Thursday, December 22, 2022

સુરતના ડિંડોલીમાં કિશોરીને સંબંધ રાખવા દબાણ કરી એસિડ એટેકની ધમકી, પોલીસે 2ને ઝડપ્યાં

સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં UPSCની તૈયારી કરતી એક કિશોરીને રિલેશન રાખવાનું દબાણ કરી એસિડ એટેક કરવાની ધમકી આપવાના ગુનામાં પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

સંબંધ રાખવા દબાણ કર્યુ હતુ

મળતી માહિતી પ્રમાણે, સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી અને UPSCની તૈયારી કરતી એક કિશોરી ક્લાસિસમાંથી ઘરે પરત આવી રહી હતી. ત્યારે સઈદ ચૂહા અને ધમુ ખલશે નામના ઇસમે કિશોરીને રસ્તા પર ઉભી રાખી હતી અને સઇદ નામના ઇસમે પોતાની સાથે રિલેશન રાખવા માટે આ કિશોરીને દબાણ કર્યું હતું. આ ઉપરાંત ધમકી આપી હતી કે, જો તે રિલેશન નહીં રાખે તો તેના પર એસિડ એટેક કરવામાં આવશે. આ ઘટનાને લઈને 24 ઓક્ટોબર 2022 ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. ત્યારે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી.આ પણ વાંચોઃ સુરતમાં મોજશોખ પૂરા કરવા ચોરી કરતી ગેંગ ઝડપાઇ

બાતમી આધારે આરોપીઓ ઝડપાયા

ડિંડોલી પોલીસે બાતમીના આધારે અને પેટ્રોલિંગ દરમિયાન પોલીસે 2 નવેમ્બર 2022ના રોજ આરોપી ધમુ ખલશેની ધરપકડ કરી હતી. ધમુ ખલશેની ધરપકડ કરીને પોલીસે પાસા હેઠળ અટકાયત કરી હતી. આ ઉપરાંત સઈદ ચૂહા નામનો આરોપી પોલીસ પકડથી બચવા માટે ભાગતો ફરતો હતો. ત્યારે પોલીસે બાતમીને આધારે સલાબતપુરાના માન દરવાજા પાસે આવેલા બાખડ મહોલ્લા નજીકથી આરોપી સઇદ ચૂહાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ સુરતના કાપોદ્રામાં 12 વર્ષીય કિશોરી પર પાડોશીનું દુષ્કર્મ

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સઇદ વિરુદ્ધ ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે. જો કે, આરોપીએ જે પ્રકારનું કૃત્ય કર્યું છે તેને લઈને પોલીસ પકડથી લાંબા સમયથી ભાગતો હતો. ત્યારે લાંબા સમય બાદ પોલીસે બાતમીને આધારે આ યુવકને ઝડપી પાડ્યો હતો. ત્યારે હવે આ યુવક વિરુદ્ધ પોલીસે કડકમાં કડક કાર્યવાહી શરૂ કરી છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vivek Chudasma

First published:

Tags: Surat crime news, Surat news, Surat police

Related Posts: