Saturday, December 17, 2022

સોમ અને મંગળવારે વિજયરાજનગર ફીડરના વિસ્તારોમાં વીજ કાપ જાહેર | Power cut announced in Vijayarajanagar feeder areas on Monday and Tuesday

ભાવનગર10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સોમવારથી બુધવાર સુધી સવારે 7થી બપોરના 1.30 કલાક સુધી વીજકાપ
  • બુધવારે સરદારનગર ફીડરના વિસ્તારોમાં વીજ કાપ રહેશે

PGVCL ભાવનગર સિટી ડિવીજન-1માં વીજ લાઇન પર કામગીરી કરવાની હોય તા.19થી 21 ડિસેમ્બર, સોમવારથી બુધવાર દરમિયાન સવારના 7 વાગ્યાથી બપોરના 1.30 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોમાં વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે.

તા.19 ડિસેમ્બરને સોમવારે સિટી સબ સ્ટેશનના વિજયરાજનગર ફીડર હેઠળના વિજયરાજનગર સર્કલ તથા આજુબાજુનો વિસ્તાર, ડો.મહેશનું દવાખાનું તેમજ આજુબાજુનો વિસ્તાર, આરટીઓ રોડનો અમુક વિસ્તાર, આરટીઓ રોડ સામેનો કોમર્શિયલ વિસ્તાર, વિધિ જેમ્સ, ડિસન્ટ ઇમ્પેક્સ, વિજયરાજનગર સર્કલથી ડાયાભાઇ ચોક સુધીના વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી બપોરના 1.30 કલાક સુધી વીજ પુરવઠો મળશે નહી.

તા.20 ડિસેમ્બરને મંગળવારે વિજયરાજનગર ફીડર હેઠળના ઇન્ડસ્ટ્રીયલ જ્વેલ્સ, જ્વેલ્સ સર્કલ, આરટીઓ રોડ, ઇસ્કોન મેગા સિટી, ઇસ્કોન ગેટ નંબર-2, 3, 4 અને 5, ઇસ્કોન રોડ, આંબેડકર ભવન, એમકેબી યુનિ., હોટલ બેસિલ પાર્ક અને અશ્વનીલામાં સવારના 7 વાગ્યાથી બપોરના 1.30 કલાક સુધી વીજ પુરવઠો મળશે નહી. તા.21 ડિસેમ્બરને બુધવારે સિટી સબ સ્ટેશનના સરદારનગર ફીડરના હોટલ નિલમબાગ પેલેસ, હરિદર્શન, નિલમબાગ ચોક, વિજયરાજનગરનો અમુક વિસ્તાર, પોલિટેકનિકલ કોલેજ કેમ્સપ, જીઇસી, યુનિ. કેમ્પસ, બાંભણીયાની વાડી, વિશાલા પાર્ક, સમરસ હોસ્ટેલ, એચડીએફસી બેન્ક વિદ્યાનગર શાખા તથા શેષવતી કોમ્પલેક્સમાં સવારના 7 વાગ્યાથી બપોરના 1.30 કલાક સુધી વીજ પુરવઠો મળશે નહી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: