રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા ગામના પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે મળતી માહિતી પ્રમાણે, ન્યારી ડેમ પાસે આવેલા ડીરાસ કાફેના માલિકની કાર હોવાનું જાણવા મળ્યું છે. ભુણાવાના પાટિયા પાસે એક ટ્રક અને ટાટા કંપનીની હેરિયર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાઈ ગયા બાદ કારના માલિકને આ ઘટનાની જાણ થઈ હતી.
અજાણી વ્યક્તિએ ફોન ઉપાડ્યો
ફાસ્ટ ટેગમાંથી પૈસા કપાયાનો મેસેજ જ્યારે કારના માલિકને મળ્યો ત્યારે તેણે મેનેજરને ફોન કર્યો હતો. પરંતુ ફોન મેનેજર હર્ષ ભાલાળાએ નહીં પરંતુ અન્ય કોઈ અજાણી વ્યક્તિ ઉપાડ્યો હતો. અજાણી વ્યક્તિએ ફોન ઉપાડીને કહ્યું હતું કે, ‘જે ભાઈનો આ ફોન છે તેઓનું અકસ્માત થયું છે. તેમજ અકસ્માતની ઘટનામાં તેઓ મૃત્યુ પણ પામ્યા છે.’
ત્યારે પોલીસે સમગ્ર મામલે ટ્રક ચાલકની પૂછપરછ પણ હાથ ધરી છે. તો બીજી તરફ, સમગ્ર મામલે ભુવા ઉર્વી નામની યુવતીનું પણ મોત થયું છે. ત્યારે પોલીસ દ્વારા તેમના પરિવારજનોને પણ સંબંધિત ઘટના મામલે જાણ કરવામાં આવી છે. ત્યારે મૃતક યુવતીના પરિવારજનો પણ યુવતીનો મૃતદેહ સ્વીકારવા માટે રાજકોટ પહોંચ્યા હોવાની વિગત પણ જાણવા મળી રહી છે. તો સાથે જ છેલ્લા ઘણા સમયથી યુવતીને પોતાના પરિવારજનો સાથે સંબંધ ન હોવાનું પણ ચર્ચા રહ્યું છે.
Post a Comment