બે વર્ષ પહેલાં સ્થાનિક સ્વરાજ્યની 90 ટકાથી વધુ બેઠક જીત્યા પછી પણ ભાજપમાં બધું ‘ઓલ ઈઝ વેલ' નથી | All is not well with the BJP even after winning over 90 percent of the local Swarajya seats two years ago.

ગાંધીનગરએક કલાક પહેલાલેખક: ચિંતન આચાર્ય

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • ચૂંટાયેલા સભ્યો વચ્ચે પ્રતિષ્ઠા અને પૈસાની વહેંચણીને લઈને અંદરખાને રાજકીય દ્વંદ્વ
  • ભાજપની બોડી અને પદાધિકારીઓનો વિરોધ આંતરિક રીતે તેમના જ સભ્યો કરી રહ્યા છે

હજુ બે વર્ષ અગાઉ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપ 90 ટકા બેઠકો જીતીને જાણે નિર્વિરોધ અજેય બની ગયું. આજે ઘણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપની બોડી અને પદાધિકારીઓનો વિરોધ આંતરિક રીતે ભાજપના જ ચૂંટાયેલા સભ્યો કરી રહ્યા છે. આમ ઉપરથી બધું જડબેસલાક દેખાય છે, પણ અંદરખાને ઓલ ઈઝ વેલ નથી.

આ સ્થિતિની ચિંતા છેક પ્રદેશ સ્તરે પહોંચી છે. થોડા સમય બાદ વિધાનસભાની ચૂંટણી જાહેર થશે અને આ સ્થિતિમાં ગ્રામીણ તો ઠીક શહેરી વિસ્તારોમાં પણ જૂથવાદને કારણે વિપરીત અસર પડી શકે છે. મૂળ તો અંદરોઅંદર જામેલી આ લડાઈ પૈસાની વહેંચણી અને કમિશનને લઈને છે.

ભાજપના એક ટોચના નેતાના જણાવ્યા મુજબ, વિધાનસભા ચૂંટણી પહેલાં આ સ્થિતિ ખરાબ રીતે ઊભી થઈ રહી છે. ચૂંટાયેલા સભ્યો વચ્ચે છેડાયેલું દ્વંદ્વ રાજકીય પ્રતિષ્ઠા અને પૈસાની વહેંચણીને લઈને થઈ રહ્યું છે. આ સ્થિતિને ડામવા માટે હાલ સ્થાનિક સંગઠનના સહારે સભ્યોને સમજાવીને કામ પાર પાડવામાં આવી રહ્યું છે. ભાજપમાં બાહ્ય શિસ્તનું ખૂબ મહત્ત્વ છે, પરંતુ પાર્ટીના આંતરિક ખેંચતાણને કારણે આગામી વિધાનસબાની ચૂંટણીમાં દેખાવ પર ખૂબ મોટો પ્રભાવ પડે છે તેવું સિનિયર નેતાઓ જણાવી રહ્યા છે.

“આપ’ આ સ્થિતિનો ફાયદો ઉઠાવી શકે છે
ભાજપમાં ચાલતી આંતરિક લડાઈમાં કોંગ્રેસ ફાયદો ઉઠાવી જાય તે કરતાં આમ આદમી પાર્ટી તેનો લાભ લઈ શકે છે. કોંગ્રેસમાં તો ભાજપ કરતાં પણ વધુ ફાડ પડે છે, તેની સામે આમ આદમી પાર્ટીમાંં હાલ તો કોઈ જૂથબંધી જોવા મળી રહી નથી.

ભાજપે 182 બેઠક પર પ્રભારીની નિમણૂક કરી
ભાજપે તમામ 182 બેઠક પર પ્રભારીઓ નીમી દીધાં છે અને તેઓ હાલ આ બેઠકોનું સ્થાનિક સમીકરણ સમજી રહ્યા છે ત્યારે તેમના માથે આ સમસ્યાના સમાધાનની જવાબદારી પણ રહે છે. ંગઠન ઉપરાંત આ મુદ્દે પણ ચર્ચા થઈ હતી.

આ સ્થિતિ માટે મોટા નેતાઓ જ જવાબદાર
આ નેતા કહે છે કે, આ પ્રકારની તિરાડ ઊભી કરવા માટે મોટા નેતાઓ જવાબદાર હોય છે. તેઓ પોતાના સમર્થકો વધારવા માટે થઈને પોતાની સમકક્ષ બીજા હરીફ નેતાઓને હંફાવવા સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓનો ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post