સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા
ચીનમાં વધી રહેલા કોવિડના વેરીયન્ટને લઈને હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે સાબરકાંઠામાં પણ આરોગ્ય વિભાગની સૂચનાને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે. તો હિમતનગરમાં સિવિલ હોસ્પીટલમાં તૈયારીઓ કરી દેવાઈ છે. બીજી તરફ CHC અને PHCમાં શરદી અને તાવના સેમ્પલ લેવા માટે સુચન કરાયું છે.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાએ જણાવ્યું હતું કે, આઠ તાલુકાના CHC અને PHC, જનરલ હોસ્પિટલ અને સિવિલ હોસ્પીટલમાં શરદી અને તાવના દર્દીઓના સેમ્પલ લેવાનું સૂચન કરાયું છે. ભીડમાં માસ્ક પહેરવું જરૂરી છે તો જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ મેડીકલ ઓફિસર અને તબીબો સાથે વીસી કરી જરૂરી સુચના આપવામાં આવી છે. જિલ્લામાં કાર્યરત 15 ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી માટે મોકડ્રીલ પણ કરવામાં આવશે.

હિંમતનગર સિવિલ હોસ્પિટલના કોવિડ નોડલ ઓફિસર ડૉ.વિપુલ જાનીએ જણાવ્યું હતું કે, ચીનમાં વધતા કોવિડના કેસોને લઈને તૈયારીઓ હિંમતનગર સિવિલમાં કરી દેવાઈ છે. તો સિવિલના પાચમાં માળે 161 બેડ તૈયાર કરાયા છે. ચાર વોર્ડ ICU વેન્ટીલેટર અને ત્રણ વોર્ડ ઓક્સિજનના છે. જેમાં 76 ICU વેન્ટીલેટર અને 85 ઓક્સિજન બેડ તૈયાર થઇ ગયા છે. તો હાલમાં ત્રણ મહિલાઓ શંકાસ્પદ દાખલ કરી છે અને તેમના સેમ્પલ મોકલ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 700 LMT, 10 ટન લિકિવડ O2, 87-02 ડી ટાઈપ, O2 87 (7 LMP), O2 બી ટાઈપ 71 બોટલ(1.5 LMT) તૈયા







