Monday, August 1, 2022

શહેરની કોલેજનો જીમી દરજી 15મી ઓગસ્ટે દિલ્હી ખાતે યોજાનાર ઇન્ડિપેડન્સ કેમ્પમાં પસંદગી પામ્યો; ગુજરાતમાંથી 43 કેન્ડિડેટ્સ પસંદ કરાયાં | Jimmy Darjee of City College selected for Independence Camp to be held at Delhi on 15th August; 43 candidates were selected from Gujarat

મહિસાગર (લુણાવાડા)7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ પી.એન.પડ્યા આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેના NCC યુનિટના કેડેટ જીમીકુમાર દરજી વર્ષ 2022ના (I.D.C) ઇન્ડિપેડેન્સ કેમ્પ જે 15મી ઓગસ્ટના રોજ દિલ્હી મુકામે યોજવાનો છે જેમાં પસંદગી પામ્યો છે. આ કેમ્પ માટે સમગ્ર ગુજરાતમાંથી 43 કેડેટ્સની પસંદગી વિવિધ ટેસ્ટ લઈને કરવામાં આવેલી હતી.

30 ગુજરાત NCC બટાલિયન ગોધરા તથા વી.વી. નગર ગ્રુપ દ્વારા સમગ્ર કેમ્પ માટેની તૈયારી કરાવવામાં આવી હતી. જેમાં NCC ઓફિસર કેપ્ટન ડૉ. આઈ.વી. ડામોર તથા આર્ટસ વિભાગના ઇન્ચાર્જ પ્રોફેસર જે.પી.ચૌધરી તથા કોલેજના પ્રિન્સીપાલ પ્રોફેસર અલ્પેશ પંડયા અને સમગ્ર કોલેજ પરિવાર તરફથી જીમી દરજીની પસંદગી થવા બદલ અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.