Monday, December 19, 2022

પોરબંદરમાં વહેલી સવારે સ્ટ્રીટ લાઇટો બંધ કરી દેવાતા વિદ્યાર્થીને હાલાકી; 7 વાગ્યા સુધી ચાલુ રાખવા માગ | Street lights switched off early morning in Porbandar, student victimized; Want to continue till 7 pm

પોરબંદર11 મિનિટ પહેલા

હાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે સુર્યોદય મોડો થતો હોવાથી સવારે 07 વાગ્યા પછી સુર્યોદય થતો હોય છે. ત્યારે પોરબંદર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક વિધાર્થી-વિધાર્થીનીઓ અભ્યાસ માટે શહેરની શાળા/કોલેજમા આવતા હોય છે. શિયાળાના સમયમાં સૂર્યોદય મોડો થવાથી અંધારૂ હોય છે. તેથી ગામડાઓમાથી જે વિધાર્થીઓ-વિધાર્થીનીઓ વહેલી સવારે બસમાં અહીં અભ્યાસ અર્થે આવે છે, તેમને કલાક સુધી એસ.ટી બસ સ્ટેશન પર બેસવાની ફરજ પડે છે. કેમ કે નગરપાલિકા દ્વારા જે સ્ટ્રીટ લાઇટો છે તે સવારે 06 વાગ્યા આસપાસ બંધ કરી દેવામાં આવે છે.

સવારે 07 વાગ્યા આસપાસ લાઇટો ​​​​​​બંધ કરવા માગ
શહેરના એસટી રોડથી લઇને હાર્મની હોટેલ તેમજ એમજી રોડ સુધી અંધકારમય રહે છે, જેમાં ઘણી વિધાર્થીની બહેનો ગોઢાણિયા કોલેજની હોય છે. જે એસટીથી ગોઢાણિયા સુધી પહોંચવામાં તેઓને મુશ્કેલી પડે છે. સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી તે રસ્તો અંધકારમય હોય છે. પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્રારા પોરબંદર છાંયા નગરપાલિકા ખાતે ચીફઓફીસરને આવેદનપત્ર આપી માંગણી કરવામા આવી છે કે, વિધાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લઇને વહેલી સવારે જે સ્ટ્રીટ લાઇટો બંધ કરી દેવામાં આવે તે લાઇટો જો સવારે 07 વાગ્યા આસપાસ શિયાળાના સમય દરમ્યાન બંધ કરવામાં આવે. ખાસ કરીને વિધાર્થીની બહેનોને રસ્તા પર કોઇ મુશ્કેલી વેઠવી ના પડે તે બાબતને ધ્યાને લેવા પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્રારા માંગ કરવામા આવી છે.

છાંયા નગરપાલિકા ખાતે આવેદન
આ કાર્યક્રમમા ગુજરાત એનએસયુઆઈના મહામંત્રી કિશન રાઠોડ, શહેર પ્રમુખ જયદિપ સોલંકી, ઉમેશરાજ બારૈયા, રોહતિ સિસોદિયા, રાજ પોપટ, બીરજુ શિંગરખિયા, ચિરાગ ચાંચિયા, સાહિલ વાજા, દિવ્યરાજ જોડેજા, હિરેન મેઘનાથી, ચિરાગ વદર, યશ ઓઝા, દિવ્યેશ સોલંકી, ભરત વદર સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: