હત્યારાઓ CCTVમાં કેદ
કારખાના માલિક, તેના પિતા અને મામાની હત્યા નીપજાવવામાં આવી છે. જ્યારે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. CCTVમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, કામદારો કઈ રીતે ચપ્પાથી માલિક હત્યા કરે છે. કામદાર પાછળ જતા માલિક સીડીથી નીચે પટકાતાં જ તેમનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના પર નજર કરીએ તો, કામદારને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ કામદારોએ તે અદાવત રાખી માલિકની હત્યા નીપજાવી હતી. આ કામદારો પરપ્રાંતિય હોવાનું જાણવા મળી રહ્યું છે. ખુની ખેલને અંજામ આપનારા હત્યારાઓ CCTVમાં કેદ થયા છે.
સુરતમાં વેદાંત ટેક્સો એમ્બ્રોડરીના કારખાના માલિક સહિત 3ની હત્યા
કામદારોને નોકરીમાંથી હાંકી કાઢતા હત્યાને આપ્યો અંજામ#NewsUpdates #Gujarat #crime #Surat pic.twitter.com/huJ1WQlFM1— News18Gujarati (@News18Guj) December 25, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Crime news, Gujarat News, Surat news