જાણો કયા પાકના કેટલા રહ્યા ભાવ
આજે માર્કેટિંગ યાર્ડમાં ઘઉંમાં લોકવન ઘઉંના 215 ક્વિન્ટલની આવક સામે ઉંચો ભાવ 559 રહ્યો હતો. જ્યારે ટુકડા ઘઉંની 1 ક્વિન્ટલ આવક સામે 464 ભાવ રહ્યો હતો. આ સાથે કપાસની 65 ક્વિન્ટલ આવક સામે ઉચ્ચો ભાવ 1,615 રૂપિયા નોંધાયો હતો.
ચણાની 119 ક્વિન્ટલની આવક સામે ઊંચો ભાવ 911 રૂપિયા નોંધાયો હતો. જાડી મગફળીની કુલ આવક 1130 ક્વિન્ટલ નોંધાઈ હતી.
તમારા શહેરમાંથી (જુનાગઢ)
તેનો ઊંચો ભાવ 1362 નોંધાયો હતો. ઝીણી મગફળીની આવક 120 ક્વિન્ટલની સામે તેનો ઊંચો ભાવ 1218 રૂપિયા નોંધાયો હતો. આ ભાવ મણના છે.
સોયાબીનની ખેડૂતોને સારી આવક મળી
યાર્ડમાં સોયાબીનની આવકમાં પણ ખૂબ વધારો થયો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સોયાબીનની આવક યાર્ડમાં વધુ નોંધાઈ રહ્યો છે.
આજે શરૂઆતથી 2392 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી જેમાં સોયાબીનનોએક મણનો ઊંચો ભાવ 1115 રૂપિયા રહ્યો હતો જ્યારે નીચો ભાવ 980 રહ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Junagadh news, Local 18, Market yard
0 comments:
Post a Comment