Friday, November 25, 2022

MSW વિભાગની પરીક્ષામાં એક વિદ્યાર્થિનીએ ઉત્તરવહી નો ફોટો પોસ્ટ કરતા વિવાદ | Controversy after a student posted a photo of her answer sheet in the MSW department exam

પાટણ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટની પરીક્ષામાં ગેરરીતિ અને બેદરકારી થતી હોવાના કિસ્સાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે શુક્રવારે યુનિ. કેમ્પસમાં આવેલા એક વિભાગમાંથી એક વિદ્યાર્થિનીએ ચાલું પરીક્ષામાં મોબાઇલમાંથી ઉત્તરવહીનો ફોટો સોશિયલ મીડિયામાં મુકતા ભારે વિવાદ સર્જાયો હતો. જેને લઇ યુનિના વિભાગોમાં લેવાતી પરીક્ષા સામે સવાલો ઉભા થયા હતાં.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા કેમ્પસના માસ્ટર ઑફ સોશ્યલ વિભાગમાં હાલમાં ચાલી રહેલ ઇન્ટર્નલ પરીક્ષામાં બે દિવસ પહેલા એક વિદ્યાર્થિનીએ મોબાઈલમાંથી ચાલુ પરીક્ષામાં તેની ઉત્તરવહીના મુખ્ય પેજનો ફોટો ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કર્યો હતો.ઉત્તરવહીનો ફોટો કોઈ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પરીક્ષામાં ચાલી રહેલી લાલિયા વાડી અને ગંભીર પ્રકારની બેદરકારી સામે આવતા શૈક્ષણિક વર્તુળમાં હડકમ મચ્યો હતો.પોસ્ટ મામલે વિભાગના વડા પ્રો.જી.એન. રાવલે જણાવ્યું હતું કે શુક્રવારે સવારે પોસ્ટ મામલે જાણ થતાં જેની આઇડી હતી તે વિદ્યાર્થિનીને બોલાવીને પૂછપરછ કરતાં તેણે કરી હોવાનુ જણાવતા પ્રતિબંધિત પ્રવૃતિ કરવા બદલ કાર્યવાહી અંગે નોટિસ આપી સમગ્ર હકીકત મામલે ખુલાસો કરવા માટે સૂચના આપી છે. વિદ્યાર્થીનીના જવાબ અને તેનો રિપોર્ટ યુનિવર્સિટી સમક્ષ મુકીશું અને તે જે નિર્ણય લેશે તે મુજબ કાર્યવાહી કરીશું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: