Thursday, December 29, 2022

અમદાવાદમાં એક તરફી પ્રેમમાં યુવતીને ધમકી

API Publisher

અમદાવાદ: નોકરીએ જઈ રહેલ યુવતીને યુવક સાથે થયેલ સંપર્ક ભારે પડ્યો છે. આરોપી યુવક યુવતીને અવારનવાર પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જોકે યુવતીએ ના પાડતા જ યુવક તેના ઘરે પહોંચી ગયો હતો અને ધમકી આપી હતી કે, હું તને પ્રેમ કરું છું તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો હું તને જોઈ લઈશ. યુવકે તે યુવતીના ઘરે જઈને તેને ધમકીઓ આપી હતી. મળતી માહિતી પ્રમાણે યુવક એક તરફી પ્રેમમાં પાગલ હતો.

કાલુપુર ખાતે તેનો સંપર્ક એક યુવક સાથે થયો હતો

આ ઘટના પગલે આસપાસના લોકો એકઠા થઈ જતા સમગ્ર ઘટનાની પોલીસને કરવામાં આવી હતી. અમરાઈવાડી વિસ્તારમાં રહેતી યુવતી પાંચથી છ મહિના પહેલા જ્યારે નોકરી પરથી ઘરે આવતી હતી. તે દરમિયાન કાલુપુર ખાતે તેનો સંપર્ક એક યુવક સાથે થયો હતો. યુવતી જ્યારે પણ નોકરી પર આવતી જતી હતી તે દરમિયાન આ યુવક તેને કાલુપુર ખાતે મળતો હતો અને તેઓ વાતચીત પણ કરતા હતા. થોડા સમય બાદ યુવકે યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવાનું કહેતા યુવતીએ પ્રેમ સંબંધ રાખવા માટે ના પાડી હતી.

યુવક યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો

આ ઘટના બાદ આરોપી યુવક જ્યારે પણ યુવતી નોકરી પર આવતી જતી હતી તે દરમિયાન વારંવાર તેનો પીછો કરી બાવડું પકડીને તેને ઉભી રાખતો અને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. ગઈકાલે યુવતી અને તેના ભાભી ઘરે હાજર હતા તે દરમિયાન આરોપી યુવક તેના ઘર આગળ આવી ગયો અને ઘરનો દરવાજો ખખડાવીને જોર જોર થી બૂમો પડવા લાગેલ કે, ‘હું તને પ્રેમ કરું છું તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો હું તને જોઈ લઈશ અને તને જાનથી મારી નાખીશ.’

લોકોએ આરોપીને પકડીને પોલીસને જાણ કરી

અમદાવાદમાં એક તરફી પ્રેમની ઘટનાઓ વધી રહી છે. જેથી આ ઘટનામાં પણ આરોપી યુવકે યુવતીને ધમકી આપીને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો, જેથી આસપાસના લોકો એકઠા થઈ જતા આરોપીને પકડીને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. આરોપી યુવક વારંવાર યુવતીને રસ્તામાં ઉભી રાખીને પ્રેમ સંબંધ રાખામાંટે દબાણ કરતો હતો.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vimal Prajapati

First published:

Tags: Ahmadabad, Crime news, One sided love, One Sided Love Story

About the Author

API Publisher / Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 comments:

Post a Comment