Monday, January 9, 2023

Ahmedabad Hit And Run: One Died And Three Injured In Jivraj Park

Ahmedabad News: અમદાવાદમાં પણ હિટ એન્ડ રનની ઘટના બની છે. શહેરના જીવરાજ પાર્ક પાસે આજે સવારે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. બાઈક ચાલકને ટક્કર મારી કાર ચલાક ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં કતારગામમાં હિટ એન્ડ રન

સુરત કતારગામ ગજેરા સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી.  મોડીરાત્રે પુરપાટ ઝડપે દોડી રહેલી બાઈકે મહિલા ને અડફેટે લીધી હતી. મહિલાને  ગંભીર ઇજા પહોંચતા 108ની ટીમ દ્વારા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

live reels News Reels

દાહોદમાં ફોર વ્હીલ ચાલકે રાહદારીને ઉડાવ્યો, પરિવારજનોમાં શોકનો માહોલ

દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ફોર વ્હીલ ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહદારીનું મોત થયું છે. ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. દેવગઢ બારીયા પીપલોદ રોડ ખાતે આ ઘટના બની હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે દાહોદ ઝાયડ્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. રાહદારીના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાટણમાં હિટ એન્ડ રનમાં દંપત્તિનું મોત

પાટણના સિધ્ધપુર હાઇવે પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં પતિ,પત્નીના મોત થયા છે. ગાડી ચાલકે પગપાળા જઈ રહેલા દંપત્તિને અડફેટે લીધા હતા. પાટણના સિદ્ધપુર હાઇવે પર આવેલી રત્નદીપ સોસાયટી પાસે ઘટના બની હતી. ગાડીની ટક્કરથી પતિ પત્નીના ઘટના સ્થળે મોત થયા હતા. સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

લીંબડી-રાજકોટ હાઇવે પર લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત, ચાર લોકો ઘાયલ

સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. લીંબડી રેલવે બ્રીજ નજીક ખાનગી લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ દ્વારકાથી અમદાવાદ જતી હતી. ખાનગી બસમાં 56 પેસેન્જર હતા. તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. નાની મોટી સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.  પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad: મણિનગરથી ખોખરાને જોડતો બ્રિજને ચાર મહિનાથી બંધ, ત્રણ સપ્તાહમાં શરૂ કરવાના દાવા પોકળ

Ahmedabad: મણિનગરથી ખોખરાને જોડતો બ્રિજને ચાર મહિનાથી બંધ, ત્રણ સપ્તાહમાં શરૂ કરવાના દાવા પોકળ 

Hit & Run: દાહોદમાં ફોર વ્હીલ ચાલકે રાહદારીને ઉડાવ્યો, પરિવારજનોમાં શોકનો માહોલ

Dahod News: દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ફોર વ્હીલ ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહદારીનું મોત થયું છે. ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. દેવગઢ બારીયા પીપલોદ રોડ ખાતે આ ઘટના બની હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે દાહોદ ઝાયડ્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. રાહદારીના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં પણ હીટ એન્ડ રન

સુરત કતારગામ ગજેરા સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી.  મોડીરાત્રે પુરપાટ ઝડપે દોડી રહેલી બાઈકે મહિલા ને અડફેટે લીધી હતી. મહિલાને  ગંભીર ઇજા પહોંચતા 108ની ટીમ દ્વારા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાટણમાં હીટ એન્ડ રનમાં દંપત્તિનું મોત

પાટણના સિધ્ધપુર હાઇવે પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં પતિ,પત્નીના મોત થયા છે.
ગાડી ચાલકે પગપાળા જઈ રહેલા દંપત્તિને અડફેટે લીધા હતા. પાટણના સિદ્ધપુર હાઇવે પર આવેલી રત્નદીપ સોસાયટી પાસે ઘટના બની હતી. ગાડીની ટક્કરથી પતિ પત્નીના ઘટના સ્થળે મોત થયા હતા. સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

લીંબડી-રાજકોટ હાઇવે પર લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત

સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. લીંબડી રેલવે બ્રીજ નજીક ખાનગી લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ દ્વારકાથી અમદાવાદ જતી હતી. ખાનગી બસમાં 56 પેસેન્જર હતા. તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. નાની મોટી સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.  પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

10 જાન્યુઆરીથી ઠંડી અને ધુમ્મસમાં રાહતની સંભાવના

હવામાનશાસ્ત્રી ડૉ.આર.કે.જેનમણીએ કહ્યું કે અમે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જ્યારે રાજસ્થાન-બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે. આ રાજ્યોમાં ખૂબ જ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. રાહતની વાત એ છે કે, 10 જાન્યુઆરીથી શીત લહેર રહેશે નહીં. બીજી તરફ હવામાન શાસ્ત્રીએ કહ્યું કે, 10 જાન્યુઆરીની રાતથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના હોવાથી ગાઢ ધુમ્મસ, શીત લહેરમાંથી લોકોને સંપૂર્ણ રાહત મળશે.

કેમ શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે, શું-શું ધ્યાન રાખવું જોઇએ? જાણો, ડોક્ટર પાસેથી

અમદાવાદ: ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાની સીધી અસરના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે. જોકે, હાડ થીજાવતી ઠંડી હાર્ટ એટેકનું કારણ પણ બનતી હોય છે. ખાસ કરીને શિયાળામાં હાર્ટ એટેકના કિસ્સામાં અંદાજે 20થી 30 ટકાનો વધારો થતો હોય છે ત્યારે એવા તે કયા કારણો છે જેના કારણે હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ જાય છે. આવામાં શું ધ્યાન રાખવું જોઈએ તે જાણવું પણ જરુરી છે.

શિયાળામાં હાર્ટ એટેકની ઘટનાઓમાં 20થી 30 ટકા જેટલો વધારો થાય છે

આમ તો હ્રદય રોગના હુમલાઓની ઘટનામાં છેલ્લા કેટલાક સમયથી વધારો થયો છે. તેના માટે બદલાતી જતી લાઈફ સ્ટાઈલ તો જવાબદાર છે જ.  જોકે, વાત કરવામાં આવે શિયાળાની ઋતુની તો છેલ્લા 10થી 15 વર્ષમાં નિષ્ણાતોને અભ્યાસ દરમિયાન મળેલી જાણકારી અનુસાર શિયાળામાં હાર્ટ એટેકની ઘટનાઓમાં 20થી 30 ટકા જેટલો વધારો થાય છે. એટલું જ નહીં, શિયાળામાં પ્રદુષણનું પ્રમાણ પણ વધી જતું હોય છે, જેના કારણે પણ હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે.

આ પણ વાંચો: પરપુરુષ સાથે કઢંગી હાલતમાં ઝડપાઇ હતી પત્ની; એક વર્ષ બાદ મિસ્ટ્રી ઉકેલાઇ

કેમ શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધુ?

આ અંગે એપોલો હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડો. શરદ જૈન જણાવે છે કે, શિયાળામાં 20થી 30 ટકા કેસ વધતા હોય છે. જેનું મુખ્ય કારણ વિન્ટરમાં ટેમ્પરેચર નીચે જાય છે. શિયાળામાં તાપમાન 25થી નીચે જાય તેવા સંજોગોમાં બોડીને ગરમ રાખવા માટેનો મેટા બોલીક રેટ વધી જતો હોય છે. જેથી મહેનત વધારે કરવી પડે હાર્ટને વધારે લોહી પંપ કરવું પડે. જે નોર્મલ રીતે હાર્ટ એક મિનિટમાં પમ્પ કરતું હોય તેના કરતા ડબલ મહેનત કરવી પડે છે. હાર્ટને વધુ લોહી પંપ કરવું પડે એટલે વધુ લોહી સરક્યુલેશન જોઈએ. હાર્ટની નશો જેને આર્ટરીઝ કહેવામાં આવે છે તે ઠંડીના હિસાબે હાથ અને પગની નશો સંકોચાઈ જાય છે. એટલે પાતળી થઈ જાય છે. નોર્મલ માણસમાં તો એ ચાલે પરંતુ જે લોકોને પ્રોબ્લેમ છે જે લોકોને ઓલરેડી થોડો બ્લોકેજ છે. તેમની નશો વધારે સંકોચાય ત્યારે લોહી સરક્યુલેશન હજુ ઓછુ થાય છે. તેના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે.

શું-શું ધ્યાન રાખવું જોઇએ?

પોલ્યુશન પણ વિન્ટરમાં વધી જાય છે. શિયાળામાં હવામાના ડસ્ટ પાર્ટીકલ જમીનથી નજીક આવી જાય છે. એરપોલ્યુશન પણ એક ઈન્ફલેમેશન જેવું કામ કરે જેના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે. પોલ્યુશનના કારણે 10 ટકા  શક્યતા હોય છે. વિન્ટરમાં હેલ્ધી ફુડ લેવાનું કહેવાય છે. જેથી ઘીના લાડુ વધુ ખાતા હોય તેના કારણે કોલેસ્ટ્રોલ વધે પરંતુ મહેનત ના થાય. વોકીંગ ઓછું થાય અને હેલ્ધી ફુડમાં નામે લોકો ખાસુ ઘી ખાઈ લેતા હોય છે. બોડીમાં અમુક હાર્મોરલ ચેન્જીસ પણ અર્લી મોર્નિંગમાં વધારે હોય છે. તેના કારણે હાર્ટ એટેકની શક્યતા વધી જતી હોય છે. હાર્ટ એટેક ટાળવા ગરમ કપડા પહેરવા, ફેશ અને મોઢુ ઢાંકીને રાખવું. ફુડમાં લીલા શાકભાજી, ગ્રીન વેજીટેબલ, જંક ફુડ એવોઈડ કરવા જોઈએ.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Gujarat News, Gujarat winter, Heart attack

Stock Market Today 09 January, 2023: Great Start To Stock Market On First Day Of Week Itself, Sensex Up 246 Points, Nifty Crosses 17,950

Stock Market Today: ગયા અઠવાડિયે વૈશ્વિક બજારમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજાર પર ઘણું દબાણ હતું અને સ્થાનિક રોકાણકારોએ પણ ભારે વેચવાલી કરી હતી, જેના કારણે બજાર બે મહિનાની નીચી સપાટીએ ગયું હતું અને સેન્સેક્સ 60 હજારની નીચે આવી ગયો હતો. પરંતુ, આ સપ્તાહની શરૂઆત બજારમાં તેજ ઉછાળા સાથે થઈ શકે છે અને સોમવારે પ્રથમ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ફરી 60 હજાર આસપાસ ખુલી શકે છે.

આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 59900.37ની સામે 246.70 પોઈન્ટ વધીને 60147.07 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારના 17859.45ની સામે 93.10 પોઈન્ટ વધીને 17952.55 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે શુક્રવારના 42188.8ની સામે 216.05 પોઈન્ટ વધીને 42404.85 પર ખુલ્યો હતો.

  માર્કેટ કેપ (કરોડ રૂપિયામાં)
ગઈકાલની બંધ રકમ 27984325
આજની રકમ 28178553
તફાવત 194228
ઈન્ડેક્સનું નામ છેલ્લો ભાવ ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર (%) ફેરફાર
India VIX 15.17 15.38 14.53 0.01 0.145
NIFTY Midcap 100 31,646.00 31,670.85 31,616.75 0.72% 225.8
NIFTY Smallcap 100 9,733.70 9,739.50 9,717.35 0.008 77.65
NIfty smallcap 50 4,358.20 4,363.40 4,352.15 0.72% 31.25
Nifty 100 18,111.00 18,119.80 18,098.00 0.0054 97.05
Nifty 200 9,492.40 9,496.35 9,486.95 0.0056 53.05
Nifty 50 17,952.75 17,963.20 17,936.15 0.52% 93.3
Nifty 50 USD 7,480.52 7,480.52 7,480.52 0.00% 0
Nifty 50 Value 20 9,075.70 9,079.35 9,059.75 0.82% 73.8
Nifty 500 15,360.05 15,365.25 15,353.35 0.58% 88.05
Nifty Midcap 150 11,929.30 11,940.00 11,922.65 0.0066 78.7
Nifty Midcap 50 8,812.55 8,820.35 8,807.30 0.0069 60.25
Nifty Next 50 42,078.65 42,129.55 42,075.15 0.0057 237.3
Nifty Smallcap 250 9,483.85 9,491.35 9,471.65 0.0082 77.1

અગાઉના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 453 પોઈન્ટ ઘટીને 59,900 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 133 પોઈન્ટ ઘટીને 17,860 પર બંધ થયો હતો.

યુએસ બજારો

live reels News Reels

ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં આગળ વધારો કરવાની ચિંતાઓ હળવી થતા, વેતનમાં વધારો ધીમો પડ્યો અને સેવાઓની પ્રવૃત્તિમાં ઘટાડો થયો હોવા છતાં પણ ડિસેમ્બર પેરોલ્સ અપેક્ષા કરતાં વધુ વિસ્તર્યા પછી શુક્રવારે વોલ સ્ટ્રીટના મુખ્ય સૂચકાંકોમાં 2 ટકાથી વધુનો વધારો થયો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 700.53 પોઈન્ટ અથવા 2.13 ટકા વધીને 33,630.61 પર પહોંચ્યો; S&P 500 86.98 પોઈન્ટ અથવા 2.28 ટકા વધીને 3,895.08 પર છે; અને નાસ્ડેક કમ્પોઝિટ 264.05 પોઈન્ટ અથવા 2.56 ટકા વધીને 10,569.29 પર છે.

એશિયન બજારોમાં ઉછાળો

એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે વધારા સાથે ખુલ્યા અને લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.75 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 0.59 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે હોંગકોંગના માર્કેટમાં 1.25 ટકા અને તાઇવાનમાં 1.61 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 2.02 ટકા અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.35 ટકા વધીને કારોબાર કરી રહ્યો છે.

વિદેશી રોકાણકારો વેચાણ ચાલુ રાખે છે

ભારતીય મૂડી બજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલીનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. નવા વર્ષની શરૂઆતથી જ વિદેશી રોકાણકારોની મૂડી પાછી ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાંથી રૂ. 2,902.46 કરોડના શેર પાછા ખેંચી લીધા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1,083.17 કરોડના શેર ખરીદ્યા હતા.

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડશે, હવામાન વિભાગનું રેડ એલર્ટ

Weather Forecast: ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતમાં કડકડથી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં 2 દિવસ સુધી કોલ્ડવેવ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે પંજાબ હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં તથા બિહારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ભારતમાં આગામી 48 કલાક કાતિલ ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. દેશા ઉત્તર ભાગમાં કોલ્ડ વેવની અસર છએ અને હજુ તે યથવાત રહેશે. આ સાથે ઉત્તર પશ્ચિમમાં કોલ્ડ વેવની અસર ઓછી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં પારો ઊંચકાતા ઠંડીમાં રાહત, ત્રણ દિવસ બાદ ફરી વધશે ઠંડી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં આગામી બે દિવસ કોલ્ડ વેવની સ્થિતિ રહેશે. આ સાથે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરપ્રદેશ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજસ્થાન અને બિહાર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ કડાકા સાથે ઠંડી પડી રહી છે અને તાપમાન ઘટીને ઘણું નીચે પહોંચી ગયું છે, ચુરુમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 0.0 ડિગ્રી સેલ્સિયસ પર અને પિલાનીમાં 0.6 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું.

” isDesktop=”true” id=”1316352″ >

ધૂમ્મસના કારણે જનજીવન અસ્તવ્યવસ્થ થયું છે, પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે ધૂમ્મસના લીધે 480 ટ્રેનના ટાઇમટેબલ પર અસર પડી છે, જ્યારે 335 ટ્રેનો મોડી ચાલી રહી છે, 88 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે, 31 ટ્રેનોનો રૂટ બદલ્યો છે અને 33 ટ્રેનોનો રૂટ શરુ થાય તે પહેલા જ અટકાવી દેવાની જરુરી પડી છે.

ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનો ફરી ચમકારો અનુભવાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Published by:Tejas Jingar

First published:

Tags: Cold Wave, Delhi News, Weather forecast, Weather Updates

Delhiમાં કેમ આપી દેવાયા શાળા બંધ રાખવાના આદેશ.. જાણો શું છે મોટું કારણ?

Delhiમાં કેમ આપી દેવાયા શાળા બંધ રાખવાના આદેશ.. જાણો શું છે મોટું કારણ?

Surendranagar: Accident on Limbdi-Ahmadabad highway when a bus plowed into the back of a parked truck

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જનશાળી ગામના પાટિયા પાસે ઉભેલી ટ્રક પાછળ બસ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. ખાનગી લક્ઝરી બસમાં સવાર અંદાજે 8થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

ત્રણ 108 મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવાયા

મોડીરાત્રે લીંબડી અમદાવાદ હાઇવે પર ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જનશાળી ગામના પાટિયા પાસે ઉભેલ બંધ ટ્રક પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર અંદાજે 8થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા ત્રણ 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પરપુરુષ સાથે કઢંગી હાલતમાં ઝડપાઇ હતી પત્ની; એક વર્ષ બાદ મિસ્ટ્રી ઉકેલાઇ

કયા કારણે થયો અકસ્માત?

ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જૂનાગઢથી અમદાવાદ તરફ ખાનગી લક્ઝરી બસ જઇ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક સામાન્ય કરવા પ્રયાસ હાથ ધર્યા હતા. સાથે જ અકસ્માત કયા કારણે થયો, તે મામલે વધુ તપાસ હાથ ધરી છે.

તમારા શહેરમાંથી (સુરેન્દ્રનગર)

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર

Published by:Azhar Patangwala

First published:

Tags: Accident News, Gujarat News, Surendrangar

Flower Show: પાલડી NIDથી સાબરમતી રિવરફ્રન્ટ જવા પર કેમ લગાવી દેવાયો હતો પ્રતિબંધ?

Flower Show: પાલડી NIDથી સાબરમતી રિવરફ્રન્ટ જવા પર કેમ લગાવી દેવાયો હતો પ્રતિબંધ?

Uttrakhand: જોશીમઠને લઈને કેન્દ્ર સરકાર આવી એક્શનમાં.. PMOમાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક

Uttrakhand: જોશીમઠને લઈને કેન્દ્ર સરકાર આવી એક્શનમાં.. PMOમાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક 

Alarming Rise In Heart Disease Cases In Gujarat Due To Cold, More Than 1000 Cases Reported In Six Days

Gujarat Weather: રાજ્યમાં છેલ્લા દિવસોમાં પડેલ કાતિલ ઠંડીની અસર પણ જોવા મળી છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કાતિલ ઠંડીથી હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જાન્યુઆરીના છ દિવસમાં હૃદયરોગની સમસ્યાના એક હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત ઠંડીને કારણે શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

રાજ્યમાં 29 ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડી પડી હતી. ઠંડી વધવાની સાથે જ હૃદયની સમસ્યા ધરાવનારાઓની સંખ્યામાં પણ વધારો થયો હતો. ઈમરજન્સી સેવા 108 પાસેની પ્રાપ્ત વિગતો અનુસાર 28 ડિસેમ્બરથી છ જાન્યુઆરી સુધીમાં તેમને હૃદયની સમસ્યા ધરાવતા કુલ એક હજાર 744 ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા.

108માં હૃદયસંબંધીત સમસ્યાના ડિસેમ્બર 2020માં ત્રણ હજાર 147, ડિસેમ્બર 2021માં ચાર હજાર 195, 25 ડિસેમ્બર 2021 સુધીમાં પાંચ હજાર 464 કેસ નોંધાયા છે.

આમ શિયાળામાં હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ તેવી તબીબોની સલાહ છે. તબીબોના મત શિયાળામાં હૃદયની નળીઓ સાંકડી બની જાય છે. જેને લીધે હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરમાં વધારો થયા છે.

live reels News Reels

ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો

સતત બીજા દિવસે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે રાત્રે રાજ્યભરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી વધારે નોંધાયુ હતુ. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. જો કે ત્યારબાદના બે દિવસમાં લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટતા ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે.

રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીના આંકડાની વાત કરીએ તો નલિયામાં 12.5 ડિગ્રી સાથે સૌથી નીચુ તાપમાન નોંધાયું છે. જ્યારે વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો. ભૂજમાં 14.4 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી, ડીસામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયુ. ગાંધીનગરમાં 15.2 ડિગ્રી, મહુવામાં 16.1 ડિગ્રી, ભાવનગરમાં 16.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયુ. તો અમરેલી અને અમદાવાદમાં ઠંડીનું તાપમાન 16.7 ડિગ્રી નોંધાયું.

જ્યારે રાજકોટમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયુ. દ્વારકા અને પોરબંદરમાં ઠંડીનો પારો 18 ડિગ્રી પર પહોંચ્યો. સંધ પ્રદેશ દિવમાં 18.1 ડિગ્રી અને દમણમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયુ. જ્યારે વલસાડમાં 19 ડિગ્રી, ઓખા અને વેરાવળમાં 20.8 ડિગ્રી અને સુરતમાં 21.2 ડિગ્રી તાપમાન નોંધાયુ

Rajkot: The body of a woman who was found mutilated a year ago has been unearthed

રાજકોટ: કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો સાતીર કેમ ના હોય તે એક ના એક દિવસ પોલીસના હાથે લાગી જ જતો હોઈ છે. આવી જ એક ઘટના સામે આવી છે રાજકોટના ગોંડલ તાલુકામાં. એક વર્ષ પૂર્વે અજાણી મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આરોપી પતિ ઝડપાઈ જતાં તેણે પોલીસ સમક્ષ હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી હતી.

રિપોર્ટમાં આત્મહત્યા નહીં પરંતુ હત્યાનો થયો હતો ખુલાસો

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે એક વર્ષ પૂર્વે ખોવાયેલી હાલતમાં અજાણી મહિલાની લાશ મળી આવી હતી. તે સમયે પોલીસ દ્વારા મહિલાના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવતા તેની ઉંમર આશરે 35 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. જે સંદર્ભે ગત 15 નવેમ્બર 2021ના રોજ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અકસ્માતના મોતની તપાસ દરમિયાન ફોરેન્સિક પીએમ કરતી વખતે ડોક્ટરે જરૂરી સેમ્પલ લીધેલા હતા. તેમજ લાશ સંપૂર્ણપણે ખોવાઈ ગયેલી હાલતમાં મળી આવેલી હોવાથી મૃતક વિશે કેમિકલ પૃથ્થકરણ કરવું જરૂરી હતું. તેથી જરૂરી સેમ્પલો કેમિકલ એનાલિસિસ અર્થે રાજકોટની ફોરેન્સિક લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. મૃતકના સ્ટમબોનમાં ડાયટમ્સની હાજરી મળી આવેલ ન હોવાથી, તેમજ મૃતકની લાશ પાદર ડેમના કાંઠે પાણીમાંથી મળી આવેલી હોવાથી, કેમિકલ એનાલિસિસ રિપોર્ટ સાથે મૃતક મોત વિશે અભિપ્રાય મેળવવામાં આવતા મૃતકનું મોત માથાના ભાગે ઇજા વાગવાથી થયું હોવાનું સામે આવ્યું હતું. આમ, જે લાશ એક વર્ષ પૂર્વે ડેમના કાંઠેથી મળી આવી હતી. તે વ્યક્તિએ આત્મહત્યા નહીં પરંતુ તેમની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે સંદર્ભે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં આઇપીસીની કલમ 302 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરોધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ કારણે પતિએ તેની પત્નીની કરી હતી હત્યા

જે સંદર્ભે હત્યારા વ્યક્તિની તપાસ અર્થે જુદી-જુદી ટીમ બનાવવામા આવી હતી. જે અંતર્ગત જાણવા મળ્યું હતું કે, મગનભાઈ રામજીભાઈ કુંજડીયાની વાડીએ બનાવના પાંચ સાત દિવસ પૂર્વે એક મજૂર કોઈને કહ્યા વગર રાતો રાત પોતાનો સામાન મૂકીને ચાલ્યો ગયો હતો. જે આજ દિવસ સુધી પોતાનો સામાન લેવા પણ પરત ફર્યો નથી. તેમજ તેની સાથે તેની પત્ની અને બે બાળકો હતા, તે પણ આજ દિવસ સુધી જોવા મળ્યા નથી. આ પ્રકારની હકીકત મળતા તેમજ મૃતકના પતિ સુધી પહોંચતા તેને પોલીસની પૂછપરછમાં પોતાની પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. તેમજ પત્નીની હત્યા કરવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે, મારી પત્નીને મધ્યપ્રદેશના ચેનસીંગ નામના મજુર સાથે પ્રેમસંબંધ હતો. દિવાળી તેમજ નવા વર્ષની રાત્રીએ આરોપીની પત્ની જતી રહી હતી. જેની શોધખોળ દરમિયાન આરોપી તુકારામ માનકરની પત્ની ચેન્સિંગ સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ ગઈ હતી. જેને લઇ માથાકૂટ પણ થઈ હતી. માથાકૂટ થતાં ચેન્સિંગ ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે કે આરોપીએ પોતાની પત્નીને ટીકા પાટો તેમજ પથ્થર વડે માર મારી તેની હત્યા નીપજાવી હતી. તેમજ હત્યા નિપજાવ્યા બાદ લાશને કોથળામાં પૂરી રાત્રિના સમયે ભાદર નદીના કાંઠે લઈ જઈ કોથળામાં પથ્થર નાખી ડેમના પાણીમાં નાખી દીધી હતી.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Crime news, Gujarat News, Rajkot News

જ્યાં જુઓ ત્યાં પથરાયેલો છે બરફ જ બરફ.. આ છે ઉત્તર ભારતના રાજ્યોનો નજારો

જ્યાં જુઓ ત્યાં પથરાયેલો છે બરફ જ બરફ.. આ છે ઉત્તર ભારતના રાજ્યોનો નજારો