ભરતસિંહ વાઢેર,દૂધની: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અંતરિયાળ છેવાડાના વિસ્તારમાં આવેલું દૂધની જળાશય અત્યારે સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ જાણીતા પર્યટન સ્થળ પર જળાશયમાં સહેલાણીઓની સહેલગાહ માટે લંગારાવામાં આવેલી 100થી વધુ હોડીઓને રંગબેરંગી કાપડ અને ફૂલોથી આકર્ષક સજાવટ કરતાં દૂધનીની સુંદરતામાં વધારો થયો છે. ત્યારે ત્રણ પ્રદેશોના સંગમ સ્થળ એવી જગ્યા પર આવેલું આ દૂધની જળાશય મીની જમ્મુ કાશ્મીર તરીકે જાણીતું થઈ રહ્યું છે. ત્યારે વર્ષોથી સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલ દૂધની જળાશયનું સૌંદર્ય અત્યારે સોળે કળાએ ખીલી રહ્યું છે.