Thursday, December 22, 2022

સોમનાથ મહાદેવને ચડાવાતા પીતાંબર અને પાર્વતી માતાજીની સાડી, ધ્વજા દેશ-વિદેશમાં વસતાં ભકતો ઘરબેઠા ઓનલાઇન પ્રાપ્ત કરી શકશે | Devotees living in India and abroad will be able to get Gharbetha online from the Pitambar of Somnath Mahadev and Saree of Parvati Mataji, Dhvaja.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Devotees Living In India And Abroad Will Be Able To Get Gharbetha Online From The Pitambar Of Somnath Mahadev And Saree Of Parvati Mataji, Dhvaja.

ગીર સોમનાથ (વેરાવળ)10 મિનિટ પહેલા

પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન વસ્ત્ર પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દેશ-વિદેશમાં વસતા શિવ ભક્તો ઘરબેઠા સોમનાથ મંદિરમાં મહાદેવ અને પાર્વતી માતાજીને ચડાવાતા વસ્ત્રો, સાડી અને ધ્વજા પ્રસાદીરૂપે ઓનલાઈન મંગાવી શકશે. આ સેવાની શરૂઆત કરવા ઘણા સમયથી શિવ ભક્તો લાગણી દર્શાવી રહ્યા હતા.

આ સેવા અંગે માહિતી આપતા સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, શિવ ભકતોને સોમનાથ મહાદેવની નિકટતાનો અતુલ્ય અનુભવ કરાવવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન વસ્ત્ર પ્રસાદ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ તથા કોલકતાના આદ્યશક્તિ પીઠના મહંત સ્વામી સંતાનંદ પુરીજી મહારાજના કરકમલોથી માસિક શિવરાત્રીના પાવન દિને ઓનલાઈન સેવાનો શુભારંભ કરાયો હતો.

વધુમાં ચાવડાએ જણાવેલ કે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શૃંગાર કરાયેલા ધોતી, પીતાંબર અને માતા પાર્વતીજીને અર્પણ કરાયેલ સાડી તથા સોમનાથ મંદિર પર ચઢાવાયેલ ધ્વજાને પ્રસાદી સ્વરૂપે મેળવવા માટે ભાવિકોએ સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટ www.somnath.org ઉપર રજીસ્ટ્રેશન કરાવી ઓર્ડર કરી શકશે. જેના આધારે તેમને પ્રસાદીરૂપે વસ્ત્રો અને ધ્વજા ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવશે.

વધુમાં શાસ્ત્રો અને પુરાણો શિવજીને કલ્યાણકારી કહે છે. ત્યારે ચંદ્રને શાંતિ આપનાર સોમનાથ જ્યોતિર્લંગને અર્પણ કરાયેલા વસ્ત્રો ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. ભક્ત આ વસ્ત્રો પૂજાકાર્યો, શુભ અવસરો પર પેહરીને શિવત્વનો અલૌકિક અનુભવ મેળવતા હોય છે. ભક્તો દ્વારા છેલ્લા ઘણા સમયથી મંદિર ટ્રસ્ટ પાસે આ સેવાનો લાભ આપવા અનુરોધ કરતા હતા. ત્યારે હવે દેશ-વિદેશમાં વસતા શિવભક્તો ઘરબેઠા સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને સ્પર્શ કરેલા અને શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલા વસ્ત્રો પ્રસાદ સ્વરૂપે ઓર્ડર કરી શકશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: