Saturday, December 17, 2022

સુરત મહાનગરપાલિકા દ્વારા પોંકવડાનું વેચાણ કરતી 15 જગ્યાએથી 20 નમૂના લઈ તપાસ હાથ કરાઈ | Surat Municipal Corporation conducted an investigation by taking 20 samples from 15 places selling Ponkavada.

સુરત8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
આરોગ્ય વિભાગ દ્વારા પોંકવડાના સ્ટોલ ઉપર નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી - Divya Bhaskar

આરોગ્ય વિભાગ દ્વારા પોંકવડાના સ્ટોલ ઉપર નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી

શિયાળાની ઋતુમાં પોંક વડાનું ખૂબ જ વેચાણ થતું હોય છે. સુરતમાં પણ પોંક વડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. ત્યારે સુરતમાં મનપાના ફૂડ વિભાગ દ્વારા દરેક ઝોનમાં તપાસ કરી 15 જગ્યાએથી 20 નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ બાદ કોઈ ખામી માલુમ પડશે તો કાર્યવહી કરવામાં આવશે તેમ સુરત મહાનગરપાલિકા દ્વારા જાણવામાં આવ્યું છે.

સુરતીઓ ખાવા પીવાના શોખીન છે અને દરેક તહેવાર પણ સુરતીઓ ધામધુમથી ઉજવતા હોય છે. ત્યારે હાલમાં શિયાળાની ઋતુમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં પોંક વડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. શહેરીજનો આ પોકવડા આરોગતા હોય છે ત્યારે ​શહેરીજનોને જેનાં સેવન થકી કોઇ આરોગ્યલક્ષી મુશ્કેલી ઉપસ્થિત ન થાય તે હેતુસર તા.૧૭/૧ર/ર૦રર ના રોજ આરોગ્ય વિભાગનાં ફુડ ઇન્શપેકશન વિભાગનાં ફુડ સેફટી ઓફિસરો ઘ્વારા કુલ-૧પ સ્થળોએ ઘનિષ્ટ ચેકીંગ હાથ ધરી કુલ-ર૦ નમૂનાઓ લઇ પુથ્થકરણ સારૂં પબ્લીક હેલ્થ લેબોરેટરી, સુરત મહાનગર પાલિકા ખાતે મોકલવામાં આવ્યા છે જેનો રીપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ સુરત મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ક્યાં ક્યાં સ્થળેથી નમૂના લેવાયા

1 દત્તાત્રેય પોંક એન્ડ પોંકવડા સ્ટોલ,જેડ બ્લુ શો રૂમની સામે, ઘોડ દોડ રોડ, સુરત.

2 જય અંબે પોંકવડા સ્ટોલ,​​​​​​​જેડ બ્લુ શો રૂમની સામે, ઘોડ દોડ રોડ, સુરત.

3 જય અંબે પોંકવડા, ભગવતી ફાર્મની પાસે, ઉત્રાણ બ્રિજ રોડ, સુરત.

4​​​​​​​ સાંઇનાથ પોંકવડા સ્ટોલ,​​​​​​​સ્ટોલ નં.૪, પટેલવાડી પાસે, રંગીલા પાર્ક, ઘોડ દોડ રોડ, સુરત.

5 સત્કાર પોંકવડા સ્ટોલ,​​​​​​​સ્ટોલ નંબર ૧ અને ૩ , નવી પોંક નગરી, અડાજણ, સુરત.

6 શ્રી સાંઇનાથ પોંકવડા સ્ટોલ,​​​​​​​ધનમોરા કોમ્પલેક્ષની સામે, અડાજણ પાટીયા, સુરત.

7 શ્રી રામ પોંકવડા,તુલસી રો હાઉસ, યોગી ચોક, સુરત.

8 દત્તાત્રેય ગ્રીન પોંક,નવી પોંક નગરી, અડાજણ, સુરત.

9 શ્રી અંબીકા પોંકવડા સ્ટોલ,નવી પોંક નગરી, અડાજણ, સુરત.

10​​​​​​​ દારૂવાલા પોંકવડા સ્ટોલ,નવી પોંક નગરી, અડાજણ, સુરત.

11 દત્તાત્રેય પોંકવડા સ્ટોલ, નવી પોંક નગરી, અડાજણ, સુરત.

12​​​​​​​ સાંઇ આનંદ પોંકવડા સ્ટોલ,નવી પોંક નગરી, અડાજણ, સુરત.

13 શ્રી જય અંબે પોંકવડા સ્ટોલ,જનતા ડેરીની સામે, રૂસ્તમપુરા, સુરત

14 શ્રી રામ પોંકવડા સ્ટોલ,​​​​​​​જેડ બ્લુ શો રૂમની સામે, ઘોડ દોડ રોડ, સુરત.

15 શ્રીનાથજી પોંકવડા સેન્ટર,​​​​​​​કતારગામ મેલા ગ્રાઉન્ડની પાસે, કતારગામ, સુરત

અન્ય સમાચારો પણ છે…