બિઝનેસ ફિલ્ડમાં પણ કામ કરવાની ઇચ્છા
CATના પરિણામમાં અમદાવાદનો પ્રથમ શાહ 99.99 પર્સનટાઈલ મેળવી ગુજરાતમાં બીજા ક્રમે તથા અમદાવાદમાં પ્રથમ ક્રમે રહ્યો છે. પ્રથમ CATની પરીક્ષા આપવા સાથે એલએલબી પણ કરી રહ્યો છે. તેના પિતા ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ છે. પિતા એડવોકેટ હોવાના લીધે પહેલેથી જ પ્રથમે એલએલબીનો અભ્યાસ શરુ કર્યો હતો. એલએલબીની સાથે બિઝનેસ ફિલ્ડમાં પણ તેને રસ હોવાના કારણે એમબીએ કરવાનું નક્કી કર્યુ હતુ. તેથી ગયા વર્ષે એમબીએ માટે CAT કરવાનું નક્કી કર્યું હતું.આ પણ વાંચોઃ વેક્સિન લીધી હશે તો પણ કોરોનાનો ચેપ લાગી શકે?
બે કોર્ષમાં એકસાથે મહેનત કરી
વર્ષ 2021માં જાન્યુઆરી મહિનામાં પ્રથમે CATની તૈયારી કરી હતી અને પ્રાઈવેટ કોચિંગ શરુ કર્યું હતું. આ સાથે તેનો એલએલબીનો અભ્યાસ પણ ચાલી રહ્યો હતો. એલએલબીમાં પરીક્ષા હોય ત્યારે તે CATમાં ઓછું ધ્યાન આપી શકતો હતો. જો કે, બંને કોર્ષ માટે તેની તૈયારીનું બોન્ડિંગ એટલું જ હતું. જેથી તે દિવસમાં 10 કલાક વાંચન માટે ફાળવતો હતો. આ રીતે સતત 10 મહિનાની મહેનત આખરે રંગ લાવી છે.
ઇન્ટરવ્યૂ માટે પણ સખત મહેનત કરવાની તૈયારી
ગત 27 નવેમ્બરના રોજ CATની પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા આપીને પ્રથમ ફરી એલએલબીની તૈયારીમાં લાગી ગયો હતો. CATનું પરિણામ જાહેર થયું ત્યારે તે ખૂબ ખુશ થઈ ગયો હતો. તેના પરિણામથી પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. પરિણામ આવતા પ્રથમે એમબીએમાં એડમિશન માટે તૈયારી શરુ કરી છે. પ્રથમ આઈઆઈએમ અમદાવાદમાં એડમિશન લેવા માંગે છે અને આઈઆઈએમ અમદાવાદમાં એડમિશન મેળવવા માટે હજુ તે ઈન્ટરવ્યૂ માટે એટલી જ મહેનત કરશે.
આ પણ વાંચોઃ લગ્નનું આયોજન કર્યુ હોય તો રાહ જોજો, ગાઇડલાઇન આવે તેવી શક્યતા
મલ્ટિ-નેશનલ કંપનીમાં કામ કરવાની ઇચ્છાઃ પ્રથમ
પ્રથમે જણાવ્યુ હતુ કે, તે દરરોજ 10 કલાકનું વાંચન કરતો હતો. બંને કોર્ષની તૈયારીમાં બેલેન્સ રાખીને મહેનત કરતો હતો. તેને MBAમાં રસ છે. તેને MBA કરીને મલ્ટી નેશનલ કંપનીમાં સારી નોકરી કરવી છે. મહત્વનું છે કે, CAT પાસ કરનાર મોટાભાગના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. સ્માર્ટ અને હાર્ડ વર્કથી ધાર્યુ પરિણામ મેળવી શકાય છે તે આ વિદ્યાર્થીઓના પરિણામ પરથી જોઈ શકાય છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: IIM Ahmedabad, MBA