પીએમ મોદીના આગમનને પગલે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા અને અમદાવાદના પોલીસ કમિશનર અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પીએમના પ્રોટોકોલ પ્રમાણે કોનવે તૈયાર કરવામાં આવ્યો હતો અને જ રૂટથી પીએમ મોદી પસાર થયા છે તે રોડ પર પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: હીરાબાની પ્રેરણાથી PM દિવસના 18 કલાક કામ કરે છે: પ્રહલાદ મોદી
અનેક રિપોર્ટ કરવામાં આવ્યા હાલ તેમની તબિયત સ્થિર હોવાની સત્તાવાર માહિતી હોસ્પિટલ દ્વારા આપવામાં આવી છે. હીરાબાના બ્લડ રિપોર્ટ સહિતના અલગ-અલગ રિપોર્ટ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સહિત ના મોટા નેતાઓએ હીરાબા ની ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા.હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીના સગાઓને સૂચના આપવામાં આવી છે. દર્દી સાથે નક્કી કરાયેલી એકજ વ્યક્તિ હાજર રહી શકશે. પીએમ મોદી હાજર હોય તે દરમિયાન દર્દીના સગાવ્હાલાઓ અવર-જવર કરી શકશે નહીં.
ખાસ ટીમ કરી રહી છે સારવાર હીરાબાની તબિયત લથડતા તેમને યુએન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. જ્યારે હોસ્પિટલની એક ખાસ ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. યુએન હોસ્પિટલ દ્વારા એક હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં હીરાબાની તબિયત સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું છે. હોસ્પિટલના તજજ્ઞો દ્વારા સતત હીરાબાના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સૂચનો આપવામાં આવી રહ્યાં છે
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: અમદાવાદ, ગુજરાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી