માંડવીના મામલતદારે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં દુહો લલકારી કચ્છ પ્રત્યેની લાગણી વ્યકત કરી, વીડિયો વાઈરલ | Mamlatdar of Mandvi expresses feelings for Duho Lalkari Kutch in Independence Day program, video goes viral

featured image

કચ્છ (ભુજ )33 મિનિટ પહેલા

  • દુહા સાથે ધ્વજવંદન સમારોહનું સમાપન કરનારા મામલતદારની લોકોએ સરાહના કરી

દેશની આઝાદીના 75માં અમૃત મહોત્સવ પ્રસંગે માંડવીના નાના ભાડિયા ખાતે આયોજિત તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં કલાકાર જીવ મામલતદાર દ્વારા સમારંભના સમાપને દેશની સાથે કચ્છ પ્રત્યેનો પ્રેમ પોતે દુહો લલકારીને રજૂ કર્યો હતો. જેની લોકોમાં ખૂબ પ્રસંશા થઈ રહી છે. મામલતદાર માધુ પ્રજાપતિએ આ વેળાએ ઉપસ્થિત જન સમૂહનો રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સામેલ થવા બદલ આભાર વ્યક્ત કરી કચ્છડો બારે માસ દુહો રજૂ કર્યો હતો.જે લોકોને ખૂબ પસંદ પડતા હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

મૂળ ગુજરાતના અને હાલ છેલ્લા ચાર માસથી માંડવી ખાતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલદાર તરીકે ફરજ બજાવતા માધુ પ્રજાપતિ નાનપણથી જ ગાયનનો શોખ ધરાવે છે. જે બદલ તેમને અભ્યાસકાળ દરમિયાન અનેક પારિતોષિક પણ મળ્યા હતા. ત્યારે તાલુકામાં નાના ભાડિયા ખાતે આયોજિત તાલુકા કક્ષાના ધ્વજવંદનના કાર્યક્રમ બાદ સમાપન અવસરે મામલતદાર પ્રજાપતિએ પોતાનો ગાયનનો શોખ જાહેર કરતા તેમણે લોકોનો આભાર વ્યક્ત કરવા ઉનાળે સોરઠ ભલો અને વરસે તો વાગડ ભલો પણ મૂંજો (મારો) કચ્છડો બારેમાસ દુહો રજૂ કરી આભાર વિધિ કરી હતી. જેના પ્રતિસાદમાં હાજર લોકોએ પણ તાળીઓ વગાડી તેમનો આનંદ બતાવ્યો હતો. વતનપ્રેમની વાત કરતો આ વીડિયો લોકોને ખૂબ પસંદ પડતા હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post