જામનગર2 મિનિટ પહેલા
- કૉપી લિંક

- કલ્યાણપુર-ભાટિયામાં 480 જોડાણ ચેક કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે વીજતંત્ર દ્વારા કોર્પોરેટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વીજતંત્રની 35 ટીમ દ્વારા ભાટિયા અને કલ્યાણપુર તાલુકામાં ચેકીંગ હાથ ધરી 480 વીજ જોડાણ ચેક કર્યા હતાં. જેમાંથી 75 જોડાણમાં ગેરરીતિ મળી આવતા વીજચોરી કરનાર આસામીઓને રૂ.17.80 લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા.
હાલારમાં થતી વીજ ચોરીને ડામવા ત્રણ મહિના બાદ વીજ તંત્ર દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત સતત ત્રીજા દિવસે એટલે કે શુક્રવારે વીજતંત્રની 35 ટીમે ભાટિયા અને કલ્યાણપુર તાલુકામાં ચેકીંગ કર્યું હતું. જેમાં કુલ 480 વીજજોડાણ ચેક કરવામાં આવ્યા હતા.
જેમાંથી 75 જોડાણોમાં ગેરરીતિ ખુલતા વીજ ચોરી કરનાર આસામીઓને રૂ. 17.80 લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા. વીજચેકીંગ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 17 એસઆરપી ,12 પોલીસ તથા 3 એકસ આર્મીના જવાનોએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. વિજચેકીંગની કામગીરીનું રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું.
વીજતંત્રએ બે દિવસમાં રૂ. 41.15 લાખની ચોરી પકડી વીજ તંત્ર દ્વારા કોર્પોરેટ ડ્રાઇવ અંતર્ગત ગુરૂવારે અને શુક્રવારે દ્વારકા જિલ્લામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસમાં રૂપિયા 41.15 લાખની વીજ ચોરી પકડી પાડી છે. બુધવારે જામનગર શહેરમાં વીજ ચોરી કરનાર આસામીઓને રૂ.13.45 લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા. ત્રણ દિવસમાં હાલારમાંથી રૂ.54.60 લાખની વીજચોરી પકડાઈ છે.