ગોધરા પંચશીલ આર્ટસ કોલેજ ખાતે સ્વતંત્રતાપર્વની ઉજવણી કરાઇ, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં | Independence Day was celebrated at Godhra Panchsheel Arts College, attended by a large number of people

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે આજ રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી. જેમાં સમારંભમાં અધ્યક્ષ તરીકે સર્વોદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહમંત્રી રમેશભાઈ પટેલ તેમજ મુખ્ય મેહમાન તરીકે જગદીશભાઈ બારીઆ માજી સરપંચ ગોવિંદી ગામ તથા મેમ્બર ફિલ્મ સિટી મુંબઈ અને કોલેજના આચાર્ય વિનોદભાઈ પટેલીઆ હાજર રહ્યા હતા.

ઇતિહાસ વિભાગના પ્રાધ્યાપક ડૉ વિજય નિનામા દ્વારા ગુમનામ સ્વતંત્ર સેનાની વિશે વક્તવ્ય આપ્યું હતું. કોલેજ કક્ષાએ પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રાધ્યાપક પ્રતીકકુમાર શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું. જેમાં બહોળી સંખ્યમાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. ટ્રસ્ટના પ્રમુખ જે બી પટેલ દ્વારા સંસ્થા તેમજ પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને પંચશીલ એસ.આઈ કોલેજ ઉતરોતર પ્રગતિ કરે તેવી અભ્યર્થના દર્શાવી હતી અંતે બધા રાષ્ટ્રગીતનું ગાન કરી બધા છૂટા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post