Saturday, December 17, 2022

સુરત એરપોર્ટ પર વીજળી કૌભાંડ : સરકારની વીજળીનું સ્ટોલધારકોને રેવડીની જેમ વિતરણ | Electricity Scam at Surat Airport: Distribution of Government Electricity to Stallholders like Revadi

સુરતઅમુક પળો પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar

ફાઈલ તસવીર

  • એરપોર્ટને ધમધમતુ કરવા સરકારે 16 વર્ષમાં 22 કરોડ ચુકવ્યા, એરપોર્ટ ઓથોરિટીએ રૂપિયા ગજવે નાખ્યા

નરેશ પરમાર
સુરત એરપોર્ટ પર લાખો રૂપિયાની વીજળીના કૌભાંડની આશંકા છે. ગુજરાત સરકાર સુરત એરપોર્ટને ચલાવવા છેલ્લા 16 વર્ષથી ફ્રીમાં વીજળી આપી રહી છે. આ રકમ 22 કરોડને પાર પહોંચી ગઈ છે. પરંતુ મજાની વાત એવી છે કે એરપોર્ટ ઓથોરિટીએ ખાનગી દુકાનદાર અને એરલાઇન્સ કંપનીઓને આ ફ્રી વીજળી વેચીને પૈસા વસૂલ્યા છે. પરંતુ આજ સુધી રાજ્ય સરકારને ફદિયુ પણ આપ્યું નથી. આ સમગ્ર મામલો એક આરટીઆઇમાં સામે આવ્યો જ્યારે ઓથોરિટીને પુછવામાં આવ્યું હતું કે તમને રાજ્ય સરકાર મફત વીજળી આપે છે તે રૂપિયા ખાનગી દુકાનદારો પાસે કેવી રીતે વસૂલો છો? ત્યારે ઓથોરિટીનો જવાબ હતો અમે રૂપિયા લઈએ છીએ. જ્યારે બીજી આરટીઆઇમાં હિસાબના કાગળો મંગાયા ત્યારે જવાબ હતો કે તેનો કોઇ દસ્તાવેજ નથી.

એટલે કે મફતમાં આપેલી વીજળીનું રેવડીને જેમ વહેંચી દેવાયાનું બહાર આવ્યું છે. ડઝનથી વધુ કંપનીઓ અને દુકાનદારો સુરત એરપોર્ટ પર આવીને જતા રહ્યા છે. જેની પાસેથી કેટલા રૂપિયા લેવાયા, રીડિંગના પેરામીટર શું હતા, તેને કોણે નક્કી કર્યા, મીટરના રીડિંગના કમાન્ડ કોની પાસે હતા અને મીટર રીડિંગમાં ગોટાળા તો નથી થયા, પૈસા કોના ખાતામાં આવ્યા? જેનો જવાબ સુદ્ધા મળ્યો નથી.

5 સ્ટેપમાં કૌભાંડ સમજો…ખાનગી દુકાનદારો-એરલાઇન્સ કંપનીને લ્હાણી
1 એરપોર્ટને ધમધમતુ જોવા સરકારે ફ્રીમાં આપેલી જમીન, પાણી, વીજળી અને પોલીસ સેવા
રાજ્ય સરકારે સુરતના એરપોર્ટને ધમધમતુ જોવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને જમીન, પાણી, વીજળી અને પોલીસની મફત સેવા આપી હતી.
2 વીજ બીલ ઉદ્યોગ મંત્રાલય મારફતે અપાય છે
એરપોર્ટ ઉપર જે વીજળીનું બીલ આવે છે તેને ઓથોરિટી એમઓયુ મુજબ પીડબલ્યુડી વિભાગને મોકલી આપે છે. જે PWDને મળ્યુ નથી. ત્યાંથી ડીજીવીસીએલને વીજબીલનો ચેક અપાય છે.
3 ડિસ્કોમ વગર જ જાતે બીલની ગણતરી કરાઇ છે
વીજળીનો કેટલો વપરાશ થયો, કેટલા યુનીટ વપરાયું તે માટે એક સ્પેશ્યલ ડિસ્કોમ સિસ્ટમ હોય છે. પરંતુ આ સિસ્ટમ વગર એરપોર્ટ ઓથોરિટી પોતાની જાતે જ બીલની ગણતરી કરીને તે પ્રમાણે બીલ વસૂલે છે. આ બીલ માટે જવાબ મંગાયો ત્યારે તેઓએ ડોક્યુમેન્ટ ન હોવાનું કહ્યું હતું.
4 રૂપિયા જોઇએ છે પરંતુ પાછા આપ્યા નહીં
સ્લોટ ધારકોને વીજળી વેચી દઇને રૂપિયા ગજવામાં નાંખી રાજ્ય સરકારને પરત અપાયા નથી.
5 ખુબ જ મોટી રકમ હોઇ શકે : જાણકારોના કહેવા પ્રમાણે 2006થી એરપોર્ટ સેવા શરૂ થઈ. 2014 પછી એરપોર્ટ વધુ ધમધમતુ થયુ છે ત્યારે આ આંકડો કરોડોમાં હોવાની શક્યતા છે.

રીફંડ આપવાની પ્રોસેસ ચાલી રહી છે : એઆઇ
સુરત એરપોર્ટના ડિરેક્ટર અમન સૈનીનો સંપર્ક કરતા તેઓએ ફોન રિસિવ કર્યો ન હતો. બાદ રૂબરૂ મળવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓ વીડિયો કોન્ફરન્સમાં હોવાથી મુલાકાત આપી શક્યા ન હતા. મેસેજ કરાતા પ્રત્યુત્તર આપ્યો ન હતો. બાદ એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, આ અંગે હાલમાં પ્રોસેસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે…