Monday, November 28, 2022

FIFA World Cup: પોર્ટુગલ અને બ્રાઝિલ પર રહેશે સૌની નજર, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ

ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup)માં બ્રાઝિલ અને પોર્ટુગલ ઉપરાંત સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન, સાઉથ કોરિયા, ઘાના અને ઉરુગ્વેની ટીમો પણ મેદાનમાં ઉતરશે. આ તમામ ટીમોની ટૂર્નામેન્ટમાં આ બીજી મેચ હશે.

FIFA World Cup: પોર્ટુગલ અને બ્રાઝિલ પર રહેશે સૌની નજર, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ

પોર્ટુગલ અને બ્રાઝિલ પર રહેશે સૌની નજર

છબી ક્રેડિટ સ્ત્રોત: રોનાલ્ડો ઇન્સ્ટાગ્રામ

FIFA World Cupના મેદાનમાં આજે ફરી એક વખત ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મેદાન પર હશે. તેના ખભા પર આજે પોર્ટુગલને ટિકિટ અપાવવાની જવાબદારી છે. પ્રથમ મેચમાં 3-2થી ટીમને જીત મળ્યા બાદ રોનાલ્ડોએ આખી ટીમને પોતાના ખર્ચે રેસ્ટોરન્ટમાં જમાડી હતી. આજે એજ યુનિટી સાથે આ ટીમ રાઉન્ડ 16માં ટિકિટ મેળવવા માટે મેદાનમાં ઉતરશે. પોર્ટુગલ જેવી જ આશા બ્રાઝીલની ટીમની પણ છે પરંતુ તેને આ કામ પોતાના સુપરસ્ટાર નેમાર વગર કરવાની રહેશે. ફિફા વર્લ્ડકપમાં બ્રાઝીલ અને પોર્ટુગલ સિવાય આજે સર્બિયા, સ્વિટઝર્લેન્ડ, કેરુન, સાઉથ કોરિયા, ઘાના અને ઉરુગ્વેની ટીમો પણ મેદાનમાં ઉતરશે.

જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકશો ?

FIFA World Cup 2022માં સોમવારે કઈ -કઈ ટીમ સામે મેચ રમાશે?

ફિફા વર્લ્ડકપમાં સોમવારે 4 મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ કેમરુન અને સાર્બિયા વચ્ચે, બીજી મેચ સાઉથ કોરિયા VS ઘાના, ત્રીજી મેચ બ્રાઝીલ અને સ્વિટઝરલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે છેલ્લી મેચ રાત્રે પોર્ટુગલ અને ઉરુગ્વે વચ્ચે રમાશે.

ફિફા વર્લ્ડકપમાં આજે 4 મેચ ક્યારે રમાશે ?

કેમરુન અને સર્બિયા વચ્ચે ફિફા વર્લ્ડકપની મેચ 28 નવેમ્બર એટલે કે, સોમવારના રોજ રમાશે. આ જ દિવસે સાઉથ કોરિયા VS ઘાનાની મેચ રમાશે. બ્રાઝીલ અને સ્વિટઝરલેન્ડ અને ચોથી મેચ પોર્ટુગલ અને ઉરુગ્વે વચ્ચે રમાશે.

ફિફા વર્લ્ડકપ 2022ની 4 મેચ ક્યા સમયે શરુ થશે ?

ભારતીય સમય અનુસાર કેમરુન અને સર્બિયા વચ્ચે બપોરે 3-30 કલાકે શરુ થશે. આ સિવાય સાઉથ કોરિયા VS ઘાનાની મેચ સાંજે 6-30 કલાકે શરુ થશે. રાત્રે 9 કલાકે બ્રાઝીલ અને સ્વિટઝરલેન્ડની મેચ રમાશે. જ્યારે પોર્ટુગલ અને ઉરુગ્વેની ટક્કર મોડી રાત્રે 12-30 કલાકે શરુ થશે.

ફિફા વર્લ્ડકપ 2022ની 4 મેચનું લાઈવ ટેલીકાસ્ટ ક્યાં થશે ?

ફિફા વર્લ્ડકપમાં બુધવારે રમાનારી 4 મેચનું લાઈવ ટેલીકાસ્ટ Sports18 અને Sports18 HD પર થશે.

ફિફા વર્લ્ડકપ 2022ની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?

ફિફા વર્લ્ડકપની 4 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જીયો સિનેમા એપ પર થશે.

પોર્ટુગલની ટીમ ઉરુગ્વેને હરાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઇચ્છશે. સ્વિત્ઝર્લેન્ડ છેલ્લા 18 મહિનામાં સારા ફોર્મમાં છે અને તેણે આ સમયગાળા દરમિયાન ઘણી મોટી ટીમોને હરાવી છે. આ વર્ષની નેશન્સ લીગમાં સ્વિટ્ઝર્લેન્ડે પોર્ટુગલ અને સ્પેનને હરાવ્યું છે.