ગીર સોમનાથ (વેરાવળ)6 મિનિટ પહેલા
વેરાવળના કાજલી ગામના સોસાયટી વિસ્તારમાં સાપ અને નોળીયાની રોમાંચક લડાઈની ઘટના સામે આવી છે. આ લડાઈના દૃશ્યો ગ્રામજનોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈને સામે આવ્યા છે. ક્યારેક જોવા મળતી સાપ અને નોળીયાની રોમાંચક લડાઈની ઘટના કાજલી ગામના સોસાયટી વિસ્તારના માર્ગ પર જોવા મળતા લોકોકુતુહુલ વંશ નિહાળવા માટે ઉમટી પડ્યા હતા.

માનવ વસાહત વાળા વિસ્તારોમાં જવલ્લેજ જોવા મળતી અદ્ભૂત પ્રાણીઓની લડાઈના દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ સામે આવ્યા છે. જેની જાણવા મળેલ વિગતો મુજબ, વેરાવળ તાલુકાના કાજલી ગામે હાઇવે રોડની બાજુમાં આવેલા સોસાયટી વિસ્તારના મુખ્ય રોડની સાઈડમાં નોળીયા અને સાપ વચ્ચે લડાઈ થઈ હતી. આ બંને વચ્ચેની રોમાંચક લડાઈ પંદર મિનિટ સુધી ચાલી હતી. જેમાં નોળીયો સતત સાપને છંછેડતો જોવા મળી રહ્યો છે. આ રોમાંચક લડાઈને જોવા લોકોના ટોળા વળી આવતાં ભેગા થયેલા ટોળાના લીધે નોળીયો અને સાપ ભાગી ગયા હતા.

આ રોમાંચક લડાઈના દૃશ્યો ગ્રામજનોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. જેના વીડિયો હાલ સોશિયલ મિડીયામાં વાઈરલ થયા છે. જેને લોકો રોમાંચક પૂર્વક નિહાળી રહ્યા છે. આવી લડાઈ મોટાભાગે જંગલ વિસ્તારમાં જ જોવા મળે છે. જ્યારે માનવ વસાહત વાળા વિસ્તારોમાં ક્યારેક જ જોવા મળતી હોય છે. ત્યારે આવી રોમાંચક લડાઈ જોવાનો લ્હાવો કાજલીના ગ્રામજનોને બેએક દિવસ પહેલા મળ્યો હતો.

