સુરત10 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
- ચેકબાઉન્સના કેસના ત્રણ ચૂકાદા
22 વર્ષ અગાઉ પાલિકાએ કરેલા ડિમોલીશનના કેસમાં રૂપિયા દસ લાખનો ચેક આપનારનો ચેક બાઉન્સ થતા તેને મ્યુનિસિપલ કોર્પોરેશનની કોર્ટે છ માસની સજા અ્ને રૂપિયા 12 લાખ દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક મહિનાની સજાનો હુકમ કર્યો હતો. કોર્પોરેશન તરફે એડવોકેટ હેમંત ટોપીવાલાએ દલીલો કરી હતી.
કેસની વિગત મુજબ પાલિકાના નોર્થ ઝોન દ્વારા એક મિલકતનું ડિમોલીશન કરવામા આવ્યુ હતુ. જેમાં ઉદય સિંગ નાનુને રૂપિયા દસ લાખ ભરવાની નોટિસ પાલિકાએ આપી હતી. આ રૂપિયાનો ચેક બેન્કમાંથી પરત ફરતા પાલિકાના અધિકારી જયેન્દ્ર આઝાદે ફરિયાદી બની આરોપી સામે નેગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કોર્ટ કેસ કર્યો હતો. જેમાં દલીલો બાદ આરોપીને સજાનો હુકમ કરાયો હતો.
અન્ય કેસમાં 1 વર્ષની સજા
ચેક બાઉન્સના અન્ય કેસમા કેટરિનસાથે સંકળાયેલાં ફરિયાદી અશ્વિન શાહે એડવોકેટ મુખ્ત્યાર શેખ અને યાહ્યા શેખ મારફત અંકુર મોદીની સામે ચેક બાઉન્સનો કેસ કર્યો હતો. કોર્ટે આરોપી એક વર્ષની સાદી કેદ રૂપિયા 10લાખનો દંડનો હુકમ કર્યો હતો. આરોપીએ ફરિયાદી પાસેથી વર્ષ 2018માં દસ લાખ ઉછીના લીધા હતા.
મૌલી ક્રિએશનના બંને ભાગીદારને 1 વર્ષની સજા
ચેક બાઉન્સના કેસમાં કોર્ટે મૌલી ક્રિએશનના બંને ભાગીદાર પિયુષ પટેલ અને વિકાસ મહિપતિને એક-એક વર્ષની સજા અને 10.75 લાખ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. ફરિયાદી ચેતિન કાકડિયા વતી એડવોકેટ વિપુલ એમ.રૂપારેલિયાએ દલીલો કરી હતી.