આ ઘટના બાદ યુવક વિરૃદ્ધ પડધરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
પોલીસે અબ્બાસ સંધી નામના યુવક વિરૃદ્ધ ગુનો નોંધી અટકાયત કરી છે. ગ્રાઉન્ડમાં સિક્યોરિટી સુપરવાઈઝરે ફરિયાદ નોંધાવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. ભારત મેચ જીત્યા બાદ ઉત્સાહમાં આવીને એક યુવક ગ્રાઉન્ડમાં આવીને ભારતીય ખેલાડીઓ સુધી પહોંચી ગયો હતો. જે બાદ સિક્યોરિટી સ્ટાફ દ્વારા યુવકને બહાર કઢાયો હતો. મેચ દરમિયાન યુવક ઘુસી જતા સુરક્ષાને લઈને પણ ઘણા લોકોએ સવાલો ઉઠાવ્યા હતા.
સૂર્યકુમાર યાદવે બાબર આઝમ અને કેએલ રાહુલને પાછળ છોડ્યા
રાજકોટમાં શ્રીલંકા સામે રમાઇ રહેલી ત્રીજી ટી-20 મેચમાં સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામેની T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. એક વર્ષની અંદર તેણે ભારત માટે ત્રીજી વખત ટી-20 ક્રિકેટમાં સદી ફટકારી અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવની આ ત્રીજી સદી હતી. આ ઇનિંગ સાથે તેણે ભારતના કેએલ રાહુલ અને પાકિસ્તાનના બાબર આઝમ સહિત ઘણા બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. આ બંને બેટ્સમેનોએ આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં બે સદી ફટકારી છે. જ્યારે સૂર્યકુમાર યાદવે આ સિદ્ધિ ત્રણ વખત મેળવી છે.
Suryakumar Yadav’s moment 🌟
(via @BCCI) | #INDvSL pic.twitter.com/s4DX8uUGKB
— ESPNcricinfo (@ESPNcricinfo) January 7, 2023
હવે માત્ર ભારતીય કેપ્ટન રોહિત શર્મા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારવામાં સૂર્યકુમારથી આગળ છે. રોહિતે ભારત માટે T20માં ચાર સદી ફટકારી છે અને આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે.
સૂર્યકુમાર મેક્સવેલ અને મુનરોની ક્લબમાં જોડાયો
T20 ક્રિકેટમાં પોતાની ત્રીજી સદી સાથે સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ અને ન્યૂઝીલેન્ડના કોલિન મુનરોની બરોબરી કરી લીધી છે. આ બંને બેટ્સમેનોએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં ત્રણ સદી પણ ફટકારી છે. ભારતે શ્રીલંકાને જીતવા માટે 229 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ઇનિંગ્સના આકર્ષણનું કેન્દ્ર સૂર્યકુમાર યાદવ હતો, જેણે 51 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન સૂર્યકુમારે 9 સિક્સ સાત ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર શુભમન ગિલે પણ 36 બોલમાં 46 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠીએ 35 રન ફટકાર્યા હતા. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.
ઓડિશાની આ માસ્ટર માઈન્ડ મહિલાની કરતુત જાણીને તમે ચોંકી જશો, આ રીતે લોકોને ઠગતી હતી
Master Mind Woman: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઓડિશાની એક 26 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. આરોપીની તપાસમાં અનેક માહિતી સામે આવી છે. આ મહિલાએ પોતાની ગેંગ બનાવીને એક કોલ સેન્ટર ખોલેલ છે, જેમાં તે gulf oil and minerals નામની કંપની ચલાવતી હોવાનુ કહીને મુંબઈથી વાત કરતી હોવાનુ કહીને લોકો સાથે છેતરપિંડી કરતી હોવાનુ સામે આવ્યું છે.
Bharat Jodo Yatra : Rahul Gandhi Targets BJP Govt Over Farmers Issues Unemployment Loan Waiver
Rahul Gandhi Bharat Jodo Yatra : હરિયાણામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ફરી એકવાર આગળ વધી રહી છે. દરમિયાન રાહુલ ગાંધીએ દેશમાં પ્રવર્તમાન મોંઘવારી, ખેડૂતોના દેવા અને MSPને લઈને મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશમાં ખેડૂતોની આવક બમણી નથી થઈ પણ ઘટી છે. ખેડૂતોને MSP દોઢ ગણી નથી મળી પરંતુ તેમને મોંઘવારી જ મળી છે.
રાહુલ ગાંધી આજે કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંતર્ગત હરિયાણા પહોંચ્યા હતાં. અહીંથી તેમણે ખેડૂતોને ધ્યાનમાં રાખીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોનમાફીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, દેશમાં લોનમાફી ખેડૂતોને નહીં માત્ર અબજોપતિઓને આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાને કાળા કાયદા અને નિકાસ નીતિનો હથિયાર તરીકે ઉપયોગ કરીને ખેડૂતો પર ચારેકોરથી આક્રમણ કર્યું. હું કહેવા માંગુ છું કે, ખેડૂતોને પાછળ છોડીને ભારત આગળ વધી જ ના શકે.
આજે ભારત એક બની રહ્યું છે – રાહુલ ગાંધી
News Reels
આ પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનું મહત્વ જણાવ્યું હતું. તેમણે કહ્યું, “આજે કરોડો ભારતીયો નફરતના બજારમાં પ્રેમની દુકાનો ખોલી રહ્યા છે. ભારત એક બની રહ્યું છે.”
ભારત જોડો યાત્રા આજે કુરુક્ષેત્રથી આગળ વધી
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ભારત જોડો યાત્રા કરનાલમાં હતી, જે હવે કુરુક્ષેત્ર થઈને પંજાબ તરફ આગળ વધી રહી છે. જ્યારે રાહુલ ગાંધી સમર્થકો સાથે કરનાલના જીટી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણ કિલોમીટર લાંબો જામ સર્જાયો હતો. તે દરમિયાન પણ રાહુલ ગાંધી આગળ વધતા રહ્યા હતાં. બોક્સર વિજેન્દર સિંહ જ્યારે ભારત જોડો યાત્રામાં જોડાયા ત્યારે કરનાલમાં રાહુલ ગાંધી સાથે કૂચ કરતા જોવા મળ્યા હતા. જ્યારે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા બોક્સર વિજેન્દર સિંહ સાથે રાહુલ ગાંધીની તસવીર જાહેર કરી. સાથે તેમણે લખ્યું હતું કે, “નફરત સામે એક મુક્કો.”
‘યાત્રા મોંઘવારી, બેરોજગારી, વધતી નફરત વિરુદ્ધ છે’
રાહુલ ગાંધીના સમર્થનમાં ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આબિદ મીર મેગામીએ કહ્યું હતું કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રા ખેડૂતોની ઓછી આવક, મોંઘવારી, બેરોજગારી અને વધતી નફરત વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકારમાં વ્યવસ્થા ઘણી કથળી ગઈ છે.
દાદરાનગર હવેલીમાં 'લાયન સફારી'ની શરુઆત, દ. ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોને મળશે લાભ
દાદરાનગર હવેલીમાં ‘લાયન સફારી’ની શરુઆત, દ. ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોને મળશે લાભ
ANAND: આણંદમાં ખેતરમાં કામ કરતા યુવક પર વીજ તાર પડતા માથું થયું ધડથી અલગ
આણંદ: ખંભાતના લુણેજ ગામેના સીમ વિસ્તારમાં વીજળીનો હેવી તાર યુવક પર પડતા યુવકનું માથું ધડથી અલગ થઈ ગયું છે. જીઈબીની ચાલુ લાઈનનો તાર પડતા યુવકનું મોત થયું છે. ખેતરમાંથી પસાર થતી ચાલુ લાઇનનો કેબલ યુવકના ગળાના ભાગે પડતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય સહિત ઘણા આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ સમયસર તંત્ર ના પહોંચી શકતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મોડેથી ઘટના સ્થળે આવવા પર જીઈબીના અધિકારીનો ધારાસભ્યએ ઉધડો લીધો હતો.
પાલીતાણા મંદિર વિવાદ
આજે અખાડાના સાધુ સંતો અને જૈન આચાર્ય વચ્ચે પાલીતાણાની તળેટી ખાતે મંદિર વિવાદને લઈ મહત્વની મીટીંગ યોજાઇ હતી. બે કલાકથી જેટલો સમય આ બેઠક ચાલી હતી. જે બાદ આસ્થાના સૌથી મોટા કેન્દ્ર પર સાધુ સંતો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી નીલકંઠ મહાદેવના મંદિર પર વિધિવત રીતે પૂજા અર્ચના શરૂ કરી દેવામાં આવશે. આ સાથે જ સનાતનની સાધુ સંતો દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરનો સંપૂર્ણ વહીવટ કલેકટર દ્વારા કરવામાં આવે અને ત્યાં પૂજારી પણ મૂકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. જૈન આચાર્યો અને સાધુ સંતો દ્વારા મંદિર વિવાદને લઈ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સુખદ અંત લાવવા માટે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે. જૈન સમાજ તરફથી ભાઈ મહારાજ, અને નિત્યાનંદસુરી મહારાજ, ઉદયકિર્તી મહારાજ સહિત જૈન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો બીજી તરફ હિન્દૂ સમાજના પણ મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર રહ્યા હતા.
બેઠકમાં હાજર હિન્દૂ સમાજના સંતો
૧. મહા મંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિહરાનંદ ભરતી બાપુ, ભારતી આશ્રમ, જૂનાગઢ
૨. થાનાપતી મહંત શ્રી મહાદેવ ગિરિ બાપુ અવધુત આશ્રમ જૂનાગઢ
૩. થાણાપતિ મહંત શ્રી બુદ્ધ ગિરિ બાપુ, જૂનાગઢ
૪. મહંત શ્રીકનૈયા ગિરિ બાપુ ધારેશ્વર, મહાદેવ આશ્રમ
૫. મહંત શ્રી અમૃતગિરિ બાપુ
૬. થાનાપતિ મહંત શ્રી લહેરગીરી બાપુ ગૌધામ ગુરુદત્તાત્રેય આશ્રમ, કોટિયા
૭. મહંત શ્રી ભારદ્વાર ગિરિ બાપુ સિદ્ધગણેશ આશ્રમ, મોટા ખૂટવડા
૮. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી રમજુ બાપુ અંબિકા આશ્રમ, સાંગાણા
૯. થાનાપતિ મહંત શ્રી વિક્રમ ગિરિ બાપુ, ઘેલા સોમનાથ
૧૦. મહંત શ્રી ધરમદાસજી બાપુ રણજીત હનુમાન આશ્રમ
૧૧. મહંત શ્રી શિવચેતનગીરી બાપુ યોગાશ્રમ ગૌશાળા, મહુવા
૧૨. મહંત શ્રી ભક્તિ ગિરીજી માતાજી સંસ્યાસ આશ્રમ દામનગર
૧૩. પરમહંસ સ્વામી શરણાનંદ બાપુ શાન્તિ નિકેતન આશ્રમ નાની રજાસ્થળી
૧૪. પી.પી સ્વામી સ્વામીનારાયણ મંદિર, ગઢડા.
૧૫. પુ.હિંમતબાપુ ગોંડલીયા.
૧૬.પુ.ગોવતમ બાપુ ગોંડલીયા.
Bhavnagar: પાલીતાણા મંદિર વિવાદને લઈ જૈન આચાર્ય અને સાધુ સંતોએ કરેલી બેઠકમાં લેવાયા આ નિર્ણય
Bhavnagar: પાલીતાણા મંદિર વિવાદને લઈ જૈન આચાર્ય અને સાધુ સંતોએ કરેલી બેઠકમાં લેવાયા આ નિર્ણય
વિશ્વ આંજણા ચૌધરી સમાજનું મહા સંમેલન
જાહેર મંચ પરથી શંકર ચૌધરનું મોટુ નિવદેન
ચૌધરી સમાજના મહા સંમેલનમાં વિધાનસભા અધ્યક્ષ અને રાજકિય રીતે ચૌધરી સમાજનું મોટું નામ એવા શંકર ચૌધરી પણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જાહેર મંચ પરથી શંકર ચૌધરીએ મોટુ નિવદેન આપી પોતાના વિરોધીઓને જાહેરમાં ચેતવણી પણ આપી હતી. અને સાથે સાથે સમાજની માફી પણ માંગી હતી. શંકરભાઇ ચૌધરીના નિવેદન પરથી રાજકિય ગરમાવો આવી ગયો છે.આ પણ વાંચો: લંપટ શિક્ષકે 13 વર્ષની સગીરા સાથે કર્યા શારીરિક અડપલા
જાહેર મંચ પરથી સમાજની માફી માંગી
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, ‘આજે સમાજની અહીં હાજર છે. સૌ કોઇ મને જીતાડવા પ્રાર્થના કરી છે તેમજ મદદ કરી છે, સૌ કોઇ સમાજના લોકોનો હું આભાર માની રહ્યો છું. તમામ ચૌધરી સમાજનો એક એક વ્યક્તિ કહેતો હતો કે મારો શંકર ચૌધરી ચૂંટણી જીતવો જોઇએ. આજે જાહેરમાં મહેસાણા જનતાને માફી માંગવી છે. કારણ કે, વિધાનસભા ચૂંટણીમાં મહેસાણાથી કોઇ આવ્યું હતું. પૈસા લઇને મને હરાવવા માટે, પણ મહેસાણા વાળાઓને પૈસા સાથે મારા યુવાન કાર્યકર્તાઓ પુરી દીધા હતા. તે ઘટના યાદ કરી શંકરૃ ચૌધરીએ પોતાના વિરોધીઓ પર વરસ્યા હતા. સૌ કોઇ મહેસાણા વાળાઓની હું માફી માંગું છું. અમારા લોકો માનતા હતા કે શંકર જીતે એટલે યુવાઓએ આ પગલું લીધી હતું. કોઇ બહારથી આવે અને દુર પ્રચાર કરતા હતા.’
આ પણ વાંચો: ખંભાળિયામાં વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ
માણસાના સોલૈયા ખાતે આ મહા સંમેલન યોજાયું
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે, ‘હવે સમાજ એક થયો છે. તો વળી હવે જય અર્બુદા કહી ભાગલા ના પાડતા, ભાગલા પડ્યા તેથી જ દિયોદર અને ધાનેરામાં આપણી હાર થઈ છે, હવે એવું હવે ના કરતા.’ આ કહી શંકરભાઇ સમાજને પણ કટાક્ષમાં ટોણો માર્યો હતો. ગાંધીનગરના માણસાના તાલુકાના સોલૈયા ખાતે આ મહા સંમેલન યોજાયું હતું , જેમાં ચૌધરી સમાજના તમામ આગેવાનો હાજર જોવા મળ્યા હતા.
તમારા શહેરમાંથી (ગાંધીનગર)
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gandhinagar News, Shankar Chaudhary, Vipul chaudhary, ગુજરાત
The Body Of A Two-and-a-half-year-old Girl Was Found In Rajkot
Rajkot News: રાજકોટમાં અઢી વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ બાળકીના માતાપિતા ઉત્તરપ્રદેશના રહેવાસી છે. કોઠારીયા સોલવન્ટ નજીક બાવળની ઝાડીમાંથી લાશ મળી આવી હતી. તો બીજી તરફ બાળકીના પિતા પણ રહસ્યમય રીતે ગૂમ થતા અનેક સવાલો ઉભા થયા હતા. પોલીસ બાળકીના મૃતદેહને લઈ સિવિલ પહોંચી હતી.
ધોળકા ખાતે ડમ્પર રિવર્સ લેતા સમયે સર્જાયો અકસ્માત
અમદાવાદના ધોળકા ખાતે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ધોળકાના કરિયાણા ગામે ડમ્પરે રિવર્સ લેતા તેની નીચે બાઇક અડફેટે આવી ગઈ હતી. જે બાદ બાઈક પર સવાર ૩ લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં પિતા-પુત્ર અને પુત્રીના એક સાથે મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
સુરતમાં 16 જેટલા વ્યાજખોરની ધરપકડ
સુરત: શહેર પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી અને હવે આ મોડલ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી તમામ સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોકદરબારનું આયોજન કરશે અને તેમાં લોકોની સમસ્યા સાંભળી હલ કરશે. તેમજ ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે.
સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી
News Reels
સુરત પોલીસ કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે કેટલાક વ્યાજખોરો ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરે છે અને લોકોને પરેશાન કરે છે. કેટલાક કિસ્સાઓમાં લોકો આવા વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરવા સુધીનું પગલું ભરી લે છે આવી અનેક ફરિયાદો બાદ સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી હતી અને પોલીસની આ કામગીરીની પ્રસંશા થઇ હતી અને સુરત પોલીસનું આ મોડલ હવે ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે. અને હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે. સુરતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવતી કાલથી આગામી એક સપ્તાહ સુધી ગુજરાતભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે અને લોકોની ફરિયાદ સાંભળી વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે.
પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા
ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના આદેશ બાદ સુરત પોલીસ એકશન મોડમાં આવી છે. ક્રાઇમબ્રાન્ચ પોલીસે સુરત શહેરમાંથી 16 જેટલા વ્યાજખોરની ધરપકડ કરી છે. આ તમામ વ્યાજખોરો લોકોને ઊંચા અને ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપતા હતા. રૂપિયા આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીએ રાજ્યમાં વ્યાજખોર વિરુદ્ધ ખાસ ડ્રાઈવ ચલાવવાની વાત કરી હતી તે બાદ આ એક્શન લેવામાં આવ્યા છે.
Porbandar: રાષ્ટ્રીય કક્ષાની 2 દિવસીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ, 916 સ્પર્ધકોએ લીધો ભાગ
Porbandar: રાષ્ટ્રીય કક્ષાની 2 દિવસીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ, 916 સ્પર્ધકોએ લીધો ભાગ
Ahmedabad: ફ્લાવર શો જોવા લોકો ઉમટ્યા, રિવરફ્રન્ટ પર વાહનો લઈ જવા પર પ્રતિબંધ
Ahmedabad: ફ્લાવર શો જોવા લોકો ઉમટ્યા, રિવરફ્રન્ટ પર વાહનો લઈ જવા પર પ્રતિબંધ