- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- Preparations In Full Swing To Welcome Home Minister Amit Shah In Khambhalia, Mulu Will Address The Meeting In Support Of Bera
દ્વારકા ખંભાળિયા24 મિનિટ પહેલા
- કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં લાંબા સમય પછી કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહનું આગમન થવાનું છે. આજ સોમવારે સવારે 10:30 વાગ્યે ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાના સમર્થનમાં યોજાયેલી જંગી જાહેર સભામાં અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે. જેના અનુસંધાને ખંભાળિયાના વિવિધ વેપારી એસોસિએશન તેમજ નાના-મોટા દુકાનદારો પોતાના ધંધા – રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખી અને આ જાહેરસભામાં ઉપસ્થિત રહેવાના છે. આ માટેની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ જાહેરસભા ફક્ત ભાજપ માટે જ નહીં, પરંતુ અન્ય ઉમેદવારો માટે પણ મહત્વપૂર્ણ બની રહેશે.
દ્વારકા જિલ્લાની ખંભાળિયા તથા દ્વારકા બેઠકમાં ચૂંટણીના મતદાનને આડે હવે એક સપ્તાહ જેટલો સમય બાકી છે. ત્યારે તમામ રાષ્ટ્રીય પક્ષોએ પ્રચાર કાર્ય વેગવંતુ બનાવી દીધુ છે. ઉમેદવારો તથા તેમના સમર્થકો દ્વારા ડોર ટુ ડોર તેમજ અન્ય પ્રચાર માધ્યમો ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે પણ પ્રચાર ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ખંભાળિયામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા વ્યાપક લોક સંપર્ક વચ્ચે જાહેર સભાના પણ આયોજન થઈ રહ્યા છે. ખંભાળિયા વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આજ સોમવાર તારીખ 21 મીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ખંભાળિયા નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં શિરેશ્વર મંદિર નજીક આવતીકાલે સોમવારે સવારે 10 વાગ્યે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની જાહેર સભા યોજવામાં આવી છે. આ આયોજન માટે ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સાથે સરકારી તંત્ર દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.