Ahmedabad : ગ્રામ્ય બેઠકો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ, વિરમગામ માટે હાર્દિક સમર્થકોએ હાર્દિક પટેલનું નામ મૂક્યું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય બેઠકો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં વિરમગામ બેઠકમાં 35થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં વિરમગામ વિધાનસભા માટે હાર્દિક પટેલના સમર્થકોએ હાર્દિકનું નામ મુક્યું છે. તેમજ વરૂણ પટેલ અને ચિરાગ પટેલે પણ દાવેદારી નોંધાવી છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

ઑક્ટો 28, 2022 | 10:58 PM

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય બેઠકો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં વિરમગામ બેઠકમાં 35થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં વિરમગામ વિધાનસભા માટે હાર્દિક પટેલના સમર્થકોએ હાર્દિકનું નામ મુક્યું છે. તેમજ વરૂણ પટેલ અને ચિરાગ પટેલે પણ દાવેદારી નોંધાવી છે. જ્યારે અમદાવાદ જિલ્લા મહમંત્રી નવદીપસિંહ ડોડીયાએ દાવેદારી કરી છે. તેમજ 2017માં કોંગ્રેસ સામે હારેલા તેજશ્રી પટેલે પણ દાવેદારી કરી છે. તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ આર.સી પટેલે પણ કરી દાવેદારી કરી છે. તેમજ દેત્રોજ રામપુરા તાલુકાના APMCના ચેરમેન યોગેશ પટેલે પણ દાવેદારી કરી છે. તેમજ સાણંદ બેઠક પર 15 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. તેમજ ધારાસભ્ય કનુ પટેલ અને કમા રાઠોડે દાવેદારી નોંધાવી છે. જ્યારે APMC ચેરમેન દિલીપસિંહ બારડે દાવેદારી નોંધાવી છે.

આ ઉપરાંત બીજા દિવસે અમદાવાદ શહેરની 8 વિધાનસભા બેઠક પર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે આજે બીજા દિવસે શાહીબાગના ઓસવાલ ભવન ખાતે એલિસબ્રિજ વિધાનસભા બેઠકની સેન્સ લેવામાં આવી હતી.

જયારે શહેરની હાઈપ્રોફાઈલ બેઠક એવી એલિસબ્રિજ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય રાકેશ શાહ, અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, પાલડી વોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો. સંજય મહેતા પાલડી વોર્ડના કોર્પોરેટર પ્રિતેશ મહેતા તેમજ ચૈતન્ય શંભુ મહારાજ સહિતના હાઈ પ્રોફાઈલ નેતાએ પોતાની દાવેદારી નોંધાવી છે. તો બીજીબાજુ શહેરની પ્રબુદ્ધ બેઠકમાં જેની ગણના થાય છે તેવી મણિનગર બેઠક માટે સીટીંગ MLA સુરેશ પટેલ અને AMCના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે પણ દાવેદારી કરી છે. આ સિવાય મણિનગર બેઠક માટે દશરથ મુખી પૂર્વ કાઉન્સિલર દાવેદારી માટે પહોંચ્યા હતાં. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશિષ અમીન પણ મણિનગર બેઠક ઉપરથી દાવેદારી કરવા પહોંચ્યા હતા.