- Gujarati News
- Local
- Gujarat
- Where Were 1,277 Bottles Of Foreign Liquor And 53 Lakh Cash Seized? State’s Longest 3.5 Km Bridge Launched Today
26 મિનિટ પહેલા
સૌથી લાંબા બ્રીજનું આજે લોકાર્પણ
રાજ્યના સૌથી મોટા શહેરી ઓવરબ્રિજનું આજે મુખ્યમંત્રી અટલ બ્રિજનું નામ જાહેર કરી લોકાર્પણ કરશે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના સહયોગથી રાજ્યના શહેરોમાં સૌથી લાંબા 3.5 કિલો મીટરનો ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધીના ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ તૈયાર થઇ જતાં કોર્પોરેશન દ્વારા અટલ બિહારી વાજપાઇના જન્મ દિને આ બ્રિજનું નામ અટલ બ્રિજ આપીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવાના કાર્યક્રમનું આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

દારૂ તો મળ્યો નોટના બંડલો પણ મળ્યા
લુણાવાડાના વિરણીયા ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે ગતરાત્રિના કુખ્યાત બુટલેગરના વિદેશી દારૂના ધમધમતા વ્યાપાર પર દરોડો પાડ્યો હતો. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ દરમિયાન મકાન અને આજુબાજુના ઝાડી-ઝાખરાઓમાંથી વિદેશી દારૂ ભરેલા થેલાઓ જપ્ત કર્યા હતા. આ ઓપરેશન દરમિયાન પીપમાં મુકેલા નોટોના બંડલો મળી આવતા ખૂદ સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારીઓ પણ ચોકી ગયા હતા. આ દરોડામાં સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂના જંગી જથ્થા સાથે 53.43 લાખ રૂપિયાના બંડલો સાથે એક મહિલા અને તેના નોકરની ધરપકડ કરી હતી. જ્યાંરે મહિલીનો પતિ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ થયો હતો.

અસામાજિક તત્વોના આતંકના CCTV
સુરતમાં પીપલોદ સ્થિત એક કોલેજ બહાર અસમાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. હાથમાં ઘાતક હથિયારો અને લાકડાના ફટકા લઈને અસમાજિક તત્વો ફરતા દેખાયા હતા. અંદાજીત 20 જેટલા શખ્સો મોટર સાયકલ પર ફટકા અને ઘાતક હથીયારો લઈને ફરતા દેખાયા હતા. આ ઉપરાંત આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. એક યુવક જીવ બચાવી કોમ્પ્લેક્સમાં ભાગી છુપાયો હોવાની માહિતી મળી હતી. પીપલોદ સ્થિત કોલેજ બહાર આ મારામારીની ઘટના બની હોવાની માહિતી મળી હતી.

5 દેશમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ફરજિયાત
દેશમાં કોરોનાના ખતરાને જોતાં કેન્દ્ર સરકાર એલર્ટ છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડ આ પાંચ દેશમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. જો આ દેશના કોઈપણ મુસાફરમાં કોવિડ-19નાં લક્ષણો જોવા મળે છે અથવા ટેસ્ટ પોઝિટિવ આવે છે, તો આ લોકોને ક્વોરેન્ટીન કરવામાં આવશે.

આ થર્ટીફર્સ્ટે બરાબર ઠૂંઠવાશો
હજી અઠવાડિયા પહેલાં જ ગરમી લાગતી હતી ત્યાં તો અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠંડી વ્યાપી ચૂકી છે. દિવસે પણ સ્વેટર પહેરવું પડે એવી અચાનક સ્થિતિથી હેબતાયેલા ગુજરાતીઓને ખરી ઠંડીનો અહેસાસ તો આવનારા સપ્તાહે થશે. બે દિવસથી તાપમાનનો પારો નીચો ઊતરી રહ્યો છે ત્યારે ઉત્તરના પવનો આગામી સપ્તાહે પારાને વધુ બેથી 3 ડીગ્રી નીચે લઈ જઈ શકે છે. આજે સવારમાં જ અમદાવાદમાં તાપમાન 10 ડીગ્રીએ પહોંચી ગયું હતું. હવામાન વિભાગ અનુસાર, શુક્રવારે નલિયામાં 4.9 ડીગ્રી સાથે વર્તમાન સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. નલિયામાં કોલ્ડવેવની સ્થિતિ છે, જે હવે ધીરે-ધીરે સમગ્ર રાજ્યમાં પ્રસરશે એ નક્કી છે. ગુજરાતનાં 11 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 15 ડીગ્રીથી નીચે નોંધાશે, જ્યારે રાજસ્થાનના માઉન્ટ આબુમાં ગુજરાતથી ફરવા ગયેલા પ્રવાસીઓ શીત લહેરથી મોજમાં આવી ગયા છે, જોકે ઠંડીથી બચવા તાપણાં કરતાં નજરે ચડ્યા હતા.

RPFનો જવાન બન્યો દેવદૂત
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 ખાતે ટ્રેન ઊપડી ગયા બાદ મુસાફર એમાં ચઢવા જતો હતો. આ દરમિયાન તેનો પગ લપસી જતાં તે પડી ગયો હતો, જેને લીધે તે ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયો હતો. આ ઘટના ત્યાં હાજર આરપીએફ જવાન સંદીપે જોઈ હતી, જેથી તે તાત્કાલિક દોડી ગયો હતો અને યુવાનને ટ્રેન અને પાટા વચ્ચેથી બહાર કાઢ્યો હતો, જેથી યુવાનનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશનના CCTVમાં કેદ થઈ ગઈ હતી

ગૃહ રાજ્યમંત્રીનો રાજકોટમાં હુંકાર
ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે હતા. ત્યારે તેઓ પ્રથમ સ્વામિનારાયણ ગુરુકુળ અમૃત મહોત્સવમાં હાજરી આપી હતી. બાદમાં તેઓ રાજકોટના ઢેબર રોડ પર આવેલ એસટી બસપોર્ટ ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓએ પ્રથમ એસટી બસપોર્ટની મુલાકાત લીધી હતી અને યુવાનોથી લઇ વૃદ્ધોને મળી પરિસ્થિતિ અંગે પૂછપરછ કરી હતી. એટલું જ નહીં અહીં તેઓએ શૌચાલય અને વેઇટિંગ રૂમ સહિતની તપાસ કરી હતી. એસટી બસપોર્ટમાં કેન્ટીનમાં હર્ષ સંઘવીએ ચાની ચુસ્કી લગાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, વ્યાજખોરના દૂષણથી મારા રાજ્યનો એક પણ નાગરિક હેરાન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.