ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીનો પરિચય પ્રવીણ નામના શખ્સ સાથે થયો હતો. આ યુવતી અને આરોપી બંને એકબીજાને બે ત્રણ માસથી ઓળખતા હતા. પહેલા આ યુવકે તેની સાથે મીઠી મીઠી વાતો કરીને મિત્રતા કેળવી હતી. ત્યારબાદ બંને જણા અવારનવાર મળતા હતા. જ્યારે એક દિવસ યુવતી મોડલીંગનું કામ કરતી હોવાથી તેને મોડલીંગમાં કામ અપાવવાના બહાને નવરંગપુરા ખાતે મિંટીંગ છે કહીને બોલાવી હતી. ત્યાં યુવકે તેની સાથે પહેલા કામ માટેની વાતો કરી હતી. ત્યારબાદ યુવકે એક હોટલમાં યુવતીને રૂમમાં લઇ જઇને યુવતી પર જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યુ હતુ.
આ પણ વાંચો: સુરતના સચિન GIDC પોલીસ દ્વારા 28 કરોડની ખંડણી પ્રકરણમાં દુબઈ ભાગેલા આરોપીની ધરપકડ
યુવતીને પૈસાની જરૂર હોવાથી તેણે આરોપી પાસે ઉછીના પૈસા પણ માંગ્યા હતા. પણ આ આરોપીએ પૈસા આપવાની જગ્યાએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં ન તો મોડલિંગનું કામ અપાવ્યું કે, ના તો આરોપીએ પૈસા આપ્યા જેથી સમગ્ર મામલે યુવતીને પસ્તાવો થતા પોલીસની મદદ લેવાનો વિચાર આવતા યુવતીએ આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોધાવી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ વટવામાં સાવકા પિતાએ સગીરા પર દુષ્કર્મ ગુજારતા તેની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ આનંદનગરમાં પરણીતાના પતિના મિત્રએ તેની પર દુષ્કર્મ ગુજારતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પૂર્વ વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મની વધુ એક ઘટના પણ પોલીસ ચોપડે નોંધાઇ હતી. ત્યારે હવે પશ્ચિમ વિસ્તારમાં બળાત્કાર ની વધુ એક ઘટના સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર