Viramgam Murder Case: BJP કોર્પોરેટરના પતિની અંગત અદાવતમાં કરી દેવાઈ હત્યા.. જુઓ શું છે આખો મામલો
Wednesday, January 11, 2023
BBL 2023: Bangladesh Cricketer Shakib Al Hasan Engages With Umpire During Bangladesh Premier League
Bangladesh Premier League: બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન (Shakib Al Hasan)ને હંમેશા મેદાન પર ગુસ્સે થતો જોવામાં આવી છે, ક્યારેક તે ખેલાડીઓ પર ગુસ્સે થઇ જાય છે, તો ક્યારેક વિપક્ષી ટીમ કે પછી એમ્પાયર સાથે ઝઘડે છે. હવે આવો વધુ એક ડ્રામા સામે આવ્યા છે, તાજેતરમાં જ ચાલી રહેલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં શાકિબ અલ હસનનો એમ્પાયર સાથેનો ઝઘડાનો એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ ઝઘડાના કારણે મેચ ત્રણ મિનીટ બંધ રહી હતી.
આ ખરેખરમાં રંગપુર રાઇડર્સ અને ફૉર્ચ્યૂન બારીશાલની મેચ દરમિયાન જોવા મળ્યુ હતુ, શાકિબ અલ હસન બારીશાલની ટીમનો કેપ્ટન છે. આ મેચમાં રંગપુરે પહેલા બેટિંગ કરતાં 158 રન બનાવ્યા હતા, અહીં જ્યારે બારીશાલની ટીમ ટાર્ગેટ ચેઝ કરવા ઉતરી તો બૉલ ફેંકાય તે પહેલા સ્ટ્રાઇક કોણ લેશે, તેને લઇને એમ્પાયર અને શાકિબ અલ હસન વચ્ચે બોલાબાલી થઇ હતી.
ખરેખરમાં બીજી ઇનિંગ દરમિયાન ચતુરંગા ડિસિલ્વા સ્ટ્રાઇલ લઇ રહ્યો હતો, તે સમયે શાકિબ અલ હસને બાઉન્ડ્રી લાઇન પર ઉભા રહીને અનામુલ હકને સ્ટ્રાઇક લેવા કહ્યું. તે શરૂઆતમાં તો બાઉન્ડ્રી પર ઉભો રહીને ઇશારા કરી રહ્યો હતો, પરંતુ જ્યારે વાત ના બની તો તે મેદાનમાં ઘૂસી આવ્યો, અહીં એમ્પાયરે તેને નિયમ સમજાવ્યા અને સ્પષ્ટ કર્યુ કે ડિસિલ્વા જ સ્ટ્રાઇક લેશે. આ દરમિયાન રંગપુર રાઇડર્સના ખેલાડીઓએ પણ શાકિબ અલ હસનના આ વર્તનની એમ્પાયરને ફરિયાદ કરી. આ આખી ઘટના દરમિયાન લગભગ 3 મિનીટ સુધી મેચ અટકી રહી હતી.
Typical #ShakibAlHasan, he is not happy, and making his point clear. Drama before a ball has been bowled in the 2nd innings between Barishal and Riders.
News Reels
Watch #BangladeshPremierleague LIVE, only on #FanCode 👉 https://t.co/vLriRGlyZ2@BCBtigers#BPLOnFanCode #ShakibAlHasan pic.twitter.com/nqImQtv3ab
— FanCode (@FanCode) January 10, 2023
What happened to Shakib Al Hasan here? Why is this being compared to Virat Kohli? #BPL2023 pic.twitter.com/k3kJKDaw8l
— Farid Khan (@_FaridKhan) January 7, 2023
Blind teacher Safan Mansoor teaches children through technology – News18 Gujarati
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના એક દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક જે સામાન્ય શિક્ષકની જેમ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. કોમ્પ્યુટર અને બ્રેલ પુસ્તકનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી રહ્યા છે.
અમદાવાદનાં વતની સફન મન્સૂરીએ સંગીત વિસાર્થ ગ્રેજ્યુએટ કર્યું છે. સફન મન્સૂરી એક દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક છે. તેમની શિક્ષક તરીકે સૌપ્રથમ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ નરણા પ્રાથમિક શાળામાં થઈ હતી.જ્યારે શહેર માંથી એક ગામડામાં શિક્ષક તરીખે સફન મન્સૂરીની નિયુક્તિ થઈ ત્યારે તેમને અવર જવરમાં તેમજ બાળકોને ભણાવવામાં મુશ્કેલી સર્જાતી હતી પરંતુ સફનભાઈ મન્સૂરીને શહેરમાંથી ગ્રામીણ વિસ્તારમાં આવવું પડ્યું ત્યારે એક ચેલેન્જ હતી. બાદ ડીસા તાલુકાના ડેડોલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવી હતી.
ટેક્નોલોજીએ સરળ કરી આપ્યું
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
Deesa: બન્ને હાથ ન હોવા છતા કોઈ પર નથી નિર્ભર આ યુવાન, આવી રીતે કરે છે તમામ કામ, જૂઓ Video
Deesa: શિયાળામાં ગરીબોને પ્રેમની હુંફ, આ સંસ્થાએ 1 લાખ ધાબળાનું કર્યું વિતરણ
Deesa: ગરીબ બાળકોના જીવનમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી રહી છે આ મહિલાઓ, આવી રીતે કરે છે મદદ
Deesa: પતિએ ગોલ્ડ જીત્યો તો પત્નીએ લીધું પ્રણ, જુઓ પછી શું થયું
Deesa: આ મહાભારતનો એકલવ્ય નહીં, પાલનપુરનો પાર્થ છે; આંગળીના ટેરવે ઇતિહાસ રચ્યો
Deesa: આ છે સાચા વૃક્ષમિત્ર, સૂકા પ્રદેશને લીલોછમ બનાવ્યો
Banaskantha: હવે ડીસાથી દ્વારકાધીશનાં દર્શન થશે સરળ, આ ટ્રેન શરૂ કરાઈ, જાણો સમય
પોષી પૂનમ: પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે માં અંબાના ચરણોમાં ઝૂકાવ્યું માથું
Deesa: પાકિસ્તાનીઓને ધૂળ ચાટતા કરનાર રણછોડ પગી કોણ છે? શું કલા હતી તેઓની પાસે
Deesa: 3,268 વાર્તા અને 500 ગીતમાં એક પણ જોડાક્ષર નથી; જાણો શોધનું કારણ
Deesa: બાગાયતી પાકની નિકાસ કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર, જાણો શું છે?
ટેકનોલોજી આવી પછી થોડું સરળ થયું પરંતુ કાપા કાર્ય કરી ન શકતા હતા. જેથી મોબાઈલ અને કોમ્પ્યુટર આવતા સ્ક્રીન રીડર સોફ્ટવેર દ્વારા સ્ક્રીન પર જે લખ્યું હોય તે વોઇસ કન્વરિજેશન કરે છે.
તેનો ઉપયોગ કરી કોમ્પ્યુટરમાં લખી શકે છે. તેમજ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ટાઈપિંગ કરી કાપા કાર્ય કરી શકે છે. તેમજ સફનભાઈ મન્સૂરી મોબાઇલમાં whatsapp નો ઉપયોગ કરી શકે છે. તેઓ બાળકોને whatsapp દ્વારા સુચના આપી વાલીઓ સાથે સંપર્ક કરી શકે છે.
બ્રેઇલ પુસ્તકની મદદથી અભ્યાસ કરાવે છે
હાલ ધાનેરા તાલુકાના ડુંગડોલ મોટી ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.અભ્યાસમાં સફનભાઈ મન્સુરી બ્રેઇલ પુસ્તકનો ઉપયોગ કરી બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. આ પુસ્તકમાં સફનભાઈ મનસુરી આંગળીના ટેરવે વાંચી બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.
બ્રેઇલ પુસ્તક એ મહત્વનું અંક છે. જેથી અભ્યાસનું કાર્ય સરળતાથી થઈ શકે છે. બ્રેઇલ પુસ્તક સામાન્ય પુસ્તકની જેમ તૈયાર કરવાં આવ્યું છે. તેમજ કોમ્યુટરની મદદથી કોમ્યુટરમાં બેલ્ક બોર્ડમાં લખી બાળકોને સમજાવે છે.જ્યારે બાળકોને સફનભાઈ મન્સૂરી હોમવર્ક આપે છે.
કોરોનામાં ઓનલાઇન અભ્યાસ કરાવ્યો
બાળકો પાસે સ્વલેખીન વાંચન દ્વારા તપાસ કરે છે.સુલખેલું છે. બાળકો પાસે વાંચન કરાવી બોલાવી બાળકોને મૂલ્યાંકન કરે છે.
તેમજ કોરોના સમયે જ્યારે અભ્યાસ કાર્ય ઓનલાઈ હતું, ત્યારે પણ સફનભાઈ મન્સૂરી મોબાઈલમાં માઈક્રોસોફ્ટ ટીમન્સનો ઉપયોગ કરી ધોરણ પાંચના બાળકોને આખું અંગ્રેજીનું પુસ્તક ભણાવ્યું છે.
સામાન્ય શિક્ષક ન કરી શકે તે કરી બતાવ્યું છે
ડુંગડોલ મોટી ગામના શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ સોલંકી જણાવ્યું હતું કે, જે સામાન્ય શિક્ષક ન કરી શકે તેવુ આ શાળાના દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક સફનભાઈ મન્સૂરી કરી બતાવ્યું છે.પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ધોરણ પાંચમાં બ્રેલ પુસ્તક વડે ગુજરાતી તેમજ અંગ્રેજી વિષય ભણાવે છે.
તેમજ ટેક્નોલોજીનો ઉપયોગ કરી બાળકોને સારી રીતે ભણાવી એક સારા શિક્ષકની ફરજ અદા કરે છે.તેમજ તે સંગીત શિક્ષક છે.બાળકોને સંગીત તેમજ વાજિંત્રો સાથે બાળકોને શીખડાવે છે. બાયસેક ગાંધીનગર ખાતે ધોરણ 3 માં આવેલ પર્યાવરણ 13મો પાઠ પણ તેમના અવાજમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે.તે હાલમાં પર્યાવરણ પુસ્તકમાં અભ્યાસ કર્મ છે.
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
IND Vs AUS: Australia Test Cricket Squad Announced Against India Test Series, Michell Strac Will Miss
Australia Test Squad Against India: ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરવામાં આવેલી 18 સભ્યોની ટીમમાં 22 વર્ષના યુવા સ્પીનર ટૉડ મર્ફીને સામેલ કરવામાં આવ્યો છે. હાલમાં સ્ટાર બૉલર મિશેલ સ્ટાર્ક અને ધાંસૂ ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનની ઇજા ચિંતાનો વિષય બની છે. ગ્રીનને સીરીઝની શરૂઆતી મેચમાં ટીમમાં સામેલ કરવામાં આવેશે. વળી, મિશેલ સ્ટાર્ક નાગપુરમાં રમાનારી પહેલી ટેસ્ટમાથી બહાર રહેશે. ગ્રીન અને સ્ટાર્ક સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયા હતા, આ બન્ને ખેલાડીઓની આંગળીઓમાં ફેક્ચર થઇ ગયુ હતુ.
કાંગારુ ટીમમાં સામેલ 4 સ્પીનર –
ભારત વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સીરીઝ માટે કાંગારુ ટીમમાં 4 સ્પીનર્સને સામેલ કરવામાં આવ્યા છે. ઓફ સ્પીનર ટૉડ મર્ફીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ખુબ ધમાલ મચાવી છે. તેના બેસ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રાખતા તેને ટીમમાં જગ્યા આપી છે. ઓસ્ટ્રેલિયાની આખી સ્ક્વૉડ પર નજર નાંખીએ તો ટૉડ મર્ફી, એશ્ટન એગર, મિશેલ સ્વેપ્સન અને નાથન લિયૉન સ્પીન બૉલર તરીકે સામેલ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સિલેક્ટર્સે એડમ જામ્પાની સરખામણીમાં ટૉડ મર્ફીને સમાવવાનો યોગ્ય સમજ્યો.
ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન એગર, સ્કૉટ બૉલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરુન ગ્રીન, પીટર હેન્ડ્સ્કૉમ્બ, જૉશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, નાથન લિયૉન, લાન્સ મૉરિસ, ટૉડ મર્ફી, મેથ્યૂ રેનેશૉ, સ્ટીવ સ્મિથ (ઉપકેપ્ટન), મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપસન, ડેવિડ વૉર્નર.
News Reels
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપઃ ઓસ્ટ્રેલિયા અને ભારત ફાઇનલમાં ટકરાઇ શકે છે –
પાંચમી સીરીઝ રમી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે ફાઇલમાં લગભગ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. કાંગારુ ટીમે 10 મેચોમાં જીત હાંસલ કરી છે, અને માત્ર એક જ મેચ ગુમાવી છે, 78.57 પૉઇન્ટ ટકાવારી સાથે ઓસ્ટ્રેલિયા આગામી પાંચ ટેસ્ટમાંથી જો એકપણ મેચ જીતી જાય છે, કે ડ્રૉ કરાવી લે છે, તો તે ફાઇનલમાં પહોંચી જશે.
ભારતીય ટીમની વાત કરીએ તો તેની પાસે પણ ફાઇનલમાં જવાનો સારો મોકો છે, ભારતે પાંચ સીરીઝમાં આઠ મેચ જીતી છે, અને ચાર ગુમાવી છે, તેની પાસે 58.93 ટકાવારી પૉઇન્ટ છે. તેને દક્ષિણ આફ્રિકાની સતત બે મેચો હરાવાનો ફાયદો મળ્યો છે. આ કારણે આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતીય ટીમ ટકરાઇ શકે છે.
AUS vs SA: શું Steve Smith લેવાનો છે સંન્યાસ ? જાણો ઓસ્ટ્રેલિયન દિગ્ગજે શું આપ્યો જવાબ
અટકળોની વચ્ચે સ્ટીવ સ્મિથે સંન્યાસ વિશે શું કહ્યું –
તાજેતરમાં અટકળો વહેતી થઇ હતી કે ઓસ્ટ્રેલિયન ટેસ્ટ દિગ્ગજ સ્ટીવ સ્મિથ બહુ જલદી ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો છે. પરંતુ હવે આ વાતને ખુદ સ્મિથ ફગાવી દીધી છે. ઇન્ડિયા ટૂડેને ફૉક્સ સ્પોર્ટ્સના હવાલાથી લખ્યુ છે કે, સ્મિથ સંન્યાસની વાતને ફગાવી દીધી છે. તેને કહ્યું કે, હું ક્યાંય નથી જઇ રહ્યો, મારી પાસે ભવિષ્યમાં રમવાના હજુ કેટલાય મોકા છે, હુ તેને લઇને ઉત્સાહિત છું, હું હજુ પણ વધુ સારુ કરવાની કોશિશ કરી રહ્યો છું.
સ્મિથે કહ્યું- મારી અંદર હજુ પણ રમવાની વધુ ઇચ્છા છે. હું હજુ પણ પોતાની રમતને બેસ્ટ કરવા પર કોશિશ કરીશ. હું આ માટે સાથે સાથે યુવા બેટ્સમેનોની મદદ કરી રહ્યો છું. હું હજુ રમતનો આનંદ લઇ રહ્યો છું, અને હાલ સંન્યાસ લેવાનો કોઇ પ્લાન નથી.
Bharat Jodo Yatra: Baba Ramdev Told About Rahul Gandhi T-shirt
Congress Bharat Jodo Yatra: કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધી ટી-શર્ટમાં ફરતા જોવા મળે છે, આને લઈને પણ ઘણું રાજકારણ જોવા મળ્યું હતું અને હવે રાહુલની ટી-શર્ટ પર યોગ ગુરુ બાબા રામદેવે કટાક્ષ કર્યો હતો. અને કહ્યું કે રાહુલ ગાંધીએ ટી-શર્ટની અંદરની ઇનર પહેર્યું છે, તેથી તેમને ઠંડી નથી લાગતી. તેમણે કહ્યું કે આ યાત્રા દ્વારા તેઓ પોતાનો ખોવાયેલો રાજકીય વારસો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીના તપસ્વી અને પૂજારીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા રામદેવે સલાહ આપી હતી કે આવા નિવેદનોથી તેમની છબી ખરાબ થાય છે. જે રીતે તેઓ ભારતને એક કરવાની વાત કરી રહ્યા છે, આવા નિવેદનોથી ભારતને તોડવાની વાત થઈ રહી છે.
રાહુલ ગાંધીની ટી-શર્ટ પર ટોણો
યોગ ગુરુ બાબા રામદેવે આટલી ઠંડીમાં ફક્ત ટી-શર્ટ પહેરીને યાત્રા કરતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી ટી-શર્ટની અંદર ઇનર પહેરે છે. રાહુલ ગાંધી આ યાત્રા દ્વારા પોતાનો ખોવાયેલો રાજકીય વારસો મેળવવા માંગે છે, તે દરેકનો લોકતાંત્રિક અધિકાર છે.
News Reels
પૂજારી અને તપસ્વીના નિવેદન પર આ કહ્યું
રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન કહ્યું હતું કે આ દેશ પૂજારીઓનો નથી, સંન્યાસીઓનો છે. તેના પર નિશાન સાધતા બાબા રામદેવે કહ્યું કે આ માત્ર રાજકીય ખેલ છે. ભારત સંન્યાસીઓ, પૂજારીઓ, બ્રાહ્મણો, દલિતોનો દેશ છે. તેમનામાં ભાગલા પાડવાનું કામ રાજકીય લોકો કરે છે. તેઓ તેમના સહાનુભૂતિ દાખવે છે અને પોતાને સાચો બતાવવા માટે બીજાઓને અપમાનિત કરે છે. બાબા રામદેવે કહ્યું કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા સખત મહેનત કરી રહ્યા છે. આવા નિવેદનોથી તેમની છબી ખરાબ થાય છે. તેને સલાહ આપનારા તેના સલાહકારોએ તેના વિશે વિચારવું જોઈએ.
જોશીમઠના પીડિતોને રાહત સામગ્રી મોકલવામાં આવી
યોગ ગુરુ રામદેવ જોશીમઠ દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારોને મદદ કરવા માટે આગળ આવ્યા છે. કનખલના દિવ્ય યોગ મંદિરથી સ્વામી રામદેવે રાહત સામગ્રીથી ભરેલી બે ટ્રકને લીલી ઝંડી આપી હતી. આ ટ્રક જોશીમઠ જવા રવાના થઇ હતી. જોશીમઠમાં અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે પતંજલિ યોગપીઠ દ્વારા બે હજાર ધાબળા અને રાશન સામગ્રી મોકલવામાં આવી છે. સ્વામી રામદેવે કહ્યું કે પતંજલિ યોગપીઠ કુદરતી આફતોના પીડિતોને મદદ કરવા તૈયાર છે. બુધવારે આચાર્ય બાલકૃષ્ણ જોશીમઠ પહોંચશે અને લોકોને રાહત સામગ્રીનું વિતરણ કરશે.
Gujarat politics BJP Vijay Rupani Nitin Patel RajyaSabha
વર્તમાન સમયમાં રાજ્યસભાની વાત કરવામાં આવે તો, કુલ 11 બેઠકો પૈકી આઠ બેઠકો ભાજપ પાસે છે અને ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. ત્યારે હવે ઓગસ્ટ માસમાં ખાલી પડનાર ત્રણ બેઠકો પૈકી બે બેઠકો પર પાર્ટી સુત્રો જણાવી રહ્યા છે કે, પૂર્વ સરકારના બે નેતાઓ વિજય રૂપાણી અને નીતિન પટેલ આ બેઠક માટે દાવેદારી કરી રહ્યા છે. જે પૈકી વિજય રૂપાણી અગાઉ 2006 થી 2012 દરમિયાન રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. ત્યારે નીતિન પટેલને રાજ્યસભામાં મોકલવાના ચાન્સીસ વધી જાય છે.
આ પણ વાંચો: હજી કોંગ્રેસ નક્કી નથી કરી શક્યું વિપક્ષ પદનાં નેતાનું નામ
પરંતુ બીજું ગણિત તેની અંદર એ પણ છે કે, હાલ જ્ઞાતિગત સમીકરણ જોઈએ તો લેઉવા પટેલ તરીકે રાજ્યસભામાં મનસુખ માંડવીયા જ્યારે કડવા પટેલ તરીકે રાજ્યસભામાં પરસોત્તમ રૂપાલાને મોકલવામાં આવેલા છે. ત્યારે નીતિન પટેલ માટે રાજ્યસભાનો રસ્તો વર્ષ 2024માં ખાલી થાય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો: શાળાનાં પરિણામ સુધારવા બનાવાયો એક્શન પ્લાન
કારણ કે, વર્ષ 2024ના એપ્રિલ મહિનામાં રાજ્ય સભાની ચાર બેઠકો ખાલી પડશે જે પૈકી બે બેઠકોમાં ભાજપ નેતા પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા સભ્યો છે. જ્યારે કોંગ્રેસમાંથી અમે યાજ્ઞિક અને નારાયણ રાઠવા સભ્ય છે.
ભાજપ બંને સભ્યો કેન્દ્રીય મંત્રી છે અને એ જ વર્ષમાં લોકસભાની સામાન્ય ચૂંટણી પણ આવી રહી છે. એટલે હવે જોવાનું રહેશે કે, ભારતીય જનતા પાર્ટી કેવા પ્રકારે જ્ઞાતિગત સોગટાં રાજ્ય સભાની ચૂંટણી માટે ગોઠવે છે.
તમારા શહેરમાંથી (ગાંધીનગર)
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat BJP, Gujarat Politics, ગાંધીનગર, ગુજરાત
Ahmedabad: સાબરમતી નદીના દુષિત પાણીના નમૂના જોઈ HC લાલ ઘુમ, જુઓ વીડિયો
Ahmedabad: સાબરમતી નદીના દુષિત પાણીના નમૂના જોઈ HC લાલ ઘુમ, જુઓ વીડિયો
ભાજપનાં કોર્પોરેટરના પતિની હત્યાના કેસમાં ક્યા ભાજપ સમર્થક નેતા સામે નોંધાઈ ફરિયાદ ? કેમ બંધાયું હતું વેર ?
અમદાવાદઃ વિરમગામમાં ભાજપનાં મહિલા કોર્પોરેટર સોનલબેનના પતિ હર્ષદ ગામોતની હત્યાના કેસમાં 7 લોકો સામે વિરમગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ કેસમાં ભાજપ સમર્થક અને વોર્ડ નબર 2ના અગ્રણી ભરત કાઠી ઉપરાંત 6 લોકો સામે ફરીયાદ નોંધાઈ છે.
ભરત કાઠી મૃતક હર્ષદ ભાઈ અને તેમનાં પત્નીને જાનથી મારી દેવાની ધમકી આપતો હતો. 2021ની નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ તરીકે હર્ષદભાઈ અને તેમનાં પત્ની ચૂંટણી લડતાં વેર બંધાયું હતું. 15 વર્ષ પહેલાં મૃતક હર્ષદ ભાઈ અને આરોપી ભરત કાઠી વચ્ચે વ્યાપારિક સંબધો હતાં. વેપારમાં છૂટા પડયા બાદ પણ બન્નેનાં સંબધોમાં તિરાડ પડી હતી.
સોનલબેને ચૂંટણી જીતતાં વર્ચસ્વની લડાઈ બાબતે વેર બંધાયું હતું. કાઠીએ ધમકી આપ્યાં બાદ ગઇકાલે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો ફરિયાદમાં આરોપ મૂકાયો છે. પોલીસ ફરિયાદમાં ભરતભાઇ કાઠી , પ્રવિણ જીલુભાઇ કાઠી, ભાભલુભાઇ સોમાભાઇ કાઠી, અજીત ભરતભાઇ કાઠી, એભલ મેરૂભાઇ કાઠી, રાજુ રૂષિ અને ચકાભાઇ મૂળજીભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાઇ છે.
Pakistani Actress Sadia Khan REACTS To Dating Rumours With Aryan Khan
Aryan Khan dating: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું ડેબ્યૂ ભલે મોડું થાય પરંતુ તેનું સ્ટેટસ કોઈ સેલિબ્રિટીથી ઓછું નથી. ક્યારેક તે આવનારા પ્રોજેક્ટને લઈને ચર્ચામાં રહે છે તો ક્યારેક તેનો એરપોર્ટ લૂક લાઇમલાઇટમાં રહે છે. આ દરમિયાન આર્યન ખાન છેલ્લા કેટલાક દિવસોથી ડેટિંગના સમાચારોને લઈને હેડલાઈન્સમાં છે. પહેલા તેનું નામ નોરા ફતેહી સાથે જોડાયું હતું. જે બાદ આર્યન ખાનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તે પાકિસ્તાની એક્ટ્રેસ સાદિયા ખાન સાથે જોવા મળ્યો હતો. કહેવાય છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે પહેલીવાર સાદિયાએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
સાદિયા ખાને ડેટિંગના સમાચારને નકારી કાઢ્યા
સાદિયા ખાને સ્વીકાર્યું કે તે આર્યન ખાનને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દુબઈમાં મળી હતી. તેણે આર્યન ખાનને ‘સ્વીટ’ ગણાવ્યો હતો. યુએઈના એક પ્રકાશન સિટી ટાઈમ્સ સાથે વાત કરતા તેણે ડેટિંગના સમાચારને માત્ર અફવા ગણાવી. સાદિયા કહે છે, ‘આ ખૂબ જ વિચિત્ર છે કે લોકો કઈ રીતે જાણ્યા વગર મારા અને આર્યન વિશે વાર્તાઓ બનાવી રહ્યા છે. સમાચારના નામે જે કંઈ થઈ રહ્યું છે તેની મર્યાદા હોવી જોઈએ.
બીજા ઘણા લોકોએ પણ ફોટા પાડ્યા
News Reels
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આર્યન સાથે સાદિયાના ફોટો પર તેણે કહ્યું, ‘એનો અર્થ એ નથી કે અમે ડેટિંગ કરી રહ્યા છીએ. આર્યન સાથે ફોટો પડાવનાર હું એકલી નહોતી. કેટલાક અન્ય લોકો પણ હતા જેમણે ફોટા ક્લિક કર્યા અને અપલોડ પણ કર્યા. આમાંથી મારી એકલીનો જ ફોટો કેમ વાયરલ થઈ રહ્યો છે. હું આ અહેવાલોને પાયાવિહોણા કહીશ. હું માનું છું કે આર્યન ખૂબ જ સ્વીટ બોય છે અને તેનું વર્તન ઘણું સારું છે. મહેરબાની કરીને અમારા વિશે આવી અફવાઓ ફેલાવવાનું બંધ કરો. પ્રેમ અને આદર.
Gujarat politics Congress Leader of the Opposition

Gujarat Politics: આ અંગે ગુજરાત વિધાનસભાના સચિવે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પત્ર લખી તાકીદ કરી છે કે તેઓ વિધાનસભા વિપક્ષના પદના નેતાનું નામ મોકલી આપે.
On The Day Of Makar Sankranti, Donate These Items According To Your Zodiac Sign, You Will Get Immense Success
Makar Sankranti 2023 Daan:મકરસંક્રાંતિનું પર્વ 14 જાન્યુઆરીએ દર વર્ષે હર્ષોઉલ્લાસ સાથે મનાવાય છે. આ પર્વમાં દાનનું વિશેષ મહત્વ છે. રાશિનુસાર દાન કરવાથી જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.
મેષ-મકરસંક્રાંતિના શુભ મુહૂર્તમાં મેષ રાશિના જાતકોએ જરૂરિયાતમંદોને ગોળ, મગફળી અને તલનું દાન કરવું જોઈએ. તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
વૃષભઃ– વૃષભ રાશિના લોકોએ સૂર્યદેવની કૃપા મેળવવા માટે મકરસંક્રાંતિના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે સફેદ વસ્ત્ર, દહીં અને તલનું દાન કરો. આના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે અને જો તેઓ કોઈ કાયદાકીય સમસ્યામાં ફસાયેલા હોય તો તેમાંથી મુક્તિ મળે છે.
મિથુનઃ- મિથુન રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે મગની દાળ, ચોખા અને ધાબળાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તેઓ તેમના જીવનમાં આવનાર સંકટમાંથી મુક્તિ મેળવે છે અને આ દાન નોકરી અને વ્યવસાય માટે શુભ અને ફળદાયી છે.
News Reels
કર્કઃ- કર્ક રાશિના જાતકોએ આ દિવસે ચોખા, ચાંદી અને સફેદ તલનું દાન કરવાથી શુભ ફળ મળે છે. નોકરીમાં આવતા અવરોધોથી મુક્તિ મળે છે. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે શુભ સમયે દાન કરવું શ્રેષ્ઠ છે.
સિંહ – સિંહ રાશિના જાતકે તાંબુ અને ઘઉંનું દાન સંક્રાંતિમાં કરવું જોઇએ. આમ કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને ચાલી રહેલા વિવાદોથી મુક્તિ મળે છે.
કન્યા — કન્યા રાશિના જાતકો દ્વારા મકરસંક્રાંતિના દિવસે ખીચડી, ધાબળા અને લીલા કપડાનું દાન કરવાથી તેમના જીવનનો તણાવ ઓછો થાય છે. સુખ-સમૃદ્ધિ વધે છે. કોઈ પણ જરૂરિયાતમંદ અથવા વ્યંઢળને શુભ સમયે દાન કરવાથી વિશેષ ફળ મળે છે.
તુલા — મકરસંક્રાંતિના દિવસે તુલા રાશિવાળા લોકોએ સફેદ હીરા, ખાંડ અને ધાબળાનું દાન જરૂરતમંદોને કરવું જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા વધે છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.
વૃશ્ચિક – વૃશ્ચિક રાશિવાળા લોકોએ પોતાના જીવનમાં સમૃદ્ધિ મેળવવા માટે મકરસંક્રાંતિના દિવસે કોઈપણ જરૂરિયાતમંદ અથવા ગરીબ વ્યક્તિને પરવાળા, લાલ કપડા અને તલનું દાન કરવું જોઈએ. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે આ દાન વિશેષ લાભદાયી છે.
ધન – મકરસંક્રાંતિના દિવસે ધનુ રાશિના લોકોએ પીળા કપડા, હળદર અને ગોળનું દાન કરવું જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ધન-ધાન્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
મકર- – મકર સંક્રાંતિના દિવસે સૂર્યને પ્રસન્ન કરવા અને જીવનમાં આશીર્વાદ મેળવવા માટે મકર રાશિના લોકોએ કાળો ધાબળો, તેલ અને તલનું દાન કરવું જોઈએ. જેના કારણે જીવનમાં પૈસાની કમી નથી રહેતી.
કુંભ – પરિવારમાં સુખ અને સારા સ્વાસ્થ્યના આગમન માટે કુંભ રાશિના લોકો માટે સૂર્યને પ્રસન્ન કરવા અને સૂર્યની કૃપા મેળવવી માટે ખૂબ જ જરૂરી છે, મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન વિશેષ ફળ આપે છે. કુંભ રાશિના લોકોએ આ દિવસે કાળું કપડું, અડદની દાળ, ખીચડી અને તલનું દાન કરવું જોઈએ.
મીન – મકરસંક્રાંતિના દિવસે દાન-પુણ્ય કરવાથી સફળતા મળે છે, ખાસ કરીને આ દિવસે મીન રાશિના લોકોએ રેશમી વસ્ત્ર, ચણાની દાળ, ચોખા અને તલનું દાન કરવું જોઈએ. તેનાથી સૂર્યની કૃપા મળે છે અને સાથે જ દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે
Mr India Cinematographer Peter Pereira Dies At 93, Abhishek Bachchan Extends Condolences
Peter Pereira Passed Away: અનિલ કપૂરની ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ના સિનેમેટોગ્રાફર પીટર પર્સિયાનું (Peter Pereira)93 વર્ષની વયે નિધન થયું છે. પીટરે ‘મિસ્ટર ઈન્ડિયા’ (1987), ‘શેષનાગ’ (190), ‘અજૂબા’ (1991), ‘બોર્ડર’ (1997) અને ‘આ ગલે લગ જા’ (1973) જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને(Abhishek Bachchan) ટ્વિટ કરીને પીટરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
અભિષેક બચ્ચને જૂના દિવસોને યાદ કર્યા
પીટર છેલ્લા 20 વર્ષથી જોઈ શકતા ન હતા. પીટરના મૃત્યુના સમાચાર શેર કરતા અભિષેક બચ્ચને લખ્યું, ‘આપણી ઈન્ડસ્ટ્રીએ આજે એક લિજેન્ડ ગુમાવી દીધા છે. પીટર પર્શિયા (Peter Pereira) સિનેમેટોગ્રાફીની દ્રષ્ટિએ અમારી ફિલ્મોમાં ધુનાધાર હતા. મહાન લોકોમાંથી એક. મારા પિતાના ફિલ્મોના સેટ પર હું જ્યારે નાનો હતો ત્યારે જતો હતો ત્યારથી તેઓને હું ઓળખું છું. અને મને તેઓ યાદ છે.
Our industry lost a legend today. #PeterPereira was a pioneer in Cinematography in our films. One of the greatest!
I remember him fondly from the sets of my father’s films that I visited as a child. Kind, loving, dignified and brilliant. Rest in Peace, sir.
News Reels
— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) January 10, 2023
અભિષેક બચ્ચને ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું
અભિષેક બચ્ચને લખ્યું દયાળુ, પ્રેમાળ, આદરણીય અને અદ્ભુત વ્યક્તિ. ઈશ્વર તમારા આત્માને શાંતિ આપે સર, જણાવી દઈએ કે પીટરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેમ છતાં અનિલ કપૂરની ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા તેની સૌથી મોટી ઉપલબ્ધિઓમાં ગણવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર પીટર મુંબઈના જુહુમાં એક ઘરમાં એકલા રહેતા હતા.
પીટર આ ડોક્યુમેન્ટ્રીમાં જોવા મળ્યા હતા
પીટરનું કામ છેલ્લે હેમંત ચતુર્વેદીની ડોક્યુમેન્ટ્રી ‘છાયાંકન’માં જોવા મળ્યું હતું. આ ડોક્યુમેન્ટરીમાં વર્ષ 1950થી 2000 સુધીના કુલ 14 સિનેમેટોગ્રાફર્સ બતાવવામાં આવ્યા હતા. પીટર પર્શિયા, ગોવિંદ નિહલાની, જહાંગીર ચૌધરી, પ્રવીણ ભટ્ટ અને કમલાકર રાવ જેવા દિગ્ગજ કલાકારો આ ડોક્યુમેન્ટ્રીમાં જોવા મળ્યા હતા.
Rahul Dravid Birthday: When Dravid Demanded Journalist In Pakistan Thrown Out Of Presser
Rahul Dravid Birthday: આજે (11 જાન્યુઆરી) ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન કોચ રાહુલ દ્રવિડનો જન્મદિવસ છે. ધ વોલ તરીકે પ્રખ્યાત દ્રવિડ 50 વર્ષના થઈ ગયા છે. રમત જગતના દિગ્ગજ ખેલાડીઓ ઉપરાંત ચાહકોએ પણ અલગ અલગ રીતે અભિનંદન પાઠવ્યા છે. 1973માં ઈન્દોરમાં જન્મેલા દ્રવિડની પોતાની એક અલગ શૈલી છે અને તે તેના શાંત વર્તન માટે જાણીતો છે.
પરંતુ શું ચાહકોને ખબર છે કે દ્રવિડને પણ ગુસ્સો આવે છે? રાહુલ દ્રવિડને એકવાર પાકિસ્તાન પ્રવાસ પર ગુસ્સો આવ્યો હતો. આ ગુસ્સો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આવ્યો હતો. તે સમયે રાહુલ દ્રવિડે એક પત્રકારને બહાર કાઢી મુકવાની વાત કરી હતી.
મેચ ફિક્સિંગના નામે દ્રવિડને ગુસ્સો આવ્યો
આ ઘટના 2004માં ભારતીય ટીમ સાથે પાકિસ્તાનના પ્રવાસ પર બની હતી. ત્યારબાદ ટેસ્ટ સીરીઝમાં દ્રવિડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3 મેચની 4 ઇનિંગ્સમાં 309 રન બનાવ્યા. આ જ પાકિસ્તાન પ્રવાસ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે મેચ ફિક્સિંગ અંગે સવાલ કર્યો હતો.
News Reels
આના પર ટીમ ઈન્ડિયાના ‘વોલ’ ગણાતા રાહુલ દ્રવિડ ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. પછી દ્રવિડે જાહેરમાં કહ્યું, ‘કોઈ આ વ્યક્તિને (રિપોર્ટર) બહાર કાઢો. આ બકવાસ છે અને આવી વસ્તુઓ રમત માટે ખરાબ છે.
ઇંગ્લેન્ડ સામે બીજી વખત ગુસ્સો આવ્યો
એવું નથી કે આ પહેલીવાર દ્રવિડ ગુસ્સે થયો છે. આ પછી એક વાર 2006માં રાહુલ દ્રવિડ ખૂબ ગુસ્સે થયો હતો. આ ઘટના ઈંગ્લેન્ડ સામેની હોમ ટેસ્ટ સીરીઝ દરમિયાન બની હતી. તે શ્રેણીમાં દ્રવિડ ટીમનો કેપ્ટન હતો. આ દરમિયાન ઈંગ્લેન્ડ સામેની મુંબઈ ટેસ્ટમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો.
આ હારથી નારાજ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં ખુરશી ફેંકી દીધી હતી. વાસ્તવમાં આ જીત સાથે જ ઈંગ્લેન્ડની ટીમ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી બરાબર કરવામાં સફળ રહી હતી. આવી સ્થિતિમાં દ્રવિડ હાર સહન ન કરી શક્યો અને ગુસ્સે થઈ ગયો.
રાહુલ દ્રવિડની ક્રિકેટ કારકિર્દી
164 ટેસ્ટ – 13288 રન – 36 સદી – 63 અડધી સદી
344 વનડે – 10889 રન – 12 સદી – 83 અડધી સદી
1 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ – 31 રન
દ્રવિડે ગાંગુલી સાથે ડેબ્યુ કર્યું હતું
રાહુલ દ્રવિડ અને અન્ય ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બંનેએ 1996માં લોર્ડ્સમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ગાંગુલીએ પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સમાં સદી ફટકારી હતી જ્યારે દ્રવિડ માત્ર પાંચ રનથી સદી ચૂકી ગયો હતો. પરંતુ 2002માં દ્રવિડે સતત ચાર ટેસ્ટ સદી ફટકારી હતી
ટીમ ઈન્ડિયાના માત્ર બે બેટ્સમેન એવા છે જેમણે ટેસ્ટ અને વનડે બંનેમાં 10,000થી વધુ રન બનાવ્યા છે. સચિન તેંડુલકર સિવાય દ્રવિડે 13,288 ટેસ્ટ રન બનાવ્યા છે, જેમાં 36 સદી અને 63 અડધી સદી સામેલ છે. દ્રવિડે વનડેમાં 10,889 રન બનાવ્યા છે. જેમાં તેની 12 સદી સામેલ છે.