Thursday, December 29, 2022

વર્ષ 2022ની સૌથી દુઃખદ ઘટનાઓ, મોરબી, ઇન્ડોનેશિયા સહિત ત્રણ દેશોને ધ્રુજાવી દીધા

વર્ષ 2022માં અનેક એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે લોકોએ પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2022માં કોરોનાના મામલાઓમાં અવિરત વૃદ્ધિ થઈ છે તથા મહારાણી એલિઝાબેથ બીજા અને સાયરસ મિસ્ત્રી જેવી પ્રસિદ્ધ હસ્તીઓનું નિધન થયું છે.

2022માં અનેક એવી ઘટનાઓ સર્જાઈ છે, જેમાં ભીડભાડને કારણે લોકોનું મૃત્યુ થયું છે. ક્યારેક ગૂંગળામણને કારણે તો ક્યારેક ગભરામણને કારણે લકોના મોત થયા છે.

વર્ષ 2022માં ભીડભાડને કારણે એવી ઘટના સર્જાઈ છે, જેના કારણે ત્રણ દેશની સરકાર પર ગંભીર પર અસર થઈ છે.

ઈન્ડોનેશિયાના સ્ટેડિયમમાં ભાગદોડ

લોકો ઈન્ડોનેશિયામાં ફૂટબોલ સ્ટેડિયમમાં મેચ જોવા માટે ગયા હતા. પરંતુ આ સ્ટેડિયમ તેમના જીવન માટે ખૂબ જ ગંભીર તોફાન બની જશે તે કોને ખબર હતી?

ઓક્ટોબર 2022માં ઈન્ડોનેશિયામાં ભાગદોડની સૂચના મળી હતી. જે ટીમ હારી ગઈ હતી, તે ટીમના સમર્થકોએ પીચ પર હુમલો કરતા 120થી વધુ લોકોના મોત ગયા હતા. આ લોકોને વિખેરવા માટે પોલીસ અધિકારીઓએ ટીયર ગેસ છોડતા ભાગદોડ થઈ હતી અને લોકોને ગૂંગળામણ થવા લાગી હતી.

મલંગના કંજુહરન સ્ટેડિયમમાં શનિવારની સાંજે આ ઘટના સર્જાઈ હતી. આ એક એવી ઘટના હતી, જેના કારણે ઈન્ડોનેશિયાની સરકાર અને પોલીસ અધિકારીઓને પણ હચમચાવી દીધા હતા.

ઈન્ડોનેશિયાની સરકારે આ ઘટના માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. અગાઉ જાણકારી પ્રાપ્ત થઈ હતી કે, આ ભાગદોડમાં 175 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના અંગે અધિકૃત આંકડા જાહેર થયા બાદ જાણવા મળ્યું હતું કે, આ ઘટનામાં 125 લોકોના મોત થયા હતા. તેમજ અનેક લોકોને ગંભીર ઈજા પણ થઈ હતી.

અરેમા ટીમની પર્સબેયા સુરબાયા સામે 3-2થી હાર થતા અરેમાના સમર્થકોએ પીચ પર આક્રમણ કર્યું હતું. આ હુમલાને નિયંત્રિત કરવા માટે પોલીસે ટીયર ગેસ છોડ્યા હતા. ટીયર ગેસ છોડતા લોકો ભાગદોડ કરવા લાગ્યા હતા, જેમાં અનેક લોકોને ગૂંગળામણ થતા તેમનું મોત થયું હતું.

ભાગદોડના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા, આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ હતી. ઈન્ડોનેશિયાના અધિકારીઓ અને PSSIએ પણ આ ઘટના અંગેના સવાલોનો સામનો કરવો પડ્યો હતો.

સાઉથ કોરિયા હેલોવીન ભાગદોડ

સમગ્ર વિશ્વમાં હેલોવીન ઊજવવામાં આવે છે. તમામ લોકો આખી રાત આ તહેવાર માટે અલગ અલગ રીતે તૈયાર થાય છે અને પાર્ટી કરે છે. આ ઊજવણીની એક રાત ગંભીર ઘટનામાં ફેરવાઈ જશે, તે અંગે કોઈને ખબર નહોતી. 30 ઓક્ટોબરના રોજ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં હેલોવીન પાર્ટીમાં ભાગદોડ થતા 150થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.

પરિવારજનોને તેમના પ્રિયજનોનો મૃતદેહ લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે ઈટાવન જિલ્લાને આપત્તિયુક્ત ક્ષેત્ર જાહેર કર્યો હતો. આ ભાગદોડમાં કોરિયાના 24 વર્ષીય અભિનેતા અને ગાયક લી જી હાનનું પણ મૃત્યુ થયું હતું.

રોયટર્સ અનુસાર, આ તમામ મૃતકોમાં 24થી વધુ દેશોના નાગરિક શામેલ હતા. સમગ્ર દેશમાં મૃતકોને શ્રદ્ધાંજલી પણ આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ યૂને આ ઘટના માટે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. રાષ્ટ્રપતિએ આ અંગે નિવેદન આપ્યું છે કે, સિયોલમાં રાત્રે જે પણ ગંભીર ઘટના બની તે નહોતી થવી જોઈતી. યોંગસન ફાયર સ્ટેશનના પ્રમુખ ચોઈ સુંગ બીઓમે જણાવ્યું કે, આ મૃતકોમાં 22 લોકો વિદેશી હતા.

ભારતમાં થયેલ દુર્ઘટના

મોરબી બ્રિજ દુર્ઘટના

ભારતમાં ગુજરાતમાં આવેલ મોરબી જિલ્લામાં કેબલ પુલ ભાગદોડના કારણે આ બ્રિજ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં 133 લોકોના મૃત્યુ થયા હતા. આ પુલનું નિર્માણ થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું.

જે સમયે આ દુર્ઘટના સર્જાઈ તે સમય પુલ પર ખૂબ જ ભીડ હતી. 30 ઓક્ટોબર 2022ના રોજ અમદાવાદથી 300 કિલોમીટર દૂર આવેલ મચ્છુ નદી પર બાંધેલ આ પુલ તૂટી ગયો હતો.

આ અંગે અધિકારીઓએ જાણકારી આપી હતી કે, આ દુર્ઘટનામાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. જેમાં મૃતકોના પરિવારને રૂ. 4,00,000 અને ઈજાગ્રસ્તોને રૂ. 49,000ની મદદ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

તે સમયે સમગ્ર ભારતમાં છઠ્ઠ પૂજાનો તહેવાર ઊજવવામાં આવી રહ્યો હતો. છ મહિના પહેલા 15 વર્ષ જૂના આ પુલનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. નવીનીકરણ કર્યા બાદ 26 ઓક્ટોબરના રોજ નવા વર્ષ માટે આ પુલ ખોલવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભાગદોડ

જો તમે એક ભારતીય છો તો તમે વૃંદાવન, ઉત્તર પ્રદેશમાં આવેલ ‘બાંકે બિહારી મંદિર’ના દર્શન જરૂરથી કર્યા હશે. આ મંદિર એક એવી જગ્યા છે, જ્યાં તમામ લોકોને શાંતિ મળે છે. પરંતુ જો આ સ્થળ જ મોતનું કારણ બની જાય તો શું?

મંદિરમાં યોગ્ય સુરક્ષા હોવા છતાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં આવેલ એક મંદિરમાં જન્માષ્ટમીના દિવસે ભાગદોડ થવાથી 2 લોકોના મોત થયા હતા. બાંકે બિહારીની એક ઝલક મેળવવા માટે લોકો દૂર દૂરથી આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે.

મંદિરમાં ભારે ભીડ હોવાને કારણે ગૂંગળામણ થતા આ વ્યક્તિઓના મોત થયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને ઈજાગ્રસ્તોને યોગ્ય ઈલાજ ઉપલબ્ધ કરાવવા માટે આદેશ આપ્યો હતો.

પ્રાપ્ત થયેલ રિપોર્ટ અનુસાર, મંદિર પરિસરમાં પોલીસ અધિકારીઓ પણ હાજર હતા. આ ઘટનાની તપાસ કરવા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.

રાજસ્થાનના સીકર જિલ્લામાં ભગવાન કૃષ્ણના ‘ખાટૂ શ્યામ મંદિર’માં પણ આ પ્રકારની ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. મંદિરના દરવાજા ખુલતા જ હ્રદય રોગથી પીડિત 63 વર્ષીય વૃદ્ધ મહિલા ઢળી પડી હતી. વર્ષ 2022 પૂર્ણ થવાને આરે છે, અને હજુ અનેક લોકો આ ઘટનામાંથી બહાર આવી શક્યા નથી.

First published:

Tags: 2022, Accidents, Year Ender 2022, દુર્ઘટના