બાવળા7 મિનિટ પહેલા
- કૉપી લિંક
- રૂ.16,800ના 200 પાઉચ સાથે કુલ 27,700નો મુદ્દામાલ જપ્ત કરાયો
તાજેતરમાં આવી રહેલી 31 ની ઉજવણીમાં દારૂની હેરાફેરી વધી જતી હોય છે ત્યારે બાવળા પોલીસે બાતમી આધારે સાણંદ ચોકડી પાસેથી દારૂની કાગળના પેકિંગ જેવા પેકીંગના 16,800 રૂપીયાના 200 પાઉચ, 10,000 રૂપીયાના 2 મોબાઇલ અને 900 રૂપીયા રોકડા સાથે 27,700 રૂપીયાનો મુદ્દામાલ સાથે 3 વ્યકિતને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
નજીકના દિવસોમાં આવનાર 31ની ઉજવણી અનુસંધાને બાવળા પોલીસ ટાઉન વિસ્તારમાં પ્રેટ્રોલીંગ કરી રહી હતી અને તે સી.એચ.સી. ચોકડીએ પહોંચતાં કોન્સ્ટેબલ અશોકસિહને બાતમી મળી હતી કે બાવળામાં આવેલી સાણંદ ચોકડી પાસે રાજકોટ બસ સ્ટેન્ડ આગળ ત્રણ માણસ વિદેશી દારૂ ભરેલા થેલા લઇને ઉભા છે.
જે બાતમીનાં આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર ત્રણ વ્યક્તિ હાથમાં કપડાંનાં થેલાઓ લઇને ઉભા હતા. જેથી પોલીસે કોર્ડન કરીને ત્રણેય વ્યકિતને ઝડપી લઇને તેમનાં કપડાનાં ત્રણેયનાં થેલાઓમાં તપાસ કરતાં થેલામાંથી દારૂનો કાગળના પેકિંગ જેવા 200 પાઉચ મળી આવ્યા હતા.
જેથી પોલીસે 16,800 રૂપીયાનાં દારૂનાં 200 પાઉચ, 10,000 રૂપીયાનાં 2 મોબાઇલ અને 900 રૂપીયા રોકડા સાથે 27,700 રૂપીયાનો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કરીને ત્રણેય વ્યકિતને ઝડપી લઇને જેલનાં સળીયા પાછળ ધકેલી દઈ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલી વ્યક્તિઓમાં રાજેન્દ્ર અમુતભાઇ રાઠોડ, રહેવાસી મેલડીમાના વાળો ચોક તીલકનગર, ભાવનગર, નીલેશ બળવંતરાય વ્યાસ, રહેવાસી, રાજનગર સોસાયટી,સરકારી ગોડાઉન પાછળ, ચીત્રા, ભાવનગર અને રોહીત હર્ષદભાઇ વેગડ, રહેવાસી, રામાપીરના મંદીર સામે, હેઠલીફળી, ખેડુતવાસ, ભાવનગરનો સમાવેશ થાય છે.